નાણામંત્રીને રજૂઆત:કાપડ પર GST વધારા સામે 25મીથી આંદોલનની ચીમકી, બંધનું એલાન આપવા વેપારીઓની વિચારણા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તમામ પ્રકારના ગારમેન્ટ ફાઇબર, ફૅબ્રિક અને યાર્ન પર જીએસટીનો દર 1 જાન્યુઆરીથી 12 ટકા કરવાની દરખાસ્ત સામે અમદાવાદમાં અનેક સંગઠનો એકત્ર થઇ રહ્યા છે અને વિરોધ પ્રદર્શિત કરતા બેનર્સ પણ લાગ્યા છે. સરકાર જો કોઇ ઉકેલ નહીં લાવે તો 25 ડિસેમ્બરથી આંદોલનની શક્યતા છે.

બે મહિનાથી મુંબઇ સીએમઆઇ, મસ્કતી કાપડ માર્કેટ અને સુરતના સંગઠો દ્વારા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ તથા રાજ્ય સ્તરે મુખ્યપ્રધાન એમ દરેકને આ બાબતે રજૂઆત કરી છે. આ અંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે પણ નાણાપ્રધાનને આ વધારો પાછો લેવાની વિનંતી કરી છે. ગુજરાત ગારમેન્ટ એસોસિએશનના ટ્રેઝરર અર્પણ શાહે જણાવ્યું હતું કે, જીએસટીનો વધારો પરત લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં થાળી વગાડીને વેપારીઓ માર્ચ કરીને કે બંધનું એલાન આપીને વિરોધ કરશે.

મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે કહ્યું, તમામ પર 12 ટકા લેખે જીએસટી લાગતો હોવાથી પડતર કિંમત કરતાં પણ 50થી 60 ટકા નીચા દરે વેચાણ કરવું પડે તેવી સ્થિતિ આવી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...