તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં દીપડાનું મોત:સનાથલથી નરીમાનપુરા સુધી દીપડાના પંજાનાં નિશાન મળ્યાં, પોસ્ટમોર્ટમ વખતે પેટમાંથી કૂતરાનાં અવશેષ મળ્યા

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
અમદાવાદમાં સનાથલ ચોકડી પર અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત થયું. - Divya Bhaskar
અમદાવાદમાં સનાથલ ચોકડી પર અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત થયું.
 • રવિવારે રાત્રે વાહનની ટક્કરે દીપડાનું મોત થયું હતું

સરખેજ-સનાથલ રોડ પર રવિવારે રાત્રે દીપડાનું અજાણ્યા વાહનની ટક્કરે મોત નીપજ્યું હતું. દીપડો ક્યાંથી આવ્યો તેની વનવિભાગે તપાસ કરતાં સનાથલથી નરીમાનપુરા ત્રણ કિમી સુધી એના પંજાનાં નિશાન મળ્યાં હતાં.

વન વિભાગના ડીસીએફ શકીરાબેગમે કહ્યું કે, સનાથલથી નરીમાનપુરા સુધી દીપડાના પંજાનાં નિશાન જોવા મળ્યાં છે. અલગ અલગ ટીમે દીપડો ક્યાંથી આવ્યો અને અન્ય દીપડા સાથે છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે. જોકે પીએમ કરતા તેના પેટમાંથી કૂતરાના અવશેષ મળ્યા હતા. વસ્ત્રાલના ભાભિયાવાસમાં ભેંસનાં બચ્ચાંના મારણને પગલે વનવિભાગ સતર્ક થયો હતો. જોકે પીએમમાં જાણવા મળ્યું કે, ભેંસના બચ્ચાના મોત બાદ તેને કોઈ નાખી ગયું હતું, જેને કૂતરાંએ ફાડી ખાધું હતું.અહીં દીપડાના કોઈ નિશાન મળ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો