તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહામારી સામે મહાઝુંબેશ:કોરોનાને ઘરભેગો કરવા અનેક ગામ, શહેર અને નગરોમાં આજે સ્વયંભૂ લોકડાઉન, સમજદાર ગુજરાતીઓ ‘ઘરમાં રહો, સુરક્ષિત રહો’

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્વયંભૂ બંધ પાળનારા નડિયાદની � - Divya Bhaskar
સ્વયંભૂ બંધ પાળનારા નડિયાદની �
  • બે દિવસ સુધી અનેક ગામ, શહેર અને નગરોમાં લોકડાઉન જેવો માહોલ જોવા મળશે
  • કોરોના તો શું માનવજાત સામે ગમે એવી મહામારી કેમ ન આવે; આપણે એની સામે અચૂક વિજય મેળવીશું

સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક નીવડી રહી છે. હાલ 4500 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે, જેને પગલે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત 20 જેટલાં શહેરોમાં રાત્રિ કફર્યૂ લાદવામાં આવ્યો છે. જોકે શહેરોની સાથે સાથે નગરો અને ગામોમાં પણ કોરોનાએ કાળો કેર વર્તાવતાં હવે લોકો સ્વયંભૂ લોકડાઉનનું પાલન કરવા તરફ આગળ વધી રહ્યા છે. પહેલેથી જ સમજુ એવી ગુજરાતી પ્રજા જાણે છે કે સ્વએ જાગ્યા વિના ઉદ્ધાર નથી, જેને પગલે આજે એટલે કે શનિ અને રવિવારે અંશતઃલોકડાઉનનું પાલન કરીને ઘરમાં રહેવાના છે. આ બે દિવસ સુધી અનેક ગામ, શહેર અને નગરોમાં લોકડાઉન જેવો માહોલ જોવા મળશે.

શહેરો બાદ ગામડાં અને નગરોએ ક્યાંક પૂર્ણ તો ક્યાંક અંશત: લોકડાઉનનો અમલ કરવાની ફરજ પડી છે. સંક્રમણને આગળ વધતું અટકાવવા માટે રાજ્યનાં 100થી વધુ ગામો અને નગરોમાં સ્થાનિક તંત્ર, વેપારીઓ દ્વારા જુદા જુદા સમયે કોરોના કર્ફ્યૂ લાગુ કરવાનો નિર્ણય કરાયો છે.

ફરી જમાવી જનતા કર્ફ્યૂનો માહોલ
સરકારે આર્થિક અને વેક્સિનેશન જેવાં અનેક કારણોસર ભલે લોકડાઉન જાહેર કર્યું નથી, પરંતુ જનતા કર્ફ્યૂનો માહોલ ફરી જમાવીને કોરોનાને ઘર ભેગો કરવાનું આપણે નિર્ણય લઈ લીધો છે, જેથી આજે દૂધ-શાકભાજી અને દવા જેવી જીવન જરૂરી વસ્તુઓ લેવા જ લોકો બહાર નીકળશે. આ સિવાય ક્યાંય પણ ખોટી રીતે લોકો બહાર દેખાશે નહીં. જો સ્વયં શિસ્તમાં આવીને આપણે જાતે જ લોકડાઉન કરીએ અને તેની સાથે સાથે માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખીએ તો કોરોના મહામારી તો શું માનવજાત સામે ગમે એવી મહામારી કેમ ન આવે; આપણે એની સામે અચૂક વિજય મેળવી શકીએ એવા કાળા માથાના માનવી છીએ.

કામ સિવાય બહાર જઈશું તો ચેપનો ભોગ બનીશું
આ શનિ-રવિ મોટા ભાગનાં ગામડાંમાં તો બજારો બંધ જ રહેવાનાં છે, પરંતુ એની સાથે સાથે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવાં શહેરોમાં પણ લોકો કામ સિવાય બહાર આવશે નહીં. જો કામ સિવાય બહાર જઈશું તો ચેપનો ભોગ બની શકીએ. જેથી સૌ કોઈએ કોરોનાને ખોખરો કરવા જાતે જ સોશિયલ ગેધરિંગ ટાળવાનું છે.

એક મહિના સુધી શનિ-રવિ પાનના ગલ્લા બંધ રહેશે
ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ સંજય જોશીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું કે આગામી એક મહિના સુધી સમગ્ર ગુજરાતના દરેક પાન-મસાલાના ગલ્લા માલિકો દ્વારા દર શનિ-રવિ સ્વયંભૂ બંધ પાળી લોકોના આરોગ્ય હેતુસર સરકારને સહયોગ આપશે.

મહેસાણામાં શનિ-રવિ સંપૂર્ણ લોકડાઉન
મહેસાણા શહેરમાં કોરોના સંક્રમણ વધતાં ટાઉન હોલ ખાતે વેપારીઓ અને પાલિકાના સત્તાધીશોની બેઠક મળી હતી. મીટિંગ દરમિયાન મહેસાણા શહેરમાં સંક્રમણની ચેન તોડવા તમામ નાના મોટા વેપારીઓએ શનિવાર અને રવિવાર આમ બે દિવસ તમામ બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત 12 એપ્રિલથી 30 એપ્રિલ સુધી સાંજે 6 વાગ્યા બાદ તમામ બજારો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટમાં પાન એસો.નું શનિ-રવિ સ્વયંભૂ લોકડાઉન
રાજકોટ શહેરમાં સતત વધતા કોરોના સંક્રમણને ધ્યાને રાખી શહેરમાં પાન એસોસિયેશન દ્વારા આગામી શનિ અને રવિવાર એમ કુલ બે દિવસ માટે બંધ પાડી સ્વયંભૂ લોકડાઉન કરવા નિર્ણય કર્યો છે, જેમાં એસોસિયેશન સાથે જોડાયેલ 1100 દુકાનદારો જોડાઇ બે દિવસ સ્વયંભૂ લોકડાઉનમાં જોડાશે. આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ અને પેલેસ રોડના ખ્યાતનામ જ્વેલર્સ પણ શનિ-રવિ બંધ પાડી સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે. જ્યાં ચેમ્બર સાથે 28થી 30 એસોસિયેશન જોડાઈને તમામ વેપાર ઉદ્યોગ બંધ રાખશે.

આણંદ જિલ્લો

  • દાવોલઃ બપોરના 12થી 6 અને રાત્રે 8થી બીજા દિવસે સવારના 6 સુધી.
  • પામોલ: બપોર 12થી 6, રાત્રે 8થી સવારે 6.
  • વીરસદ: બપોરના 1થી 6.
  • ચાંગા: સવારે 10થી 5 અને રાત્રે 8થી સવારે 6.
  • મલાતજ: બપોરે 12થી સવારે 6.
  • કોઠાવી: સવારે 10થી 5, રાત્રે 8થી સવારના 6.
  • રાલજ: સવારે 11થી બીજા દિવસે સવારે 6 સુધી.
  • ઉંદેલ: રાત્રે 8થી સવારના 5 સુધી.
  • કાસોર: સવારે 10થી સાંજે 5, રાત્રે 8થી સવારના 6.
  • પણસોરા: બપોરે 1થી સવારના 6.
  • સીમરડા: બપોરના 12થી સવારના 6.
  • લીંગડા: બપોરના 12થી સાંજના 5, રાત્રી 8થી સવારના 6.
  • પેટલાદ: રાત્રેથી સવારના 6 સુધી બંધ.
  • બોરસદ: રાત્રેથી સવારના 6 સુધી બંધ.

ખેડા જિલ્લો

  • પીજ: સવારે 10થી સાંજે 5, સાંજના 7થી સવારના 6.
  • સલુણ: બપોરના 1થી સવારના 6.
  • અલિન્દ્રા: બપોરે 1થી સવારે 6 સુધી બંધ.
  • તેલનાર: બપોરે 1થી સવારે 6 સુધી બંધ.

ભરૂચ જિલ્લોઃ અંકલેશ્વરના નોટિફાઇડ વિસ્તારમાં રાત્રે 8થી સવારે 6.

નર્મદા જિલ્લો

  • રાજપીપળામાં સાંજે 6થી સવારે 6.
  • ડેડિયાપાડા: તા. 10થી 12 એપ્રિલ સુધી સંપૂર્ણ બજાર બંધ રહેશે.

પાટણ જિલ્લો

  • રાધનપુર: લારી ગલ્લાં સાંજે 5 અને દુકાનો સાંજે 7 વાગ્યાથી બંધ કરાશે.
  • ભાભર: શનિવારે સાંજે 6 કલાકથી સોમવારે સવારે 6 સુધી જનતા કર્ફ્યૂ.
  • ચાણસ્મા: સાંજે 5 કલાકથી બજારો બંધ.

મહેસાણા જિલ્લો

  • ગોજારિયા ગામ આગામી સોમવારે સવારે 7 કલાક સુધી સંપૂર્ણ બજારો બંધ રહેશે અને 12 એપ્રિલને સોમવારથી સવારે 7થી બપોરે 1 કલાક સુધી બજારો ચાલુ રહેશે.

બનાસકાંઠા જિલ્લો

  • ડીસા: શનિવાર સાંજથી સોમવાર સવાર 6 સુધી બંધ.
  • પાલનપુર: શનિવાર અને રવિવાર સ્વૈચ્છિક લોકડાઉન રહેશે.

અરવલ્લી જિલ્લો: સરડોઇ આંશિક બંધ.

સુરેન્દ્રનગર જિલ્લો

  • પાટડી: સાંજે 4થી બીજા દિવસે સવારે 7 સુધી.
  • ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામે સ્વયંભૂ બંધ રાખવાનું નક્કી કરાયું છે.

મોરબી જિલ્લો:

  • મોરબી શહેરમાં શનિ અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન રહેશે. સોમવારથી શુક્રવાર બપોર પછી તમામ દુકાનો બંધ.
  • વાવડી: સવારે 7થી 9, સાંજે 2 કલાક જ દુકાનો ખુલ્લી રહેશે.
  • ખાખરેચી: સવારે 8થી 10, સાંજે 4થી 7 દુકાનો ખૂલશે.
  • પાનેલી: સવારે 7થી 9 અને સાંજે 7થી 9 ચાલુ.
  • બગથળા: સવારે 8થી 10, સાંજે 4થી 7 દુકાનો ખુલ્લી રહેશે.
  • ટંકારા તાલુકો: નેકનામ, વીરવાવ, હમીરપર, કલ્યાણપર, જબલપુર સવારે 8થી 2 દુકાનો ખુલ્લી રહેશે. નસીતપરમાં સવારે 8થી 12 અને સાંજે 5થી 9 સુધી દુકાનો ખુલ્લી રહેશે.
  • સજનપર ગામ 9થી 18 એપ્રિલ સુધી 10 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. જીવનાવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે.
  • રાજાવડ, ધ્રુવનગર: બપોર સુધી ખુલ્લું.

રાજકોટ જિલ્લો: ભુણાવા, જામવાડી તેમજ ઉપલેટામાં આંશિક લોકડાઉન.

ભાવનગર જિલ્લો: સિહોરમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક બંધ અપાયો છે.

જામનગર જિલ્લો

  • મોટી બાણુંગારમાં ર4 કલાક લોકડાઉન.
  • જસાપર: સવારે 11થી સાંજે 4 સુધી છૂટ.
  • લતીપર: બપોરે 1 વાગ્યાથી બંધ થઇ જશે.

દેવભૂમિ દ્વારિકા જિલ્લો:

  • ખંભાળિયા, રાવલ, ભોગાત, નંદાણા બપોરે 4 વાગ્યા પછી બંધ.
  • લાંબા, દેવળિયા અને સમોર બપોર 1 પછી બંધ રહેશે.

મહીસાગર જિલ્લો: વીરપુર ગામ સાંજે ચાર વાગ્યા બાદ સ્વૈચ્છિક બંધ રહેશે.

કચ્છ જિલ્લો

  • ભચાઉમાં રાત્રે 8થી સવારે 6
  • ફતેગઢમાં 10 દિવસ માટે બપોરે 12થી બીજા દિવસે સવાર સુધી બંધ રહેશે.

સુરત જિલ્લો

  • દિગસ, ટીંબા, શામપુરા 25 એપ્રિલ સુધી સંપૂર્ણ સ્વૈચ્છિક બંધ રહેશે.
  • બારડોલીના કડોદમાં બપોરે 3થી સવારે 8 બંધ.
  • માંડવીમાં બપોરે 3થી સવારે 7 સુધી બંધ.
  • પલસાણા તાલુકાના હરિપુરા ગામ 10 દિવસ સુધી સંપૂર્ણ બંધ.

તાપી જિલ્લો

  • સોનગઢ બપોરે 2થી સવારે 7 સુધી બંધ.
  • વ્યારા બપોરે 2 પછી સ્વૈચ્છિક બંધ રખાયું છે.
  • નિઝરના રૂમકીતળાવ અને વાલોડનું બુટવાડા ગામ સંપૂર્ણ બંધ કરાયું છે
  • વલસાડ, પારડી, વાપી, સરીગામ, ઉમરગામ, ધરમપુર અને કપરાડા રવિવારે સંપૂર્ણ બંધ, બાકીના દિવસોમાં સવારે 8થી રાત્રીના 8 સુધી ખૂલ્લા રહેશે.
  • નવસારીના વેસ્મામાં 20 એપ્રિલ સુધી સાંજે 5 થી બીજા દિવસે સવારે 7 સુધી બંધ અને નવસારી શહેરમાં રાત્રે 9થી સવારે 6 સુધી કોરોના કર્ફ્યૂ.
  • અમલસાડ અને સરીબુજરંગમાં ગુરુવારથી રવિવાર સુધી બપોરે 2 વાગ્યા બાદ અનાજ કરિયાણાની દુકાનો બંધ રહેશે.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો