તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાવાઈરસ:ગુજરાતમાં કોરોના પિક તરફ, વધુ 626 કેસ સાથે કુલ 31,938 કેસ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરતમાં એક જ દિવસમાં 10 મોત, હીરા બજાર એક સપ્તાહ માટે બંધ કરાયું

ગુજરાતમાં સોમવારે કોરોનાના 626 નવા કેસ નોંધાયા અને આ સાથે અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 31,938 થઇ છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના સૂત્રો જણાવે છે કે હાલ કેસની સંખ્યા વધી રહી છે તે ગુજરાતમાં કોરોનાના કેસના પિક તરફનું પ્રયાણ ગણી શકાય. એક વખત પિક પર આવીને સ્થિર થયાં બાદ કેસ ઘટવાનું શરુ થઇ શકે છે. સુરતમાં સોમવારે એક જ દિવસે 10 લોકોના મોત થયા હતા જ્યારે કેસનો આક 200ને પાર થઈ ગયો હતો. હીરા બજાર એક સપ્તાહ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 

હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 6,871 છે તથા જો ભવિષ્યમાં તેમાં સતત ઘટાડો આવે તો તે પણ સુધારાની સ્થિતિ દર્શાવે છે. આ સાથે સોમવારે 440 દર્દીઓને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને કુલ સાજા થયેલાં દર્દીઓની સંખ્યા 23,248 પર પહોંચી છે. તો સોમવારે ગુજરાતમાં 19 નવા મોત થયાં અને તે સહિત કોરોનાને કારણે રાજ્યમાં થયેલાં કુલ મોતનો આંકડો હવે 1,828 પર પહોંચ્યો છે. તે પૈકી અમદાવાદ શહેરમાં 9, સૂરત શહેરમાં, સૂરત જિલ્લામાં, તથા સુરેન્દ્રનગર જિલ્લામાં 2-2 અને બનાસકાંઠા, રાજકોટ, ખેડા અને અમરેલી જિલ્લામાં 1-1 મૃત્યુ થયું છે. હજુ ગુજરાતમાં 63 લોકોની સ્થિતિ ગંભીર હોઇ વેન્ટિલેટર પર છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો