પ્રવાસીઓની દુવિધા:દિવાળી નજીક છતાં રેલવે વિભાગે સ્પેશ્યલ ટ્રેનો અંગે જાહેરાત ન કરતા પ્રવાસીઓ મૂંઝવણમાં, હાલ ટ્રેનોમાં 300થી વધુનું વેઇટિંગ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રેલવે સ્ટેશનની પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
રેલવે સ્ટેશનની પ્રતિકાત્મક તસવીર
  • દર વર્ષે દિવાળીમાં દિલ્હી, મુંબઈ, જમ્મુ, બનારસ, કોલકાતા, ગુવાહાટી, બેંગ્લોર, ચેન્નઈ તરફના પ્રવાસીઓનો ધસારો રહે છે
  • ટ્રેનમાં 100 ટકા કેપિસિટી સાથે ઉડાણની મંજૂરી પરંતુ ટ્રેનમાં હજુ સુધી મર્યાદાઓ રાખવામાં આવી છે

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે લોકો વેકેશનની રજાઓ દરમિયાન બહાર ફરવા જવાનું આયોજન કરતાં હોય છે. જે માટે રેલવે વિભાગ પ્રવાસીઓ માટે ખાસ ટ્રેનનું સંચાલન પણ કરતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે હજુ સુધી તહેવારોને લઈને સ્પેશ્યલ ટ્રેનના સંચાલન અંગે જાહેરાત ન કરાતાં પ્રવાસીઓ મૂંઝવણમાં મુકાયા છે.

દિવાળી નજીક છતાં સ્પેશ્યલ ટ્રેનના સંચાલન અંગે કોઈ સ્પષ્ટતા નહીં
દિવાળી વેકેશન માટે રેલવે વિભાગ દર વર્ષે પ્રવાસીઓના ધસારાને જોઈને વિશેષ ટ્રેનનું સંચાલન કરતું હોય છે. જેમાં તહેવારોના સમય દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસ કરતા હોય છે. જેમાંથી રેલવે વિભાગને મોટી આવક પણ થતી હોય છે. જોકે આ વર્ષે તહેવાર માટે સ્પેશ્યલ ટ્રેનના સંચાલન અંગે કોઈ સ્પષ્ટતા નથી થઈ. જેના કારણે પ્રવાસીઓ અટવાયા છે. આ દિવસો દરમિયાન દિલ્હી, મુંબઈ, જમ્મુ, બનારસ, કોલકાતા, ગુવાહાટી, બેંગ્લોર, ચેન્નઈ તરફના પ્રવાસીઓનો ધસારો જોવા મળતો હોય છે.

ટ્રેનોમાં 300થી વધુનું લાંબું વેઇટિંગ
ટ્રેનોમાં 300થી વધુનું લાંબું વેઇટિંગ

અગાઉ તહેવારોમાં રિઝર્વેશન શરૂ થતા જ સ્પેશ્યલ ટ્રેનોમાં બુકિંગ ફૂલ થઈ જતું
નવભારત ટુર્સના સંચાલક રોહિત ઠક્કરનું કહેવું છે કે, પાછલાં વર્ષોના અનુભવને આધારે સ્પેશ્યલ ટ્રેનો માટે રિઝર્વેશન શરૂ થતાની સાથે જ ગણતરીના દિવસોમાં બુકિંગ થઇ જતું હોય છે. મોટા રૂટ પર હાલ ફ્લાઈટના ભાવ પણ વધુ જોવા મળી રહ્યા છે, તેવામાં એક માત્ર રેલવે સામાન્ય જનતા માટે પરવડે એવું માધ્યમ છે. એક તરફ ફ્લાઈટમાં 100% કેપિસીટી સાથે ઉડાનનું સંચાલન કરવાની પરવાનગી આપી દેવામાં આવી છે. તો ટ્રેનમાં હજુ સુધી મર્યાદાઓ કેમ રાખવામાં આવી છે? હાલ કેટલીક ટ્રેનો બંધ છે. જેના કોચ પણ જે છે તે જ અવસ્થામાં જોવા મળી રહ્યા છે. જો તે કોચનો ઉપયોગ કરવામાં આવે તો રેલવેને ફાયદો થઈ શકે છે.

હાલ ટ્રેનોમાં 300થી વધુનું વેઇટિંગ
​​​​​​​
અખિલ ભારતીય રેલ ઉપભોક્તા સંઘના અધ્યક્ષ યોગેશ મિશ્રાનું કહેવું છે કે, દિવાળીની સાથે બિહારમાં છઠ પૂજાના તહેવાર માટે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુસાફરી કરતા હોય છે. જો ટ્રેન માટે પણ વહેલી તકે જાહેરાત થાય તો પ્રવાસીઓ માટે મોટી રાહત મળી શકે છે. હાલની ટ્રેનોમાં 300થી વધુનું વેઇટિંગ ચાલી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...