ભાસ્કર ઇમ્પેક્ટ:પ્રવેશોત્સવ પહેલા પ્રવાસી શિક્ષકોની મંજૂરી અપાઈ, રાજ્યમાં 16 હજાર કરતાં વધુ જગ્યા ખાલી

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 23થી 25 જૂન દરમિયાન પ્રવેશોત્સવની ઉજવણીમાં અધિકારીઓ હાજર રહેશે

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા નવા શૈક્ષણિક વર્ષ માટે પ્રવાસી શિક્ષકોની મંજૂરી અપાઇ છે. શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે, વિદ્યાર્થીઓના અભ્યાસના વ્યાપક હિતમાં રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ માટે સરકારી અને અનુદાનિત શાળાઓમાં મંજુર શિક્ષકોની ખાલી જગ્યાઓ નિયમિત શિક્ષકોથી ન ભરાય ત્યાં સુધી તાસ દીઠ માનદ વેતન પ્રમાણે શૈક્ષણિક વર્ષ પૂરું ન થાય ત્યાં સુધી નિયુક્તિ લંબાવાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ધો.1થી 12માં 16 હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. ઉનાળુ વેકેશન બાદ શરૂ થતા નવા શૈક્ષણિક સત્રમાં તાત્કાલિક પ્રવાસી શિક્ષકોની ફાળવણી કરવા માટેની રજૂઆત સ્કૂલ સંચાલકો દ્વારા કરાઇ હતી, પરંતુ શિક્ષણ વિભાગે પ્રવાસી શિક્ષકો અંગે કોઇ સ્પષ્ટતા કરી ન હતી. ભાસ્કરના અહેવાલ બાદ આજે 22 જુલાઇએ શિક્ષણ વિભાગે પ્રવાસી શિક્ષકો અંગે સ્પષ્ટતા કરી છે.

23થી 25 જૂન દરમિયાન પ્રાથમિક સ્કૂલોમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ પ્રાથમિક શાળામાં 10 હજાર અને 9 થી 12માં 6 હજાર શિક્ષકોની ઘટ હોવાનો અહેવાલ 22 જૂનના રોજ ભાસ્કરમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેના બીજા જ દિવસે શિક્ષણ વિભાગ દ્વારા આ ખાલી જગ્યાઓ માટે તત્કાલિક નિર્ણણ કર્યો અને ખાલી જગ્યા ન ભરાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોની મુદત લંબાવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...