રાજ્યમાં કુલ રસીકરણ 3.96 કરોડ થયું છે. 3.02 કરોડ લોકોએ પહેલો ડોઝ લીધો છે જ્યારે 96 લાખ લોકોને બીજો ડોઝ અપાઇ ગયો છે. 18 વર્ષથી ઉપરના અંદાજે 4.93 કરોડ લોકોમાંથી 79%નું રસીકરણ અત્યાર સુધી થયું છે. જેમાં 60%ને પહેલો ડોઝ, 20%ને બન્ને ડોઝ અપાયા છે. બીજી તરફ રાજ્યના 13 જિલ્લામાં એક્ટિવ કેસ શૂન્ય થયા છે જ્યારે 14 જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 5થી નીચે છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જિલ્લાઓમાં જ એક્ટિવ કેસની સંખ્યા ડબલ ડિઝિટમાં છે.
શનિવારે રાજ્યમાં 6.18 લાખ રસીકરણ કરવામાં આવ્યું હતું. ગત 16મી જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણ અભિયાનમાં 7થી 13 ઑગસ્ટના અઠવાડિયામાં સૌથી વધુ 35.39 લાખ રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં 26.68 લાખને પહેલો ડોઝ અને 8.71 લાખને બન્ને ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 2.16 કરોડ પુરૂષો જ્યારે 1.80 કરો મહિલાઓનું રસીકરણ કરાયું છે. રાજ્યની અંદાજિત કુલ વસતી 6.79 કરોડ અનુસાર, 58% લોકોનું રસીકરણ થયું છે જેમાં 44%ને પહેલો ડોઝ જ્યારે 14%ને બન્ને ડોઝ અપાયા છે. પ્રોજેક્શન રિપોર્ટ મુજબ, રાજ્યમાં 18થી 45 વર્ષની વયના અંદાજે 3.09 કરોડ લોકો જ્યારે 45 વર્ષની ઉપરના અંદાજે 1.83 કરોડ લોકો છે.
12 ઑૅગસ્ટે 6.57 લાખ રસીકરણનો રેકોર્ડ
સમયગાળો | કુલ | પહેલો ડોઝ | બીજો ડોઝ |
7-13 ઑગસ્ટ | 3539954 | 2668519 | 871435 |
31 જુલાઇ-6 ઑગસ્ટ | 2455440 | 1659522 | 795918 |
19-25 જૂન | 2631328 | 2149823 | 481505 |
3-9 એપ્રિલ | 2157217 | 1896021 | 261196 |
18થી 45 વયના 48%ને પહેલો, 3.2%ને જ બન્ને ડોઝ
કેટેગરી | વસતી | પહેલો ડોઝ | ટકા | બીજો ડોઝ | ટકા |
18-45 વર્ષ | 3.09 કરોડ | 1.47 કરોડ | 48% | 10 લાખ | 3.20% |
45થી ઉપર | 1.83 કરોડ | 1.35 કરોડ | 74% | 70 લાખ | 38% |
કુલ | 4.93 કરોડ | 3.02 કરોડ | 60% | 96 લાખ | 20% |
નવા 25 કેસ, 7 દર્દીઓ વેન્ટિલેટર પર
રાજ્યમાં શનિવારે કોરોનાના નવા 25 કેસ નોંધાયા હતા. 18 દર્દીઓ સાજા થયા હતા. રીકવરી રેટ 98.76 ટકા થયો છે. એક્ટિવ દર્દીઓની સંખ્યા 185 છે.
સંક્રમણ વધે તો પણ રસીને કારણે મૃત્યુ નહીં થાય
જો સંક્રમણ વધશે તો પણ રસી મોટા પ્રમાણમાં લીધેલી હશે તો તેની અસર ઓછી જોવા મળશે. દર્દીના મૃત્યુનું જોખમ પણ ઘટી જાય છે. આવો અનુભવ બ્રિટનના થયેલો જોવા મળે છે. ત્યાં રસી આપ્યા છતાં દર્દી વધ્યાં પણ મોતમાં ઘણો ઘટાડો થયો હતો. લગભગ 1000 દર્દીએ માત્ર 1 વ્યક્તિનું મોત નોંધાયું હતું. રસીકરણને કારણે જ આમ થવા પામ્યું છે. આથી મહત્તમ રીતે રસી અપાવવી જોઈએ. - પ્રો. જુગલકિશોર, વાઈરોલોજિસ્ટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.