તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:શટડાઉન કરી અમદાવાદ શહેર આખું બંધ કરાવ્યું છતાં કેસ ઘટ્યા માત્ર 2.3%

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાં તૈનાત સુરક્ષા જવાન. - Divya Bhaskar
અમદાવાદમાં તૈનાત સુરક્ષા જવાન.
  • શટડાઉન અગાઉના 7 દિવસમાં 1965 કેસ હતા, પછીના 7 દિવસમાં 1919 કેસ

મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા પોઝિટિવ વ્યકિતના સંપર્કમાં આવ્યા બાદ સેલ્ફ ક્વોરન્ટીન થયા હતા. જેથી તેમનો કાર્યભાર મુકેશકુમાર અને સુપરવાઈઝિંગ ઓથોરિટી તરીકે અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ ગુપ્તાની સરકારે નિયુકિત કરી હતી. 7 મે એ ચાર્જ સંભાળ્યા બાદ તેમનો પહેલો નિર્ણય જીવનજરૂરી ચીજવસ્તુની દુકાનો 15 મે સુધી બંધ રાખવાનો હતો. આ નિર્ણય કરવા પાછળ એવું કારણ બતાવાયું હતું કે, સુપર સ્પ્રેડર્સના કારણે શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થાય છે અને સંક્રમણ ફેલાઈ રહ્યું છે.
શટડાઉનમાં એક પણ વાર કેસની સંખ્યા 250થી નીચે ગઈ નથી
આ નિર્ણયના કારણે 6 મે ના રોજ શહેરમાં લોકો ખરીદી માટે રસ્તાઓ પર ઊમટી પડતા અફરાતફરી ફેલાઈ હતી. જો કે, દુકાનો બંધ કરી પરંતુ પોઝિટિવ  કેસની સંખ્યામાં જે ઘટાડો થવો જોઈએ તે આ નિર્ણય પછીના એક પણ દિવસે થયો નથી. 7 મેથી 13 મે સુધીમાં કુલ 1919 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે લૉકડાઉન પહેલાના 7 દિવસમાં 1965 કેસ નોંધાયા હતા. આમ શટડાઉનને લીધે કેસમાં માત્ર 2.3 ટકાનો જ ઘટાડો થયો છે. આ દિવસોમાં એક પણ વાર કેસની સંખ્યા 250થી નીચે ગઈ નથી. જયારે જીવનજજરૂરી ચીજવસ્તુની દુકાનો ચાલુ હતી અને શાકભાજીના ફેરિયાઓ પોતાનો ધંધો કરતા હતા ત્યારે પણ કેસની સંખ્યા લગભગ 250ની જ હતી. માત્ર એક દિવસ કેસની સંખ્યા 300 ને પાર પહોંચી હતી. 7 તારીખે સંપૂર્ણ શટડાઉન કરી દીધું તે પછી આજ દિન સુધી 353 સુપર સ્પ્રેડર્સ પોઝિટિવ મળી આવ્યા છે. જયારે તે અગાઉ 294 સુપર સ્પ્રેડર્સ પોઝિટિવ નોંધાયા હતા. કુલ અત્યારસુધી 647 સુપર સ્પ્રેડર્સના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો