AMCની સિલિંગ કાર્યવાહી:અમદાવાદમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં 10 પ્રોપર્ટી અને પશ્ચિમ ઝોનમાં 8 પ્રોપર્ટી સીલ કરાઈ, ટેક્સ ન ભરતાં કાર્યવાહી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તર પશ્ચિમ ઝોનમાં 10 મિલકતોને સીલ કરવામાં આવી - Divya Bhaskar
ઉત્તર પશ્ચિમ ઝોનમાં 10 મિલકતોને સીલ કરવામાં આવી
  • દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સેટેલાઇટ, જોધપુર, એસજી હાઇવે, વેજલપુર, મકતમપુરામાં 22 દિવસમાં કુલ 378 મિલકતો સીલ કરી
  • AMC પ્રોપર્ટી ટેક્સ ન ભરનાર ડિફોલ્ટરની મિલકતોના પાણી-ડ્રેનેજ કનેક્શન કાપશે
  • મિલકતોને જપ્ત કરી ટાંચમાં લઈન હરાજી તથા વેચાણ જેવી કાયદાકીય કાર્યવાહી પણ કરાશે

મિલકતવેરો ન ભરનારા સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) કડક વલણ અપનાવ્યું છે. AMCએ ઉત્તર પશ્ચિમ ઝોનમાં ચાંદલોડિયામાં 5 મિલકતો અને ઘાટલોડિયામાં પણ 5 મિલકતો સીલ કરી કરી હતી. કુલ મળીને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 10 મિલકતોને સીલ કરવામાં આવી છે. તો પશ્ચિમ ઝોનના જુના વાડજ, એલિસબ્રિજ વોર્ડમાં 8 મિલકતોને સીલ કરી હતી.

ક્યાં સિલિંગ કાર્યવાહી થઈ?
આજે બુધવારે (27 જાન્યુઆરીએ) ઉત્તર પશ્ચિમ ઝોનના ટેક્સ વિભાગે ચાંદલોડિયામાં પુષ્પરાજ ફ્લેટ, સિધ્ધિવિનાયક સોસાયટી, મૃદુલ પાર્કની કુલ 5 મિલકતો અને ઘાટલોડિયામાં વાલ્કેશ્વર ફ્લેટ, મંજુશ્રી સોસાયટી, ખોડિયારનગર, ભૂમિનગર અને લક્ષ્મણ ગઢની 5 મળીને કુલ 10 મિલકતોને સીલ કરી હતી .જ્યારે પશ્ચિમ ઝોનના ટેક્સ વિભાગે જુના વાડજ, એલિસબ્રિજ વોર્ડમાં 8 મિલકતોને સીલ કરી હતી. જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 4 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી સેટેલાઇટ, જોધપુર, એસજી હાઇવે, વેજલપુર, મકતમપુરા વગેરે વિસ્તારમાં, પ્રોપર્ટી ટેક્સ ન ભરતા 22 દિવસમાં કુલ 378 મિલકતો ટેક્સ વિભાગે સીલ કરી કડક કાર્યવાહી કરી છે.

AMCના ઉત્તર પશ્ચિમ ઝોનના ટેક્સ વિભાગ દ્વારા સિલિંગ ઝૂંબેશ હાથ ધરાઈ
AMCના ઉત્તર પશ્ચિમ ઝોનના ટેક્સ વિભાગ દ્વારા સિલિંગ ઝૂંબેશ હાથ ધરાઈ

પ્રોપર્ટી ટેક્સ માટે રાહત અને પ્રોત્સાહન છતાં ડિફોલ્ટર્સ વેરો નથી ભરતાં
AMC અને રાજ્ય સરકાર દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં 10 ટકા એડવાન્સ રિબેટની. બંધ મિલકતોને ટેક્સ રાહત સાથે આત્મનિર્ભર ડિસ્કાઉન્ટ અને જૂના-નવા ટેક્સમાં વ્યાજ માફીની સ્કિમ સહિત રાહત અને પ્રોત્સાહનો આપે છે. આમછતાં મિલ્કતવરેો ન ભરનારા ડિફોલ્ટર્સ સામે AMCએ સિલિંગની કાર્યવાહી કરવી પડી હતી. AMCના ઉત્તર પશ્ચિમ ઝોનના ટેક્સ વિભાગ દ્વારા સિલિંગ ઝૂંબેશ હાથ ધરાઈ હતી.

મિલકતવેરો ન ભરનારા ડિફોલ્ટર્સ સામે AMCએ સિલિંગની કાર્યવાહી કરવી પડી
મિલકતવેરો ન ભરનારા ડિફોલ્ટર્સ સામે AMCએ સિલિંગની કાર્યવાહી કરવી પડી

મિલકત વેચવા સુધીની કાર્યવાહીની ચીમકી
AMCએ અખબારી યાદીના માધ્યમથી ચેતવણી આપી હતી કે, મ્યુનિસિપલ ટેક્સ નોટિસ કે ચેતવણીઓ પ્રત્યે બિનગંભીર ડિફોલ્ટર્સ સામે જરૂર પડ્યે નિયમ મજુબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આવી મિલકતોના પાણી-ડ્રેનેજ કનેક્શન કાપવામાં આવશે. મિલકતોને જપ્ત કરી ટાંચમાં લઈને હરાજી તથા વેચાણ જેવી કાયદાકીય કાર્યવાહી પણ કરાશે. જેથી આવા ડિફોલ્ટર્સએ તાત્કાલિક મિલકત વેરો ભરવો. ઉપરાતં આગામી દિવસોમાં પણ મિલકતવેરાની વસૂલાત તથા સિલિંગની કામગીરીને વધુ સઘન ઝૂંબેશરૂપે હાથ ધરાશે.