નરોડામાં સાસુ-સસરાના માનસિક ત્રાસ અને પત્નીના આડા સંબંધથી કંટાળી પતિએ આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. પતિએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા પહેલાં ચિઠ્ઠી લખી હતી, જેમાં તેણે આત્મહત્યા માટે પત્નીના અન્ય પુરુષ સાથેના સંબંધ અને સાસુ-સસરાનો માનસિક ત્રાસ જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે.
નાના ચિલોડામાં રહેતા દશરથસિંહ પરમારે પુત્રવધૂ કાજલ રાવત, વેવાઈ રસિક રાવત, વેવાણ ચંદ્રિકા રાવત, પુત્ર જયદીપસિંહના સાળા અખિલેશ સામે પુત્રની આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાની ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે, પુત્ર જયદીપસિંહ અને પુત્રવધૂ કાજલ વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે કાજલે તેના ભાઈ અખિલેશને બોલાવ્યો હતો. એ વખતે અખિલેશે કાજલ અને તેમના પૌત્રને સાથે લઈ જતાં કહ્યું હતું કે, ‘અમે જઈએ છીએ અને તું મરી જઈશ તો પણ પાછાં નહિ આવીએ.’ કાજલે પણ આમ કહ્યું હતું. ત્યાર બાદ બીજા દિવસે જયદીપસિંહ બેડરૂમમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. કાજલના પિતા અમદાવાદમાં એએસઆઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.