તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એગ્રીમેન્ટ:ભારતમાં કોવિડ-19ને ધ્યાને રાખીને બેરીસીટીનીબ (Baricitinib)માટે Lilly સાથે ટોરેન્ટ ફાર્મા દ્વારા કરાયેલ વોલન્ટરી લાયસન્સ એગ્રીમેન્ટ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટોરેન્ટ ફામાક દ્વારા આજે જાહેર વાત કરવામાં આવી હતી કે કંપની દ્વારા ELI Lilly એન્ડ કંપની સાથે રોયલ્ટી ફ્રી, નોન એક્સક્લૂઝિવ, વોલન્ટરી લાયસન્સીંગ એગ્રીમેન્ટ કયો છે, આ સાથે કંપનીએ ભારતમાં કોવિડ-19 ના સમયે બેરીસીટીનીબ માટેની અગ્રણી ભારતીય કંપનીઓના સમૂહમાં શામેલ થઈ છે. આ એગ્રીમેન્ટ અંતર્ગત , લીલી દ્વારા ટોરેન્ટનેલીલીના અન્ય લાયસન્સ પાટકનસકસાથેભારતમાં બેરીસીટીનીબના ઉત્પાદન અનેવવતરણ માટે લાયસન્સ પૂરું પાડવામાં આવ્યું છે.

આ એગ્રીમેન્ટ ભારતમાં કોવિડ દર્દીઓ સુધી મદદના વિસ્તાર અને વ્યાપને વધારવામાં સહાયભૂત થશે. વધમાં મહામારીના સમયમાં અસરગ્રસ્ત દદીઓને મદદ કરવાના ટોરેન્ટના પ્રયાસોનેપણ આથી બળ મળશે. બેરીસીટીનીબને સટ્રેંલ ડ્રગ સ્ટાન્ડડક કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન, (CDSCO) ભારત દ્વારા, શંકાસ્પદ અથવા લબોરેટરી દ્વારા કન્ફર્મ હોસ્પિટલાઇઝ્ડ થયેલા વયસ્ક દદીઓ કે જેમને ઑક્સીજન પુરવઠાની, અતિ મિકેનિકલ વેન્ટિલેશન અથવા એક્સ્ટ્રાકોર્પોરીઅલ મેંબ્રેન ઑક્સીજનની આવશ્યકતા છે, તેમની સારવારમાં રીસ્ટ્રીક્ટેડ ઈમરજન્સી વપરાશ માટે રેમડેસીવીરની સાથે કોમ્બીનેશનમાં આપવા માટેની મંજૂરી આપવામાં આવેલ છે.

એગ્રીમેન્ટ પર કમેન્ટ કરતા ટોરેન્ટના ચીફ માર્કેટિંગ ઓફીસર અમન મહેતાએ જણાવ્યુ હતું કે, “માર્કેટમાં આ સારવાર ઉપલબ્ધ કરાવવા માટે અમે લીલી સાથે ઘનિષ્ઠતાપૂર્વક કામ કરવા અને સહભાગી બનવા બદલ અમે આનંદ અનભુવીએ છીએ. આ ભાગીદારી વધમાં અમારી દેશને આ મહામારી સામે લડવા માટે મદદ કરવાના પ્રયાસોને અને દર્દીઓને ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડવાના ધ્યયેને મજબૂતી પૂરી પાડશે. ટોરેન્ટ ગ્રુપ આ સંકટના સમયમાં રાષ્ટ્રને સહાય કરવા માટે પ્રવૃતિબદ્ધ છે.

ટોરેન્ટ ફાર્માસ્યૂટિકલ વિશે ટોરેન્ટ ફામાકસ્યૂટિકલ ટોરેન્ટ ગ્રુપની રૂ. 21500 કરોડની ફ્લેગશીપ કંપની છે કે જે લગભગ રૂ. 7900 કરોડ કરતાં વધનો રેવન્યૂ ધરાવે છે. તે ભારતીય ફાર્માસ્યૂટિકલમાં 8મો ક્રમાંક ધરાવે છે કાર્ડિયો વાસ્યક્યુલર(CV)ના થેરાપ્યુટિક સેગમેન્ટ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ (CNS)અને વિટામીન મિનરલ ન્યૂટ્રિશિયન (VMN)માં ટોચના 5માં સ્થાન ધરાવે છે.

આ એક સ્પેશિયાલિટી પર કેન્દ્રિત કંપની છે. જેનો ભારતમાં 76% રેવન્યૂ ક્રોનિક અને સબ ક્રોનિક થેરાપીસમાંથી આવે છે. તે 40 દેશોમાં પોતાની હાજરી ધરાવે છે અને બ્રાઝિલ, જર્મની, ફીલિપાઈન્સમાં રહેલ ભારતીય ફામાકસ્યૂટિકલ કંપનીઓમાં નંબર 1નું સ્થાન ધરાવે છે. ટોરેન્ટ 8 મેન્યૂફેક્ચરિંગ ફેસિલિટી ધરાવે છે. (7 ભારતમાં અને 1 USમાં), જેમાંથી 5 USFDA દ્વારા માન્યતા પ્રાપ્ત છે. ઘરેલું અને આંતરરાષ્ટ્રીય બજારમાં કંપની ગ્રોથ માટે રિસર્ચ અને ડેવલપમેન્ટને કરોડરજ્જુ સમાન ગણે છે અને આથી જ નોંધપાત્ર રીતે રીસર્ચ અને ડેવલપમેન્ટ વધારવા માટે સ્ટેટ ઓફ ધ આર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર માટે રોકાણ કરાયું છે. તેમજ 700+ વૈજ્ઞાનિકો કંપનીમાં કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...