અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ:દાણીલીમડામાં ટોરેન્ટે પાવરે ચોરી પકડી, 2 શખસે 28 જગ્યા ભાડે આપીને વીજ ચોરી કરતા

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં ટોરેન્ટ પાવરના અધિકારીઓ અને પોલીસે દરોડા પાડતાં 2 શખસને ત્યાં વીજ ચોરી ઝડપાઈ હતી. પ્રાથમિક તપાસમાં બન્ને આરોપીઓ સામે અગાઉ પણ આજ પ્રકારની ફરિયાદ નોંધાઇ છે. જ્યારે તેઓ 28 જેટલી જગ્યા ભાડે આપી લાખોની વીજ ચોરી કરતા હતા. જ્યારે અમદાવાદના સરખેજમાં સોશિયલ મીડિયા થકી હથિયાર વેચતા 3 શખસ ઝડપાયા છે.

મકાન ઉપરાંત 28 કોમર્શિયલ જગ્યામાં ભાડે આપી વીજ ચોરી
શહેરના શાહપુર વિસ્તારમાં બ્રિજેશકુમાર બલહારસિંહ ઠાકુર શાહપુર ઝોનલ ઓફિસ ખાતે એક્ઝિક્યુટીવ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેમનું કામ અમદાવાદ વિસ્તારમાં બિન અધિકૃત વીજ જોડાણ કરતા લોકોની તપાસ કરી તેમની સામે પગલાં લેવાનું છે. 1 ઓગષ્ટના રોજ બ્રિજેશકુમાર જુનિયર એક્ઝિક્યુટીવ નિમેશ ગુપ્તા સહિતની ટીમ અને પોલીસ વિભાગના વ્યક્તિઓ સાથે દાણીલીમડા વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં તોએ છીપા સોસાયટીમાં ભારત ટ્રેડર્સ ખાતે ઇમરાન હાજી મોહંમદ શેખ અને હારૂન મોહંમદ શેખના મકાન તથા કોમર્શિયલ માટે લાગેલા મીટરની તપાસ કરતા હતા. જેમાં વીજ જોડાણ ગેરકાયદે રીતે કરી વીજ ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું. જેમાં મકાન તથા 28 બીજા કોમર્શિયલ સહિતની જગ્યાએ ભાડે આપી લાખો રૂપિયાની વીજ ચોરી કરી હોવાનું પણ જાણવા મળ્યું હતું. જેથી ટોરેન્ટના કર્મચારીઓએ તે જોડાણ કાઢી નાંખ્યું હતું. જે કેબલ ગેરકાયદે રીતે હતા. તે ટોરેન્ટ કર્મચારીઓ દ્વારા કબ્જે કરવામાં આવ્યા હતા. ટોરેન્ટના કર્મચારીઓએ તપાસ કરી તો તેમના સામે અગાઉ પણ આજ પ્રકારની ફરિયાદ થયેલી હતી. આ મામલે બ્રિજેશકુમારે ઇમરાન અને હારૂન સામે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટની જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.

સોશિયલ મીડિયા થકી હથિયારો વેચતા 3 શખસ ઝડપાયા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સોશિયલ મીડિયામાં હથિયાર વેચતા 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 3 પિસ્ટલ અને 16 જીવતા કારતૂસ કબ્જે કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓ સોશિયલ મીડિયાના મારફતે ગ્રાહકો શોધી હથિયાર વેચવા માટે આવેલા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓમાં લતીફ સમા, નાસીર ખફી, અને ઈરફાન શેખની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ મધ્યપ્રદેશથી હથિયારો લાવ્યા હોવાનું સામે આવ્યું છે. તમામ આરોપીઓ મૂળ જામનગરના હોવાનું પણ ખૂલ્યું છે. ત્રણેય આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે, મધ્યપ્રદેશથી પિસ્ટલ લાવીને સોશિયલ મીડિયામાં ગ્રાહકનો સંપર્ક કરી અમદાવાદના સરખેજ વિસ્તારમાં વેચવા આવ્યા હતા. આરોપીઓ 15 હજાર રૂપિયામાં એક હથિયાર લાવ્યા હતા અને 35 હજાર રૂપિયામાં વેચતા હતા. હાલ તો આ મામલે ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે.

તોલમાપમાં સ્ટેમ્પિંગ કરવા 600 રૂપિયાની લાંચ લેતાં જુનિયર ઇન્સ્પેકટર ઝડપાયો
સરકારી કચેરીમાં કોઈ પણ કામ માટે નાની મોટી લાંચ આપવી જ પડે છે ત્યારે અમદાવાદની તોલમાપ વિભાગની કચેરીમાં વજન કાંટાને તપાસી સરકારી સ્ટેમ્પિંગ કરવા ગયેલા એક વ્યક્તિ પાસે તોલમાપ વિભાગના અધિકારી 600 રૂપિયા લાંચ લેતા ACBએ ઝડપી લીધો છે. મળતી વિગત મુજબ ફરીયાદી ઇલેક્ટ્રોનિક વજન કાંટા રિપેરિંગ, સર્વિસિંગ તથા ગર્વમેન્ટ સ્ટેમ્પિંગનું કામ વેપારી વતી કરતા હોય, ઇલેકટ્રોનિક વજન કાંટામાં ગર્વમેન્ટ સ્ટેમ્પિંગમાં સરકારના ધારાધોરણ મુજબ સ્થળ પર સ્ટેમ્પિંગ માટે એક વજનકાંટાના રૂ. 150 તથા રૂ. 100 હેંડલીંગ ચાર્જ સરકાર દ્વારા વસુલ કરવામાં આવે છે. જે નાણાં ચલણ દ્વારા ભરવામાં આવે છે, જેનું પૈસા ભર્યાનું ચલણ તથા વાઉચર આપવામાં આવતા તોલમાપના વોર્ડ ઇન્સ્પેક્ટર વજનકાંટો ચેક કરી ગર્વમેન્ટ સ્ટેમ્પિંગ કરી પ્રમાણપત્ર આપે છે. જેમાં આ કામના ફરીયાદી ચાર ઇલેક્ટ્રોનિક વજનકાંટા ગર્વમેન્ટ સ્ટેમ્પિંગ કરવા માટે 600 રૂપિયા સરકારી ફી તથા 100 રૂપિયા હેન્ડલિંગ ફી કુલ 700 રૂપિયા ભરી ચલણ મેળવી તોલમાપ કચેરીના સારંગપુર ઓફિસના ધવલ પ્રજાપતિને મોબાઇલ ફોન ઉપર વાત કરતા આરોપીએ વ્યવહાર લેતા આવજો તેવુ કીધું હતું. પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ના હોય જેથી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા લાંચનું છટકું ગોઠવતાં આરોપી લાંચ પેટે એક વજન કાંટાના 1500 રૂપિયા લેખે કુલ ચાર વજનકાંટાના 600 રૂપિયા લાંચની રકમ લેતા ACB એ ઝડપી પાડ્યા હતા.

તોલમાપમાં સ્ટેમ્પીગ કરવા 600 રૂપિયાની લાંચ લેતા જુનિયર ઇન્સ્પેકટર ઝડપાયો.સરકારી કચેરીમાં કોઈ પણ કામ માટે નાની મોટી લાંચ આપવી જ પડે છે ત્યારે અમદાવાદની તોલમાપ વિભાગની કચેરીમાં વજન કાંટાને તપાસી સરકારી સ્ટેમ્પીગ કરવા ગયેલા એક વ્યક્તિ પાસે તોલમાપ વિભાગના અધિકારી 600 રૂપિયા લાંચ લેતા ACB એ ઝડપી લીધા છે.મળતી વિગત મુજબ ફરીયાદી ઇલેકટ્રોનિક વજન કાંટા રીપેરીંગ, સર્વિસીંગ તથા ગર્વમેન્ટ સ્ટેમ્પીંગનું કામ વેપારી વતી કરતા હોય, ઇલેકટ્રોનિક વજન કાંટામાં ગર્વમેન્ટ સ્ટેમ્પીંગમાં સરકારના ધારાધોરણ મુજબ સ્થળ પર સ્ટેમ્પીંગ માટે એક વજનકાંટાના રૂ. ૧૫૦/- તથા રૂ. ૧૦૦/- હેંડલીંગ ચાર્જ સરકાર દ્વારા વસુલ કરવામાં આવે છે. જે નાણાં ચલણ દ્વારા ભરવામાં આવે છે જેનું પૈસા ભર્યાનું ચલણ તથા વાઉચર આપવામાં આવતા તોલમાપના વોર્ડ ઇન્સપેક્ટર વજનકાંટો ચેક કરી ગર્વમેન્ટ સ્ટેમ્પીંગ કરી પ્રમાણપત્ર આપે છે. જેમાં આ કામના ફરીયાદી ચાર ઇલેક્ટ્રોનિક વજનકાંટા ગર્વમેન્ટ સ્ટેમ્પીંગ કરવા માટે 600 રૂપિયા સરકારી ફી તથા 100 રૂપિયા હેન્ડલીંગ ફી કુલ 700 રૂપિયા ભરી ચલણ મેળવી તોલમાપ કચેરીના સારંગપુર ઓફિસના ધવલ પ્રજાપતિને મોબાઇલ ફોન ઉપર વાત કરતા આરોપીએ વ્યવહાર લેતા આવજો તેવુ કીધું હતું પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ના હોય જેથી એસીબી નો સંપર્ક કરી ફરીયાદ આપતા લાંચનુ છટકું ગોઠવતા આરોપી લાંચ પેટે એક વજન કાંટાના 1500 રૂપિયા લેખે કુલ ચાર વજનકાંટાના 600 રૂપિયા લાંચની રકમ લેતા ACB એ ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...