અમદાવાદ:ટોરન્ટે 21 CNG સ્ટેશન કોવિડ-19માં સ્થાપ્યા

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટોરન્ટ જૂથની ટોરન્ટ ગેસે 56ના ટાર્ગેટમાંથી 21 સીએનજી સ્ટેશન્સ કોવિડ-19ની વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ સ્થાપી દીધા છે. તે પૈકી 10 ઉત્તર પ્રદેશમાં, 4 પંજાબમાં, 3 ગુજરાતમાં અને તેલંગણા તથા રાજસ્થાનમાં 1-1 સ્ટેશનની સ્થાપના કરી છે. પ્રધાને આ પ્રસંગે જણાવ્યું કે, આજે દેશની કુલ વસ્તીના 72 ટકા લોકો અને દેશનો 52 ટકા ભૌગોલિક વિસ્તાર સીજીડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે. ટોરન્ટ ગેસના ડિરેક્ટર જીનલ મહેતાએ જણાવ્યું કે, 21 સીએનજી સ્ટેશનની સ્થાપના સાથે અમે ટૂંકસમયમાં જ 58 સીએનજી સ્ટેશન્સ સ્થાપી ચૂક્યા છીએ. 

અન્ય સમાચારો પણ છે...