તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટોપ રેન્કર્સ:CAમાં અમદાવાદ શહેરના ટોપરે પરીક્ષાને લીધે બહેનનાં લગ્નમાં જ હાજરી ન આપી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર: કૃતાંજ દરજી. - Divya Bhaskar
તસવીર: કૃતાંજ દરજી.
  • કૃતાંજ દરજી ઓલ ઈન્ડિયા લેવલે 26મા, અમદાવાદમાં પહેલા ક્રમે
  • પરિવારે લગ્નમાં 10 મિનિટ હાજરી આપવાનું કહ્યું તો પણ નહોતો ગયો

સીએ ફાઈનલમાં શહેરના ચાર વિદ્યાર્થીએ ટોપ 50માં સ્થાન મેળવ્યું છે. આ ચાર વિદ્યાર્થઓમાં કૃતાંજ દરજી શહેરમાં પ્રથમ સ્થાને રહ્યો હતો. રસપ્રદ વાત તો એ છે કે જે દિવસે પરીક્ષા હતી અે જ દિવસે તેની બહેનનાં લગ્ન હતાં, પણ તેણે સીએની પરીક્ષાને પ્રાધાન્ય આપી અમદાવાદમાં ટોપ અને ઓલ ઈન્ડિયા લેવલે 26મો રેન્ક મેળવ્યો છે.

ઘાટલોડિયાની નાલંદા સ્કૂલમાંથી શિક્ષણ મેળવનાર અને આર જે તિબ્રેવાલ કોલેજમાં ભણતો કૃતાંજ દરજીએ જણાવ્યું કે, કોરોનાને લીધે મે-જૂનમાં થનારી સીએની એક્ઝામ નવેમ્બરમાં રખાઈ હતી. પરિવારજનોએ લગ્નના દિવસે 10 મિનિટ માટે પણ ઉપસ્થિતિ રહેવાનો આગ્રહ કર્યો હતો જેને લઈને હું મૂંઝવણમાં મૂકાઈ ગયો હતો. જોકે હું મારી સીએની કારકિર્દી માટે તેમજ પરીક્ષા સારી રીતે ઉત્તિર્ણ કરવા માટે ગંભીર હોવાથી મેં પરીક્ષા આપવાની તૈયારી દર્શાવી, જેના કારણે માતા-પિતા, બહેનો પણ થોડીક વિચલિત થઈ હતી. જોકે હવે અમદાવાદમાં ટોપ રેન્કર્સ બન્યો હોવાથી તેઓ હવે ખૂબ જ ખુશ છે.

કૃતાંજના પિતા અરવિંદ ભાઈ અને માતા પદ્મા બહેને જણાવ્યું કે, કૃતાંજે લગ્નમાં ભાગ ના લીધો તેને લઈને થોડિક નિરાશા થઈ હતી પણ આજે તેણે સીએ ફાઈનલની એક્ઝામમાં સફળતા મેળવી તેના કારણે ખુશીનો પાર નથી રહ્યો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો