તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Top Educational Institutions Saw 40% Lower Placements Compared To Last Year, With An Entry Level Salary Package Declining By 20 To 40 Percent.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:ગત વર્ષની સરખામણીમાં ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં 40% ઓછું પ્લેસમેન્ટ નોંધાયું, એન્ટ્રી લેવલ પગાર પેકેજમાં 20થી 40 ટકાનો ઘટાડો જોવા મળ્યો

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

આ વર્ષે કોરોના મહામારીના કારણે વિદ્યાર્થીઓ ઓનલાઇન ડિસ્ટન્સ એજ્યુકેશન લઈ રહ્યાં છે. તેમજ ફેસ ટુ ફેસ ઈન્ટરવ્યૂની જગ્યાએ વર્ચ્યુઅલ પ્લેસમેન્ટ ઓફર આપવામાં આવી રહી છે. ગત વર્ષની સરખામણીમાં ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં 40 ટકા ઓછું પ્લેસમેન્ટ નોંધાયું છે. તેમજ એન્ટ્રી લેવલ પગાર પેકેજમાં 20થી 40 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. મોટાભાગની એજ્યુકેશન ઈન્સ્ટિટ્યુટમાં દરવર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર તેમજ જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં કેમ્પસ પ્લેસમેન્ટ થતા હોય છે પરંતુ આ વર્ષે કોરોનાના કારણે ફર્સ્ટ સેમેસ્ટરમાં કોઈ પણ પ્રકારનું પ્લેસમેન્ટ નોંધાયું ન હતું. તેમજ આ વર્ષે પ્લેસમેન્ટ ઇન્ટરવ્યૂ દ્વારા મળતી જોબમાં પણ 40 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, આઇટી અને કોમ્યુનિકેશન જેવી ફીલ્ડના વિદ્યાર્થીઓની માંગ વધી છે. નવેમ્બર 2020 પછી ઈ-કોમર્સ ફાર્મા, આઈટી અને કોર્પોરેટ કંપનીઓ સૌથી વધુ ઈ-કોમર્સ ક્ષેત્રે યુવાનોને જોબ પ્લેસમેન્ટ માટે ઓફર કરી રહી છે.

IIM-A, ઇન્ટર્નશિપ પેકેજમાં કોઈ વધારો-ઘટાડો ન થયો
IIM અમદાવાદમાં ફેબ્રુઆરીમાં 2020ની બેચ માટે સમર પ્લેસમેન્ટનું આયોજન કરાયું હતું. હાલ 4થી 7 ડિસેમ્બરમાં 2020-21ની બેચના 390 વિદ્યાર્થીઓ માટે સમર ઈન્ટર્નશિપ પ્લેસમેન્ટ પ્રક્રિયા ચાલુ છે. જેમાં 40 જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો. જેમાંથી સેમસંગ, લિનોવો, ટાટા સ્કાય, એરટેલ, જેવી ઇલેક્ટ્રોનિક, ઈ-કોમર્સ, ફાર્મા ક્ષેત્રની કંપનીઓ વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપ પ્લેસમેન્ટ ઓફર કરે છે. જોકે, ઈન્ટર્નશિપ પેકેજમાં કોઈ વધારો કે ઘટાડો જોવા નથી મળ્યો. -રાધિકા ઐય્યર, પ્લેસમેન્ટ કોર્ડિનેટર, IIM અમદાવાદ

સ્ટાર્ટઅપ-ફેમિલી બિઝનેસમાં જોડાવાનો ક્રેઝ વધુ જોવા મળ્યો
કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓમાં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સ્ટાર્ટઅપ અને ફેમિલી બિઝનેસમાં જોડાવાનો ક્રેઝ વધુ જોવા મળ્યો છે. દેશની બેરોજગારીના દરમાં ગુજરાત ત્રીજા ક્રમે છે. ગુજરાતમાં બેરોજગારીનો દર આશરે 15 ટકાની આસપાસ છે. IIM અમદાવાદમાં કોરોનાકાળમાં પણ કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા સારા પેકેજની ઓફર મળી છે જેમાં મેક્સિમમ વાર્ષિક 30 લાખથી લઈને 60 લાખ સુધીની જોબ ઓફર મળી છે. જ્યારે કેમ્પસ પ્લેટમેન્ટમાં ગતવર્ષની સરખામણીમાં આ વર્ષે 30 ટકા ઓછી કંપનીઓ જોડાઈ હતી.

IIT-G, 19% વિદ્યાર્થીને મળ્યું કેમ્પસ પ્લેસમેન્ટ
IIT ગાંધીનગરની કરિયર ડેવલપમેન્ટ સર્વિસ રિપોર્ટ મુજબ વર્ષ 2019માં નવેમ્બર મહિનામાં રજિસ્ટર્ડ સ્ટુડન્ટમાંથી 26 ટકા વિદ્યાર્થીઓને કેમ્પસ પ્લેસમેન્ટ મળ્યું હતું જ્યારે આ વર્ષે માત્ર 19 ટકા વિદ્યાર્થીઓની જ કેમ્પસ પ્લેસમેન્ટમાં પસંદગી થઈ છે. આ વર્ષે 70 જેટલી કંપનીઓ કેમ્પસ પ્લેસમેન્ટમાં જોડાઈ હતી પરંતુ વિદ્યાર્થીઓને મળેલા પેકેજ બાબતે કોઈ માહિતી આપવામાં આવી નથી.

નિરમામાં ગત વર્ષ કરતાં 20 ટકાનો ઘટાડો થયો
નિરમા યુનિવર્સિટી, અમદાવાદના ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેકનોલોજી, એન્જિનિયરિંગ, લૉ અને કોમર્સના વિદ્યાર્થીઓમાંથી 2020માં આઇટી ક્ષેત્રના વિદ્યાર્થીઓને સૌથી વધારે ઈ-કોમર્સ ક્ષેત્રની કંપનીઓએ જોબ ઓફર કરી હતી. જ્યારે તેમાં પણ ગતવર્ષની સરખામણીમાં 20 ટકા જેટલો ઘટાડો થયો છે. સેકન્ડ સેમેસ્ટર માટે જોબ પ્લેસમેન્ટની પ્રક્રિયા ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો