તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Father Took Over The Business Of Tulsi Extract Started By His Son In Ahmedabad, Increasing The Business From Rs 50,000 To Rs 5 Lakh Per Annum.

આજની પોઝિટિવ સ્ટોરી:દીકરાએ શરૂ કરેલા તુલસીના અર્કના બિઝનેસમાં નિવૃત્તિ બાદ પિતા પણ જોડાયા, 50 હજારથી શરૂ કરેલા ધંધાને પાંચ લાખે પહોંચાડ્યો

અમદાવાદ16 દિવસ પહેલાલેખક: હરીશ ચોક્સી
અર્ક બનાવવા માટે રામ તુલસી, શ્યામ તુલસી, લીંબુ તુલસી, વન તુલસી અને શુક્લ તુલસીનો ઉપયોગ થાય છે.
  • દીકરો ઓટોમોબાઈલ ફિલ્ડમાં માર્કેટિંગનું કામ કરે છે, પણ તેને નેચરલ પ્રોડક્ટમાં સૌથી વધુ રસ છે
  • શરૂઆતમાં ગાર્ડનમાં મોર્નિંગ વોક માટે આવતા લોકોને તુલસીના અર્ક વિશે સમજાવતા હતા

કોરોના મહામારી દરમિયાન લોકો આયુર્વેદ પર વધુ વિશ્વાસ કરતાં થયાં છે. ઘરગથ્થુ આયુર્વેદનો દૈનિક ઉપયોગ પણ વધવા લાગ્યો છે. મહામારીના સમયમાં આયુર્વેદ અક્સિર ઈલાજ હોવાનું હવે લોકો માની રહ્યાં છે. ઘર આંગણે થતી તુલસી મહામારીમાં લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે. તુલસીનો અર્ક કફ-શરદી, વાઇરલ ઇન્ફેક્શન અને શ્વાસના રોગ, ચામડીના રોગમાં ગુણકારી માનવામાં આવે છે. અમદાવાદમાં ઓટોમોબાઈલ ફિલ્ડમાં માર્કેટિંગ કરતાં નિસર્ગભાઈ શાહે શરૂ કરેલો તુલસીના અર્કનો બિઝનેસ હવે બેન્કમાંથી રિટાયર્ડ થયેલા પિતા સંભાળી રહ્યાં છે. ત્યારે 50 હજારના રોકાણથી શરૂ થયેલો આ બિઝનેસ નિવૃત થયા બાદ પ્રવૃતિમય બનેલા પિતાએ વર્ષે પાંચ લાખ સુધીના ટર્નઓવર પર પહોંચાડી દીધો છે.

તુલસીના અર્કની 15 એમએલની બોટલ 120 રૂપિયાની છે અને 30 એમએલની બોટલની કિંમત 200 રૂપિયા છે
તુલસીના અર્કની 15 એમએલની બોટલ 120 રૂપિયાની છે અને 30 એમએલની બોટલની કિંમત 200 રૂપિયા છે

દીકરાનો ધંધો પિતાએ ટેકઓવર કર્યો
સામાન્ય રીતે પિતાએ શરૂ કરેલો ધંધો વારસામાં સંતાનને અપાતો હોય છે. પરંતુ, અમદાવાદમાં રહેતા નિવૃત્ત RBI બેન્કના ઓફિસર પ્રદિપ શાહ તુલસીનો અર્કનો ધંધો દીકરા પાસેથી ટેક ઓવર કરીને ચલાવી રહ્યાં છે. આ બિઝનેસ તેમના દીકરા નિસર્ગ શાહે શરૂ કર્યો હતો.બાદમાં પ્રદિપભાઈ બેન્કમાંથી નિવૃત્ત થયાં પછી તેમાં સંપૂર્ણ રીતે જોડાઈ ગયા અને આજે તે ઘરે બેઠાં-બેઠાં આ બિઝનેસને આગળ વધારી રહ્યા છે. પ્રદિપભાઈએ આ અંગે જણાવ્યું હતું કે, મારો દીકરો નિસર્ગ પહેલાં આ બિઝનેસ સંભાળતો હતો. નિવૃત્ત થયા પછી હું પણ આ બિઝનેસમાં જોડાઈ ગયો છું. શરૂઆતમાં પંજાબની ક્રિષ્ના નામની એક કંપની ડાયાબિટીસવાળા માટે સ્ટિવિયા નામના ડ્રોપ્સ, ટેબલેટ અને પાઉડર બનાવે છે, તેનું અમે ગુજરાતમાં માર્કેટિંગ કરતાં હતાં.

માત્ર પાંચસો બોટલથી શરૂ થયેલો બિઝનેસ આજે વર્ષે પાંચથી સાત હજાર બોટલ પર પહોંચ્યો છે
માત્ર પાંચસો બોટલથી શરૂ થયેલો બિઝનેસ આજે વર્ષે પાંચથી સાત હજાર બોટલ પર પહોંચ્યો છે

2015માં તુલસીનો અર્ક વેચવાની શરૂઆત થઈ
પ્રદિપભાઈ કહે છે કે, મારો દીકરો ઑટોમોબાઇલ માર્કેટિંગમાં હતો. તેને નેચરલ પ્રોડક્ટમાં શરૂઆતથી જ રસ હતો. આ પહેલાં તેના કૌટુંબિક ભાઈએ સ્ટિવિયાનું ફાર્મિંગ શરૂ કર્યું હતું. અમે તેની સાથે જોડાઈને તેમાં વધુ ડેવલપમેન્ટ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં તે લોકો પ્રોડક્ટ બનાવતા હતા અને માર્કેટિંગ મારો દીકરો નિસર્ગ સંભાળતો હતો. આગળ જતાં-જતાં એવું લાગ્યું કે, આમાં વધું ડેવલપ કરવા જેવું છે. બાદમાં તુલસીનો અર્ક બનાવવાની વાત તેના ધ્યાનમાં આવી. નિસર્ગે વધુમાં તપાસ કરી અને તુલસીનો અર્ક બનાવડાવીને તેનો બિઝનેસ કરવાનું મનોમન નક્કી કર્યું. 2015માં અમે તેની નાનકડી શરૂઆત કરી. માત્ર પાંચસો બોટલથી શરૂ થયેલો બિઝનેસ આજે વર્ષે પાંચથી સાત હજાર બોટલ પર પહોંચ્યો છે.

આપણાં દેશમાં પાંચ પ્રકારની તુલસી જેવી કે, રામ, શ્યામ, નીંબુ, વન અને શુક્લના છોડ ઉગે છે
આપણાં દેશમાં પાંચ પ્રકારની તુલસી જેવી કે, રામ, શ્યામ, નીંબુ, વન અને શુક્લના છોડ ઉગે છે

પ્રોડક્ટનું નામ દીકરા પરથી આપ્યું
વર્ષ 2015 અમે રોજ સવારે અમદાવાદના દરેક ગાર્ડન પર જતાં હતાં. ગાર્ડનમાં મોર્નિંગ વોકિંગ માટે આવતાં લોકોને અમે તુલસીનો અર્ક ફ્રીમાં ટેસ્ટ કરાવીને તેના ફાયદા સમજાવતા હતાં. આ ઉપરાંત ઓર્ગેનિક પ્રોડક્ટના મેળામાં પહોંચીને ત્યાં આવતાં લોકોને પણ અમારી પ્રોડક્ટ તુલસીના અર્ક વિશે જણાવતાં હતાં. આ પછી અમને લોકોના સારા પ્રતિભાવ મળ્યા. આમ વર્ષ 2016માં અમે અમારી પોતાની નવી બ્રાન્ડ મારા દીકરાના નિસર્ગના નામે જ અમારી પ્રોડક્ટનું નામ ‘નિસર્ગ તુલસી’ રાખ્યું હતું. શરૂઆતમાં આ પ્રોડક્ટ માટે તેમણે 50 હજારનું રોકાણ કર્યું હતું. હવે વર્ષે પાંચ લાખ સુધીના ટર્ન ઓવર પર આ બિઝનેસ પહોંચ્યો છે.

કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલા પણ જે તે વખતે પ્રદીપભાઈના સ્ટોરની મુલાકાત કરી ચૂક્યાં છે.
કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલા પણ જે તે વખતે પ્રદીપભાઈના સ્ટોરની મુલાકાત કરી ચૂક્યાં છે.

વર્ષે 5થી 7 હજાર બોટલનું ઘરેથી જ વેચાણ
પ્રદીપભાઈએ જણાવ્યું કે, ”આપણાં દેશમાં પાંચ પ્રકારની તુલસી જેવી કે, રામ, શ્યામ, નીંબુ, વન અને શુક્લના છોડ ઉગે છે, પણ ગુજરાતમાં માત્ર રામ અને શ્યામ તુલસી જ થાય છે. બાકીની ત્રણ તુલસી ઠંડા વાતાવરણમાં જ થાય છે. જેને લીધે અમે તુલસીનો અર્ક બહાર બનાવડાવીએ છીએ. આ તુલસી એન્ટી ઓક્સીડન્ટ, એન્ટી બેક્ટેરિયલ એન્ટી વાઇરલ એન્ટી ફ્લુ અને એન્ટી બાયોટિક છે. અમે તુલસીનો અર્ક વધુમાં વધુ 30 એમએલની બોટલમાં આપતાં હતાં. આ પછી ગામડાંના લોકો માટે અમે 15 એમએલની બોટલમાં પણ તુલસીનો અર્ક આપવાનું શરૂ કર્યું છે. તુલસીના અર્કની 15 એમએલની બોટલ 120 રૂપિયાની છે અને 30 એમએલની બોટલની કિંમત 200 રૂપિયા છે. અમે એક વર્ષે વે ઘરેથી જ આ તુલસીના અર્કની 5થી 7 હજાર બોટલ વેચીએ છીએ.

તુલસી એન્ટી ઓક્સીડન્ટ, એન્ટી બેક્ટેરિયલ એન્ટી વાઇરલ એન્ટી ફ્લુ અને એન્ટી બાયોટિક છે
તુલસી એન્ટી ઓક્સીડન્ટ, એન્ટી બેક્ટેરિયલ એન્ટી વાઇરલ એન્ટી ફ્લુ અને એન્ટી બાયોટિક છે

તુલસીનો અર્ક બનાવવાની પ્રોસેસ
આ અંગે પ્રદીપભાઈએ જણાવ્યું કે, અર્ક બનાવવા માટે રામ તુલસી, શ્યામ તુલસી, નીંબુ તુલસી, વન તુલસી અને શુક્લ તુલસીનો ઉપયોગ થાય છે. અર્ક બનાવવા માટે તેને એકદમ રૉ ફોર્મેટમાં રહેતું હોય છે. એટલે આ તુલસીના પત્તાનું એક સાથે મિશ્રણ કરવામાં આવે છે. ત્યાર બાદ તેને હાઇ ટેમ્પરેચરે ઉકાળવામાં આવે છે. આ પછી તેની જે વરાળ હોય તેમાંથી આ અર્ક બને છે. આમ ચાર-પાંચ કલાકની પ્રોસેસ પછી અંતે તુલસીનો અર્ક બનીને તૈયાર થઈ જાય છે. આ પછી તેને બોટલમાં પેક કરી લોકો સુધી પહોંચાડવામાં આવે છે. તુલસીનો અર્ક અનેક રોગમાં રામબાણ છે. તુલસીના અર્કના સેવનથી પેટના રોગ, શરદી, કફ, શ્વાસના રોગ, ફેફસાના રોગ, હેરફોલ, સ્કીનની એલર્જી, આંખના રોગ, બ્લડ સુગર લેવલ કરવામાં, કોલેસ્ટોલ લેવલ યોગ્ય રાખવામાં, ચામડીના રોગમાં ફાયદાકારક ગણાય છે.

અન્ય સમાચારો પણ છે...