AMCની કામગીરી:20 માસમાં પાણીનાં માત્ર 10 સેમ્પલ લીધાં; પાણીના 5 સેમ્પલ અનફિટ, રેસ્ટોરાંમાં અપાતા અથાણાંના પણ ફક્ત 8 સેમ્પલ લેવામાં આવ્યાં હતાં

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

શહેરમાં વેચાતા ખાદ્ય પદાર્થોમાં સબ સલામતની બાંગો પોકારવામાં આવે છે, પણ આરોગ્ય તંત્ર દ્વારા જે સેમ્પલો લેવામાં આવ્યા છે તે સ્પષ્ટ કરે છે કે, અમદાવાદના નાગરિકો ફૂડ સેફ્ટીના મામલે રામભરોસે છે. બાળકો માટેની દૂધ તેમજ તેને સંલગ્ન ઉત્પાદનો વેચાઇ રહ્યા છે તેનું એક પણ સેમ્પલ છેલ્લા 20 મહિનાથી લેવામાં આવ્યું નથી. એટલું જ નહીં પણ 20 મહિનામાં માત્ર જુલાઇમાં જ મ્યુનિ. પાણીના 10 સેમ્પલ લીધા હતા, જે પૈકી 5 સેમ્પલમાં ભેળસેળ હોવાનો રિપોર્ટ આવ્યો છે. એટલે કે 20 મહિનામાં પાણીના પૂરા 20 સેમ્પલ પણ લેવામાં આ‌વ્યા નથી.

શહેરમાં ફૂડ વિભાગ દ્વારા માત્ર દેખાડા ખાતર જ પાણીના સેમ્પલ લઇને ચેકિંગ કરવામાં આવતું હોવાનું રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા એજન્સીના પ્રમુખ જશવંતસિંહ વાઘેલાએ કરેલી આરટીઆઇમાં બહાર આવ્યું છે. શહેરમાં લગભગ મોટાભાગની હોટલમાં નાગરિકોને ખાવા માટે અથાણું આપવામાં આવે છે પણ 20 મહિનામાં માત્ર 8 જ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં સબ સલામત હોવાનું દર્શાવ્યું છે.

શહેરમાં બાળકો માટેનું દૂધ, દૂધનો પાઉડર અને દૂધમાં શક્તિવર્ધક તરીકે જાહેરાતો કરાતી અનેક પ્રોડક્ટનું ધૂમ વેચાણ થાય છે. ત્યારે આ તમામ પ્રોડક્ટ પૈકી એક પણ પ્રોડક્ટનું સેમ્પલ મેળવીને તેની તપાસ કરવાની તસ્દી પણ મ્યુનિ. દ્વારા લેવામાં આવી નથી.

આ વસ્તુના આટલા નમૂના લેવાયા

ખાદ્ય પદાર્થનમૂના લેવાયાઅયોગ્ય ઠર્યા

નોન આલ્કોહોલિક બેવરેજીસ

182
મિનરલ વોટર105

તેજાના, ગરમ મસાલા આખા

2544

ગરમ મસાલાના પાઉડર

4897
નમકીન પ્રોડક્ટ11429
બેકરી પ્રોડક્ટ16111

પ્રોસેસ્ડ ફ્રૂટ શાકભાજી

380
અથાણાં80

સોપારી, પાન મસાલા ગુટખા

91

​​​​​​​સોપારી-ગુટખાના પણ માંડ 9 સેમ્પલ લેવાયા

શહેરમાં અનેક યુવાનો સોપારી, પાન-મસાલા અને ગુટખા ખાય છે ત્યારે તેને કારણે તેમને કેન્સર સહિતની ગંભીર બીમારી થવાની શક્યતા છે. આ સ્થિતિમાં આ પ્રોડક્ટના 20 મહિનામાં માંડ 20 સેમ્પલ લેવાયા છે. જેમાં 1 સેમ્પલ અયોગ્ય હોવાનું બહાર આવ્યંુ છે. જો વધુ સેમ્પલ લેવાય તો તેમાં મોટી ગેરરીતિ સામે આવી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...