મેગા ડ્રાઈવ:આવતીકાલે દેશમાં તમામ ​​​​​​​અપોલો હોસ્પિટલ્સ વેક્સિનેશન સેન્ટરમાં બાળકો માટે કોરોના રસીકરણ કાર્યક્રમ શરૂ કરશે

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

અપોલો હોસ્પિટલ્સ આવતીકાલે દેશમાં તમામ અપોલો હોસ્પિટલ્સ રસીકરણ કેન્દ્રોમાં 15થી 18 વર્ષની વયજૂથમાં સામેલ બાળકો માટે રસીકરણ કાર્યક્રમ શરૂ કરશે. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 જાન્યુઆરી, 2022થી 15 વર્ષથી વધારે વય ધરાવતા બાળકો સહિત કોવિડ રસીકરણ કાર્યક્રમને વધારવાની જાહેરાતને સુસંગત છે.

રસીકરણ કાર્યક્રમમાં કોવેક્સિન આપવામાં આવશે, જેને ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીજીસીઆઈ) દ્વારા બાળકોમાં ઇમરજન્સીમાં ઉપયોગ કરવાની મંજૂરી મળી છે. કોવેક્સિનના બે ડોઝ 28 દિવસના ગેપમાં આપવામાં આવશે.અપોલો હોસ્પિટલ્સ ભારતમાં ખાનગી ક્ષેત્રની રસીકરણ પ્રદાતા છે અને જાન્યુઆરી, 2021થી સરકારે શરૂ કરેલી કોવિડ રસીકરણ કાર્યક્રમને ટેકો આપવામાં મોખરે છે. અપોલો હોસ્પિટલ્સ નવી લાયકાત ધરાવતા વયજૂથના નાગરિકોનું રસીકરણ કરવા તમામ માળખાગત સુવિધા અને જરૂરી વ્યવસ્થાઓ ધરાવે છે. લાયકાત ધરાવતા જૂથ અને કેટેગરીઓમાં બાળકોની નોંધણી અને/અથવા રસીકરણ ટાઇમ-સ્લોટનું બુકિંગ અપોલો 24/7 એપ પર હવે શરૂ થયું છે.

અપોલો હોસ્પિટલનો ખાસ તાલીમબદ્ધ સ્ટાફ 15 વર્ષથી વધારે વયના બાળકોનું રસીકરણ કરવા માટે કામે લગાવવામાં આવશે. તમામ સૂચિત સરકારી આચારસંહિતાનું પાલન થશે, જેમાં રસીના શોટ આપતા અગાઉ ઓળખની ચકાસણી, કો-વિન એપ પર ડેટાની માન્યતા, રસીકરણ પછી 30 મિનિટ માટે ઓબ્ઝર્વેશન અને જો જરૂર પડે તો AEFI (રસીકરણ પછી માઠી અસરો) પર નજર રાખવાની બાબતો સામેલ છે. રસીનો સંગ્રહ કરવા કોલ્ડ ચેઇનની ઉચિત જાળવણી અને બાયોમેડિકલ વેસ્ટનું વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવામાં આવશે. રસીકરણની પ્રક્રિયા પછી ઇન્ફેક્શન નિયંત્રણની વિવિધ પ્રેક્ટિસને અનુસરવામાં આવશે, જેમાં તમામ લાભાર્થીઓની તાવ માટે ચકાસણી, ફિઝિટલ ડિસ્ટન્સ, હાથની સ્વચ્છતા, યુનિવર્સલ માસ્કિંગ અને ઇન્જેક્શન સલામત રીતે આપવાની બાબત સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...