મેઘ મહેર / રાજ્યમાં સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લામાં, બીજા ક્રમે તાપી તો ડાંગ સહિત જૂનાગઢમાં પણ સારો વરસાદ

todays The highest rainfall in the state is in Rajkot district, followed by Junagadh and Surat
X
todays The highest rainfall in the state is in Rajkot district, followed by Junagadh and Surat

  • રાજકોટના ગોંડલમાં ધોધમાર 3 ઇંચ, જામકંડોરણ અને લોધિકામાં પણ નોંધાયો વરસાદ
  • સુરતના ચોર્યાસીમાં તો જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં સારો વરસાદ પડ્યો

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 08:39 PM IST

અમદાવાદ. ચોમાસાના પ્રારંભમાં મેઘરાજાએ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર બેટિંગ કરી હતી. પરંતુ બાદમાં રાજ્યના અમુક જિલ્લાઓને બાદ કરતા મોટાભાગના ગુજરાતમાં વરસાદી ઝાપટા પડ્યાં હતા. હવામાન વિભાગ પણ આગાહી કરી રહ્યું છે કે, રાજ્યમાં હાલ કોઇ સિસ્ટમ સક્રિય નથી અને અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. વરસાદ નહીં પડવાના કારણે વાતાવરણ ઉકળાટભર્યું બન્યું છે. જોકે રાજકોટ, જૂનાગઢ, સુરત, વલસાડ, ગીર-સોમનાથ અને નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડ્યો છે. ખાસ કરીને રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજકોટના ગોંડલમાં 4 ઇંચથી વધુ વરસાદ પડતાં શહેરના માર્ગો પણ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે અને દુકાનો પણ પાણી ભારાયા હોવાના અહેવાલ છે. 

રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ગોંડલમાં
રાજકોટ જિલ્લામાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના ગોંડલ, લોધીકા, જામકંડોરણા, જેતપુર, કોટડાસાંગાણીમાં હળવોથી ધોધમાર વરસાદ પડ્યો છે. કોટડાસાંગાણી અને જેતપુરમાં ઝાપટાં પડ્યાં છે. જ્યારે લોધીકામાં 16 mm, જામકંડોરણામાં 18 mm વરસાદ વરસ્યો છે, તો ગોંડલમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી છે. ગોંડલમાં ધમાકેદાર 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેના કારણે શહેરના વાતાવરણમાં ઠંડક તો પ્રસરી જ છે, પરંતુ રસ્તા પણ પાણી ભરાયા છે, જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

જૂનાગઢના માણવદરમાં 1 ઇંચ જેટલો વરસાદ
રાજ્યના જૂનાગઢ જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડ્યો છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર, કેશોદ, વંથલી, ભેસાણ, જૂનાગઢ તાલુકો અને જૂનાગઢ શહેર, મેંદરડામાં વરસાદ નોંધાયો છે. જેમાંથી સૌથી વધારે વરસાદ માણાવદરમાં નોંધાયો છે. માણાવદરમાં 28 mm વરસાદ પડ્યો છે. જ્યારે વંથલીમાં 18 mm પડ્યો છે. તો ભેસાણ, જૂનાગઢ અને મેંદરડામાં હળવો વરસાદ પડ્યો છે. ગીર-સોમનાથના તાલાલામાં પણ વરસાદી ઝાપટું વરસ્યું છે. તાલાલામાં 15 mm વરસાદ નોંધાયો છે.

સુરત જિલ્લામાં ચોર્યાસીમાં સૌથી વધુ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જોકે સૌથી વધુ વરસાદ સુરત જિલ્લામાં પડ્યો છે. સુરત જિલ્લાના અનેક વિસ્તારોમાં ઝાપટાંથી લઇને ધોધમાર વરસાદ પડ્યો છે. સુરતના માંગરોળ ચોર્યાસી, સુરત શહેર અને ઓલપાડમાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ માંગરોળમા 20 અને ચોર્યાસીમાં 19 mm વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં વાપીમાં 20 mm વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં ગણદેવી, ખેરગામ, ચીખલી, નવસારીમાં વરસાદ નોંધાયો છે. નવસારીમાં 15 mm વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ડાંગના આહવામાં 32 mm વરસાદ, તાપીના સોનગઢમાં 45 mm નોંધાયો છે.

રાજ્યમાં સૌથી વધુ વરસાદ ધરાવતા તાલુકા

જિલ્લો તાલુકો વરસાદ(mmમાં)
રાજકોટ ગોંડલ 100
જૂનાગઢ માણાવદર 28
ડાંગ આહવા 32
તાપી  સોનગઢ 45
સુરત માંગરોળ 20
વલસાડ વાપી 20
જૂનાગઢ કેશોદ 20
સુરત ચોર્યાસી 19
જૂનાગઢ વંથલી 18
નર્મદા નાંદોદ 18
રાજકોટ જામકંડોરણા 18
રાજકોટ લોધીકા 16

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી