ટોક:‘નવી શિક્ષણનીતિ’ અંગે આજે ટોકનું આયોજન

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે શિક્ષણવિદ્ કંચનલાલ પરીખ વ્યાખ્યાનમાળા અંતર્ગત ‘ઉચ્ચશિક્ષણના સંદર્ભમાં રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020’ અંગે વક્તવ્ય યોજાશે. 30મી સપ્ટેમ્બરે સાંજે 5.30 વાગે ઓનલાઈન પ્લેટફોર્મ પર યોજાનારા આ વક્તવ્યમાં ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક અનામિક શાહ વાત કરશે.

નવી શિક્ષણનીતિના સંદર્ભમાં સંશોધનને ઓછું મહત્વ આપવામાં આવ્યું છે અને તેને માટે અપૂરતું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. એમાં સ્થાનિક ભાષામાં અભ્યાસ અને શિક્ષણના કાર્યક્રમો સામેલ કરવાની જરૂર છે. વળી તેમાં મર્યાદિત તકો અને મર્યાદિત સ્વાયત્તતા છે. આ બધી બાબતો ઉપર તેઓ પ્રકાશ પાડશે. તેઓ વર્તમાન નીતિ અંગે પણ વિગતે વાત કરશે.

અન્ય સમાચારો પણ છે...