કેમ્પસ પહોંચ્યા સ્ટુડન્ટ:દિવાળી વેકેશન પૂરું હવે આજથી કોલેજમાં ફરી શિક્ષણકાર્ય શરૂ થયા, કોલેજ કેમ્પસ અને બહાર માહોલ જામ્યો

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોલેજ ખૂલતાં સ્ટુડન્ટ અભ્યાસ માટે પહોંચ્યા - Divya Bhaskar
કોલેજ ખૂલતાં સ્ટુડન્ટ અભ્યાસ માટે પહોંચ્યા
  • આજથી ધોરણ 1થી 12નું ઓફલાઈન વર્ગ શરૂ થયા છે
  • કોલેજ બહાર સ્ટુડન્ટ ગ્રુપમાં મસ્તી મજાક કરતા નજરે ચડ્યા

દિવાળી વેકેશન પૂર્ણ થયું છે ત્યારે હવે અમદાવાદમાં શિક્ષણ કાર્ય આજથી ફરીથી શરૂ થયું છે. સ્કૂલોમાં આજથી 1થી 12ના વર્ગ શરૂ થયા છે, ત્યારે કોલેજમાં પણ 21 દિવસનું વેકેશન પૂર્ણ થયું છે અને કોલેજ આજથી ફરીથી શરૂ થઈ છે સાથે જ પરીક્ષા પણ હવે શરૂ થશે જેથી કોલેજમાં અને કોલેજ બજાર અગાઉ જેવો માહોલ ફરીથી જામ્યો છે.

સ્ટુડન્ટનો રાબેતા મુજબ અભ્યાસ શરૂ
ગુજરાતભરમાં શાળા-કોલેજમાં 21 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું, જે હવે પૂર્ણ થયું છે. ત્યારે આજથી કોલેજમાં અભ્યાસ રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો છે. સ્કૂલોમાં પણ નવું સત્ર શરૂ થયું છે. કોલેજમાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો અભ્યાસ રાબેતા મુજબ શરૂ થયો છે, જ્યારે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે.

કોલેજ કેમ્પસ બહાર પણ સ્ટુડન્ટ એકઠા થયા
કોલેજ કેમ્પસ બહાર પણ સ્ટુડન્ટ એકઠા થયા

કોલેજના પગથિયાં ચડનાર સ્ટુડન્ટમાં પણ ઉત્સાહ
કોલેજ પણ અગાઉ કોરોનાને કારણે ઓનલાઇન વર્ગ ચલી રહ્યા હતા. જે હવે મોટા ભાગની કોલેજમાં બંધ થયા છે અને વિદ્યાર્થીઓએ ઓફલાઇન વર્ગ શરૂ કર્યા છે. કોલેજમાં અત્યારે અગાઉના જેવો જ માહોલ જામ્યો છે. કોલેજમાં અભ્યાસને કોલેજ બહાર વિદ્યાર્થીઓ ગ્રુપમાં ઉભેલા અને મજાક મસ્તી કરતા જોવા મળ્યા છે. નવા પ્રવેશ મેળવીને આવનાર વિદ્યાર્થીઓ પણ કોલેજ કેમ્પસનો આનંદ માણી રહ્યા છે.

કોલેજમાં આજથી શિક્ષણ કાર્ય શરૂ થતાં ઉત્સાહ
કોલેજમાં આજથી શિક્ષણ કાર્ય શરૂ થતાં ઉત્સાહ