તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Today, Lord Jagannath's Sonavesh Will Be Seen, All The Three Chariots Will Be Worshiped In The Temple. In The Evening, Chief Minister Will Participate In Sandhya Aarti.

રથયાત્રા મહોત્સવ:રથયાત્રાની પૂર્વ સંધ્યાએ CM રૂપાણીએ પત્ની અંજલિ રૂપાણી અને DyCM નીતિન પટેલ સાથે ભગવાન જગન્નાથની આરતી ઉતારી

અમદાવાદ15 દિવસ પહેલા
CM રૂપાણીએ પત્ની અંજલી રૂપાણી સાથે ભગવાનની પૂજા કરી
  • મંદિરમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા ત્રણેય રથનું નિરીક્ષણ કર્યું
  • મંદિરના મહંત દિલીપદાસજી તથા ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવશે

ભગવાન જગન્નાથજીની આવતીકાલે સવારે નીકળનારી રથયાત્રાની પૂર્વસંધ્યાએ CM રૂપાણી પત્ની અંજલિ રૂપાણી અને DyCM નીતિન પટેલ સાથે પહોંચ્યા હતા. જ્યાં તેમનું ઢોલ-નગારા સાથે સ્વાગત કરાયું હતું. અહીં તેમણે ભગવાન જગન્નાથની આરતી ઉતારી હતી. આ દરમિયાન ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.

લોકો ઘરેથી ટીવીમાં દર્શન કરે તેવી અપીલ
મંદિરમાં આરતી બાદ CMએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, ભગવાનને પ્રાર્થના કરી છે કે ગુજરાત કોરોના મુક્ત બને. ભગવાન જગન્નાથના આશીર્વાદથી આજે ગુજરાત સમૃદ્ધ છે. આ વખતે કોરોનાના કારણે યાત્રામાં પ્રતિબંધ લાદવામાં આવ્યા છે પરંતુ રથયાત્રાની પરંપરા જળવાય એટલે રથયાત્રા નીકળશે. લોકોને અપીલ છે ટેલિવિઝનના માધ્યમથી લોકો ભગવાન દર્શન કરે. આ વખતે ભીડ ભેગી નહીં થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, સૌ સહકાર આપે તેવી આશા છે.

PMએ મોકલેલો પ્રસાદ ભગવાનને ધરાવાયો
PMએ મોકલેલો પ્રસાદ ભગવાનને ધરાવાયો

PMએ મોકલેલો પ્રસાદ 'નાથ'ને અર્પણ કરાયો
આજે સાંજે ભગવાનને PM મોદીએ મોકલેલ પ્રસાદી ભગવાનને ધરાવાઈ હતી. જગન્નાથજીના ચરણોમાં મગ, કાકડી, દાડમ, જાંબુ, કેરી અને સૂકા મેવાનો પ્રસાદ ધરાવાયો હતો. આ સાથે જ રથયાત્રાને દિવસે બનતી શાહી ખીચડીની સામગ્રી પણ PM તરફથી પ્રસાદ સાથે મોકલવામાં આવી છે. રથયાત્રાને લઈને આજે જગન્નાથ મંદિરમાં લોકોનો ઘસારો હતો. તમામ લોકોનું થર્મલ ગનથી સ્ક્રિનિંગ કરીને પ્રવેશ અપાઈ રહ્યો છે. આજે સાંજે ગૃહ રાજ્યમંત્રીએ મંદિરના ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરી હતી.

જગન્નાથ મંદિરમાં પ્રદિપસિંહ જાડેજા પહોંચ્યા હતા
જગન્નાથ મંદિરમાં પ્રદિપસિંહ જાડેજા પહોંચ્યા હતા

બપોર બાદ ભજન મંડળીના ભજનોથી મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું. મંદિરમાં સીએમના આગમન પૂર્વે રથની આજુબાજુ RAF જવાનોને તહેનાત કરાયા છે. રથની નજીક કોઈ ન જઈ શકે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તહેનાત કરાયો છે. પ્રદિપસિંહ જાડેજા આજે જગન્નાથ મંદિરની મુલાકાતને પહોંચ્યા હતા. તેમણે ત્રણેય રથનું નિરીક્ષણ કર્યું હતું, સાથે જ મંદિરના ટ્રસ્ટીઓ સાથે રથ કઈ રીતે નીકળશે અને અંદર કેટલા લોકો બેસશે તે અંગે ચર્ચા કરી હતી.

રથની સુરક્ષામાં ઊભેલા RAFના જવાનો
રથની સુરક્ષામાં ઊભેલા RAFના જવાનો

સવારે ગજરાજ અને રથની પૂજા વિધિ કરાઈ હતી
આ પહેલા સવારે જગન્નાથ મંદિરમાં ઉમટ્યું ભગવાનના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર હતું. મંદિર પરિસરમાં ગજરાજની પૂજન વિધિ સંપન્ન થઈ હતી. બાદમાં મંદિરમાં રથપૂજનની વિધિ કરાઈ હતી. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના રથ મંદિર તમામ ખલાસી ભાઈઓ બહારથી રથ ખેંચી અને મંદિર પરિસરમાં લાવ્યા હતા.રથયાત્રા પહેલા જ રથ ખેંચી અને મંદિરમાં લાવતા ખલાસી ભાઈઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો કે આ વર્ષે રથ ખેંચી અને ભગવાનને નગરચર્યા કરાવશે.

ભગવાનના દર્શન માટે ભક્તોની ભીડ બેકાબુ બની
ભગવાનના દર્શન માટે ભક્તોની ભીડ બેકાબુ બની
મંદિર પરિસરમાં ગજરાજનું પૂજન કરવામા આવ્યું
મંદિર પરિસરમાં ગજરાજનું પૂજન કરવામા આવ્યું

મંદિર પરિસરમાં ગજરાજનું પૂજન કરાયું
ભગવાન જગન્નાથના સોનાવેશના દર્શન કરવા માટે મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવીને લોકો ભગવાનના દર્શનની એક ઝલક જોવા માટે ઘક્કા મુક્કી કરી હતી. મંદિરના પ્રાંગણમાં 11 હાથી અને 3 નાના હાથી લાવવામાં આવ્યા. ભક્તો ગજરાજના દર્શન કરી અને સેલ્ફી લીધી હતી. સોનાવેશ બાદ મંદિરના પ્રાગણમાં ગજરાજોની પૂજા કરવામાં આવી હતી. મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા તેમજ યજમાનોએ ગજરાજની પૂજા કરી હતી.

મુસ્લિમ બિરાદરોએ ભગવાન જગન્નાથને ચાંદીનો રથ અર્પણ કર્યો
મુસ્લિમ બિરાદરોએ ભગવાન જગન્નાથને ચાંદીનો રથ અર્પણ કર્યો

મુસ્લિમ સમાજે ભગવાનને ચાંદીનો રથ અર્પણ કર્યો
રથયાત્રાના આગળના દિવસે અમદાવાદના મુસ્લિમ બિરાદરોએ કોમી એકતાના દર્શન કરાવ્યા હતાં. સતત 21 વર્ષથી મુસ્લિમ સમાજ દ્વારા ભગવાન જગન્નાથને ચાંદીનો રથ અર્પણ કરવામાં આવે છે. જે આ વર્ષે પણ પરંપરાગત રીતે અર્પણ કરવામાં આવ્યો છે. આજે મુસ્લિમ સમાજના આગેવાન રઉફ શેખ બંગાળી દ્વારા ચાંદીનો રથ અર્પણ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી સંધ્યા આરતીમાં ભાગ લેશે
તે ઉપરાંત મુખ્યમંત્રી રૂપાણી આજે સાંજે 6.30 વાગ્યે જમાલપુર મંદિરમાં ભગવાન જગન્નાથની સંધ્યા આરતીમાં ભાગ લેશે. તેમજ રથયાત્રાની તૈયારીઓની સમીક્ષા કરશે. આ વર્ષે 144મી રથયાત્રા કોરોનાના નિયંત્રણના નિયમોના અનુપાલન સાથે યોજાવાની છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણી આ રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અંગે મંદિરના ટ્રસ્ટીઓ તથા પોલીસ તંત્ર અને અમદાવાદ મહાનગરપાલિકા તેમજ વહિવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે.

મંદિરમાં નેત્રોત્સવ અને ધ્વજા રોહણ વિધિ યોજાઈ
અમાસના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી મોસાળ સરસપુરથી નિજ મંદિર પરત ફર્યાં હતાં.ભક્તોની ભારે ભીડ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નેત્રોત્સવ અને ધ્વજા રોહણ વિધિમાં ભાગ લીધો હતો.જય રણછોડ માખણ ચોર,મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે,હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી ના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. જગન્નાથ મંદિરમાં સાધુ સંતોનો ભંડારો શરૂ થયો હતો. દર્શન કરવા આવેલા લોકોએ પણ કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ લીધો હતો.ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તમામ સાધુ સંતોને ધોતી અર્પણ કરી હતી.

ભાજપના પ્રમુખ પાટીલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહે નેત્રોત્સવ અને ધ્વજારોહણ વિધિમાં ભાગ લીધો હતો
ભાજપના પ્રમુખ પાટીલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહે નેત્રોત્સવ અને ધ્વજારોહણ વિધિમાં ભાગ લીધો હતો

શનિવારે મંદિરમાં સાધુ-સંતોનો ભંડારો યોજાયો
શનિવારે ભગવાન જગન્નાથ નિજમંદિર પરત ફરતાં ઉત્સવ અને આનંદનો ઉત્સાહ મંદિરે જોવા મળ્યો હતો. મંદિરમાં સાધુ-સંતોનો ભંડારો યોજાયો હતો. 1000 જેટલા લોકોનો ભંડારો યોજવામાં આવ્યો હતો. વહેલી સવારથી ભંડારાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. ભંડારામાં કાળી રોટી(માલપૂઆ) અને ધોળી દાળ (દૂધપાક)નો પ્રસાદ આપવામાં આવ્યો હતો. સવારથી મંદિરના રસોડામાં 500 લિટર દૂધનો દૂધપાક બનાવવામા આવ્યો. ચણાનું શાક, પૂરી અને માલપૂઆ બનાવવામાં આવ્યા હતાં. 1000થી વધુ સાધુ-સંતો ભગવાનના ભંડારામાં પ્રસાદનો લાભ લીધો હતો.

શનિવારે મંદિર પરિસર જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યું હતું
શનિવારે મંદિર પરિસર જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યું હતું

રાજ્ય બહારથી આવતા સાધુ-સંતો ભાગ નહીં લઈ શકે
દર વર્ષે રથયાત્રામાં ભાગ લેવા દેશભરના સાધુ-સંતો આવે છે. 2 દિવસ અગાઉ રથયાત્રા માટે સાધુ-સંતો આવી જતા હોય છે અને મંદિરમાં થતા ભંડારામાં ભાગ લઈને રથયાત્રા સુધી રોકાય છે. પરંતુ આ વર્ષે કોઈ પણ સાધુ-સંત રથયાત્રામાં ભાગ નહીં લઈ શકે. શનિવારે સરસપુર ખાતેના ભગવાનના જૂના મોસાળ વાસણ શેરી ખાતે અનેક સાધુ-સંતો આવ્યા હતા અને ભંડારામાં આવીને મંદિર ફર્યા હતા, જે બાદ મંદિરથી પરત જશે.