તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ:આજે કારસેવકોનું પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરાશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

492 વર્ષના લાંબા સંઘર્ષ, આંદોલન અને કાનૂની લડાઈ પછી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન થવા જઈ રહ્યું છે. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા દેશના દરેક ચાર રસ્તા પર ભગવા ધ્વજ લહેરાવવાના કાર્યક્રમો યોજવામાં આ‌વ્યા છે. તેમણે અપીલ કરતા જણાવ્યું છે કે, દેશભરના તમામ લોકો ઘરમાં દીવો પ્રગટાવી દીપોત્સવની જેમ ઉજવણી કરે.

આ ઉપરાંત હિન્દુ પરિષદ દ્વારા ચાંદલોડિયાના અર્જુન આશ્રમ ખાતે બુધવારે સાંજે 5 વાગ્યે અયોધ્યામાં કારસેવામાં ગયેલા કારસેવકોને પ્રશસ્તિપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવશે. આ ઉપરાંત દીપોત્સવ કાર્યક્રમ સુભાષબ્રિજ આરટીઓ ખાતે યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...