ધાર્મિક:આજે જૈન શ્વે. મૂ. સમાજના ચાતુર્માસની પૂર્ણાહુતિ થશે, શુક્રવારથી શત્રુંજય તીર્થની યાત્રાનો પ્રારંભ થશે

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે ચોમાસી ચૌદશે જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજનાં ચાતુર્માસની પૂર્ણાહુતિ થશે. જ્યારે આવતી કાલે શુક્રવારે કાર્તિકી પૂર્ણિમા એ જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસ પરિવર્તન થશે. ચાર મહિના સુધી એક સ્થળે સ્થિરતા બાદ વિહાર શરૂ થશે.

જૈન મુનિ નયશેખરવિજયજી મ.સા.એ જણાવ્યું હતું કે, કારતક સુદ ચૌદશની સવારે ‘સામૂહિક દેવવંદન’ અને ‘ચૌમાસી ચૌદશ’ના વિશેષ પ્રતિક્રમણ સાથે જૈન ચાતુર્માસની પૂર્ણાહુતિ થશે. જ્યારે કાર્તિકી પૂર્ણિમાની સવારથી વિહારનો પ્રારંભ થશે, જેને જૈન ધર્મ અનુસાર ‘ચાતુર્માસ પરિવર્તન’કહેવામાં આવે છે. આ સાથે હેમચંદ્રાચાર્યજીની જન્મ દિવસની ઉજવણી પણ થશે. આ રીતે એક સાથે ત્રણ પ્રસંગો સર્જાશે.

તેમણે જણાવ્યું હતું કે, પૂનમનાં દિવસે જે શ્રાવક-શ્રાવિકાઓ પાલિતાણા ન જઈ શકે તેઓ પોત-પોતાના જૈન સંઘમાં શત્રુંજય તીર્થનો પટ બાંધી તેની સમક્ષ ભાવથી તીર્થયાત્રા કરી શકે છે, જેને શત્રુંજય તીર્થની ‘ભાવયાત્રા’ પણ કહેવાય છે. આ દિવસે શાશ્વત તીર્થ એવા શત્રુંજય તીર્થનું મહિમા ગાન પણ થતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...