પાટોત્સવ:હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે પાટોત્સવના ત્રીજા દિવસની ઉજવણીમાં ગરુડવાહનની ભવ્ય યાત્રા નિકળી, 'ભાગવતાં રસમાલયમ' કથક નૃત્યની પેશગી

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભગવાન શ્રી શ્રી રાધા માધવના હરે કૃષ્ણ મંદિર,ભાડજમાં ઉજવાઈ રહેલ સપ્તમ પાટોત્સવ ઉજવણીના ત્રીજા દિવસની શરૂઆતથી હરે કૃષ્ણ મંદિર,ભાડજ માં મોટી સંખ્યામાં(પ્રમાણમાં) શ્રધ્ધાળુઓ અને ભાવિકો (યાત્રાળુઓ) વિવિધ રાજયોમાંથી ઉત્સવમાં ભાગ લેવા આવતા ઉત્સવમાં ભક્તિ અને ઉલ્લાસની તિવ્રતામાં ઉમેરો થયો હતો. આ ઉત્સવ ભગવાન શ્રી શ્રી રાધા માધવના હરે કૃષ્ણ મંદિર,ભાડજમાં થયેલ સ્થાપનને સાત વર્ષ પૂર્ણ થતા આ નિમિત્તે ઉજવાતો ઉત્સવ છે.

ભગવાન શ્રી રાધામાધવને દક્ષિણ ભારત શૈલીમાં પરંપરાગત ભરતનાટયમ વસ્ત્રોથી ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા. ભગવાનશ્રી ને શણગારવામાં માટે વિશેષ પુષ્પો દક્ષિણભારતથી મંગાવવામાં આવ્યા હતા. પાટોત્સવ તહેવારને આગળ ધપાવતા ત્રીજા દિવસે સર્વશક્તિમાન ભગવાન શ્રી રાધા માધવની ગરુડ વાહન ઉત્સવ ની ભવ્ય યાત્રા સાથે શરૂઆત થઈ હતી. આ કાર્યક્રમ માટે ખાસ રીતે રથ બનાવેલ છે અને દર વર્ષે વાર્ષિક પાટોત્સવ ફેસ્ટિવલ દરમિયાન ઉપયોગ કરવામાં આવે છે. આશરે 20000 કરતા પણ વધુ ભક્તો ભગવાનશ્રીના દર્શનનો લાભ લેવા એકઠા થયા હતા અને રથને ખેંચવાની તક ઝડપી હતી. વિવિધ જાતના ખાસ રીતે બનાવેલ પ્રસાદને રથયાત્રા દરમ્યાન ભક્તોમાં વહેંચવામાં આવ્યા. હરે કૃષ્ણ મંદિર,ભાડજના ભક્તો દ્રારા રથયાત્રાની સાથોસાથ અતિઆનંદાયક હરિનામ સંકિર્તન કરવામાં આવ્યુ હતું. કૃષ્ણલીલા વિષયવસ્તુ પર 'ભાગવતાં રસમાલયમ' નામક કથક નૃત્યની પેશગી અભિધેય - દ કથકર્સ દ્રારા કરવામાં આવી. દિવસના અંતે કાર્યક્રમના અંતસ્વરૂપ ભવ્ય મહા આરતી યોજવામાં આવ્યો.

અન્ય સમાચારો પણ છે...