ઘરેણાંની ખરીદી શ્રેષ્ઠ:આજે વર્ષનું છેલ્લું ગુરુ પુષ્ય નક્ષત્ર, સવારે 7.07થી સાંજે 6.50 સુધી ગુરુ પુષ્યામૃત યોગ

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

આજે વર્ષના છેલ્લા ગુરુ પુષ્ય નક્ષત્રનો યોગ બની રહ્યો છે. ગુરુવારે સવારે 7.07થી સાંજે 6.50 સુધી ગુરુ પુષ્યામૃત યોગમાં કરેલા કામ અને ખરીદી શુભ અને ફળદાયી નીવડે છે. આ સાથે અમૃતસિદ્ધિ અને સર્વાર્થસિદ્ધિ યોગ પણ રચાય છે. આ શુભ યોગમાં કરાતું રોકાણ લાભકારક ગણાય છે, આ દરમિયાન કરાતી ખરીદી સ્થાયી અને શુભ ફળ આપનારી હોય છે. ત્રણ મોટા શુભ યોગ બનવાને કારણે આ દિવસે રિઅલ એસ્ટેટમાં રોકાણ, નવા કામની શરૂઆત, વાહન, ઘરેણાં, કપડાં અને અન્ય વસ્તુની ખરીદી શુભ રહેશે.

રિઅલ એસ્ટેટમાં પણ મોટા સોદા થશે
ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં કરાતી ખરીદી સમૃદ્ધિદાયક હોય છે. આ નક્ષત્રની ધાતુ સોનું છે. બૃહસ્પતિ દેવનો વાર હોવાને કારણે આ યોગમાં લગ્ન માટે સોનું અને ઘરેણાં ખરીદવાથી સમૃદ્ધિ બની રહે છે. વિદ્વાનો પ્રમાણે ગુરુપુષ્ય યોગમાં વર-કન્યા માટે ઘરેણાં ખરીદવાથી ગુરુ ગ્રહનો શુભ પ્રભાવ રહે છે. એનાથી લગ્નજીવનના દોષમાં ઘટાડો આવે છે અને લગ્નસુખ વધે છે.પુષ્ય નક્ષત્રમાં રિઅલ એસ્ટેટ સાથે જ વાહન, મશીન અને અન્ય સ્થાયી સંપત્તિમાં કરાતું રોકાણ લાંબો સમય ફાયદો આપે છે.

અન્ય સમાચારો પણ છે...