આજે છેલ્લી તક:ગુજરાત પોલીસ LRD ભરતીમાં ફી ભરવાનો આજે છેલ્લો દિવસ, હજુ 18926 ઉમેદવારોએ ફી ભરવાની બાકી

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • LRD ભરતીમાં ફી ભરવાપાત્ર ઉમેદવારો 1.42 લાખ છે
  • 10 નવેમ્બરની રાતે 9થી 11 નવેમ્બર રાતે 9 વાગ્યા સુધીમાં 4478 ઉમેદવારોએ ફી ભરી

ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળમાં હથિયારી/બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10459 જગ્યાઓ સીધી ભરતી માટે કુલ 12 લાખ જેટલી અરજીઓ આવી હતી જેમાંથી 9.46 લાખ અરજીઓ કન્ફર્મ થઈ છે. જનરલ કેટેગરીમાં આવતા ઉમેદવારો રૂ. 100 અને પોસ્ટ- બેક ચાર્જ ભરવાનો રહે છે. લોકરક્ષક ભરતીમાં અરજી કરનારને ફી ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ફી ભરવાપાત્ર ઉમેદવારો 1.42 લાખ છે. લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ મારફતે જણાવ્યું છે કે, 18926 ઉમેદવારોએ હજુ ફી ભરવાની બાકી છે. 10 નવેમ્બરના રાતે 12થી રાતે 9 સુધીમાં 7201 અને 10 નવેમ્બરની રાતે 9થી 11 નવેમ્બર રાતે 9 વાગ્યા સુધીમાં 4478 એમ કુલ 11679 ઉમેદવારોએ ફી ભરી છે.

23 હજાર જેટલા ઉમેદવારોને ફી ભરવાની બાકી હતી
ગઈકાલે લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું છે કે 23,404 ઉમેદવારને ફી ભરવાની બાકી છે. 12 નવેમ્બર ફી ભરવાની છેલ્લી તારીખ છે, જેથી જે ઉમેદવારે ફી ભરવાની બાકી હોય તેઓ ઝડપથી ભરી દે. જોકે 11 નવેમ્બરના દિવસે 4478 જેટલા ઉમેદવારોએ જ ફી ભરી હતી. એવામાં હજુ પણ છેલ્લા દિવસે 18 હજારથી વધુ ઉમેદવારોની ફી ભરવાની બાકી છે.

ઓનલાઈન ફી ભરવાનો વિકલ્પ
જે ઉમેદવારો ઓનલાઇન ફી ભરવા માગતા હોય તેમણે Online Payment of Fees ભરવા માટેનો વિકલ્પ પસંદ કરી, ઓનલાઇન બેન્કિંગ અથવા ATM DEBIT કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડથી પરીક્ષા ફી ભરવાની રહેશે. જે માટે પરીક્ષા ફી રૂ.100 તથા બેંક ચાર્જીસ રૂ.5.90 ભરવાના રહેશે. ઓનલાઇન ફી ભર્યા અંગેની પહોંચની પ્રિન્ટ કાઢી લઇ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઇન પેમેન્ટમાં UPI માધ્યમથી ફીનાં નાણાં ભરનારે સર્વિસ ચાર્જીસનાં નાણાં રૂ.5.90 ચૂકવવાના રહેશે નહીં.

ઓફલાઇન ફી ભરવાનો વિકલ્પ
જે ઉમેદવારો એકલાઇન ફી (પોસ્ટ ઓફિસ દ્વારા) ભરવા માગતા હોય તેમણે Print Post office Challan ભરવા માટેનો વિકલ્પ પસંદ કરી પોસ્ટ ઓફિસમાં ફી ભરવા માટેના ચલણના નકલની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને ઉમેદવારોએ ચલણ સાથે રાજ્યની કોઇપણ કમ્પ્યુટરાઇઝડ પોસ્ટ ઓફિસમાં જઇને પરીક્ષા ફી રૂ.100 તથા પોસ્ટ ઓફિસ ચાર્જીસનાં નાણાં રૂ.12 ભરવાના રહેશે. ચલણની એક નકલ પોસ્ટ ઓફિસ રાખી લેશે અને બે નકલમાં સિક્કા મારીને ઉમેદવારને પરત આપશે. પોસ્ટ ઓફિસમાં અરજી કરી ફી ભરેલા ચલણ/ઓનલાઈન ફી ભરેલ પહોંચની નકલ ઉમેદવારો ભરતી બોર્ડ દ્વારા માગણી કરવામાં આવે ત્યારે અચૂક રજૂ કરવાની રહેશે.

સર્વર ડાઉન થતા ઘણા ઉમેદવારો ફોર્મ ભરવાથી વંચિત
લોકરક્ષક દળની ભરતીના ચેરમેન હસમુખ પટેલ દ્વારા અરજી મામલે ટ્વીટ બાદ છેલ્લા બે દિવસમાં હજારો યુવાનો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવામાં આવતા વેબસાઈટનું સર્વર ડાઉન થયું હતું. વેબસાઈટ પર સર્વર ડાઉનના કારણે કેટલાક યુવાનો અરજીઓ કરી ન શકતાં તેઓએ અરજી કરવા તારીખ લંબાવવાની સોશિયલ મીડિયામાં માગ કરી છે. 9 નવેમ્બર છેલ્લી તારીખ હોવાના કારણે અનેક યુવાનો અરજીઓ કરવા વેબસાઈટ પર વધુ લોડ આવતા સર્વરમાં પ્રોબ્લેમ આવ્યો હતો. સર્વરમાં લોડ પડતા યુવાનો અરજી કરી શક્યા ન હતા. જો કે વધુમાં વધુ યુવાનો અરજીઓ કરે અને પોલીસમાં જોડાય તેના માટે વધુ ત્રણ સર્વરનો ઉમેરો તાત્કાલિક કરવામાં આવ્યો હતો. હસમુખ પટેલે આ મામલે રાતે ટ્વીટ કરી જણાવ્યું હતું કે સર્વરની ઝડપ વધારવા માટે વધુ ત્રણ સર્વરનો ઉમેરો કરવામાં આવ્યો છે. છેલ્લા દિવસે 86 હજારથી વધુ યુવાનોએ અરજી કરી હતી.

પરીક્ષામાં સફળતા માટે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું

  • કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરવા માટે આ વર્ષે સૌપ્રથમ ફિઝિકલ ટેસ્ટ પાસ કરવી ફરજીયાત છે માટે દોડની પ્રેક્ટિસ રોજ સવારે અને સાંજના સમયે કરવી જોઈએ.
  • કાયદો, બંધારણ, ગણિત, રિઝનિંગ, કરંટ ટોપિક, ઇતિહાસ, ભૂગોળના વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું.
  • PSIની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ ઉપરોક્ત તમામ વિષય ઉપરાંત ગુજરાતી ગ્રામર, અંગ્રેજી ગ્રામર, વેકેબ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
  • તમામ વિષયનું વીકલી રીવીઝન અને પાછલા પ્રશ્નપત્રોનો અભ્યાસ કરવો જોઈએ.
  • આ વર્ષે પેપર અઘરું રહેવાની પુરી શક્યતા ધ્યાને રાખી તમામ વિષયોનો અભ્યાસ કરવો જોઈએ.
  • એક પણ વિષય ઓપ્શનમાં કાઢી શકાશે નહીં.
  • ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓએ ગણિત અને રિઝનિંગમાં પણ વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
  • એન્જીનિયરીંગ અને પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓનું ગણિત અને રિઝનિંગ સારું હોવાથી તેઓનું મુખ્ય ફોક્સ બંધારણ અને IPC તેમજ CRPC પર હોવું જોઈએ.