GST રિટર્ન:વેપારીઓને GST-3B રિટર્ન ભરવાનો આજે છેલ્લો દિવસ

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 30 નવેમ્બર સુધી ITC ક્રેડિટ મળી શકશે
  • રિટર્ન​​​​​​​ ભરવાની તારીખ લંબાવવા માગણી

જીએસટી કરદાતાઓને વર્ષ 2021-22ના નાણાકિય વર્ષમાં લેવાની થતી આઇટીસી લેવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ 20 નવેમ્બર 2022ના રોજ જીએસટીઆર-3બી રિટર્નની ભરવાનો છેલ્લો દિવસ હોવાથી વેપારીઓએ રવિવારે રિટર્ન ભરીને આઇટીસી ક્રેડિટ લેવી પડશે. બીજી તરફ વેપારીઓ દ્વારા આઇટીસી ક્રેડિટ લેવાની મુદતમાં વધારો કરવાની માગ કરવામાં આવી છે.

તાજેતરમાં બજેટ 2022માં કરેલી જોગવાઇ મુજબ સુધારો કરીને 30 નવેમ્બર 2022 સુધી વર્ષ 2021-22ની ક્રેડિટ લેવાની જાહેરાત કરી હતી, પરંતુ આઇટીસી ક્રેડિટ લેવા માટેનું જીએસટીઆર-3બી રિટર્નની મુદતમાં કોઇ વધારો ન થતા વેપારીઓ અને એડવોકેટ મુશ્કેલીમાં મુકાયા છે. કાયદાની જોગવાઇ મુજબ વેપારી 2021-22ની કોઇ પણ આઇટીસી લેવાની બાકી હોય તેવા કિસ્સામાં 30 નવેમ્બર 2022 સુધી ક્રેડિટ લઇ શકે છે, પરંતુ તેની ક્રેડિટ લેવાનું રિટર્ન જીએસટીઆર3બીની મુદત 20 નવેમ્બર 2022 ના પૂરું થાય છે.

એટલે કે જે કોઇ વેપારીઓ વર્ષ 2021-22ની ક્રેડિટ લેવા માંગતા હોય તેઓએ 20 નવેમ્બર 2022ના રોજ ભરવા પાત્ર રિટર્નમાં તેની નોંધ લેવી પડે. સરકાર દ્વારા કાયદામાં સુધારો કરીને 30 નવેમ્બર 2022ની જાહેરાત કરી હતી પરંતુ આઇટીસી ક્રેડિટ લેવાના રિટર્નની મુદતમાં વધારો ન કરાતા વેપારીઓ કાયદાની જોગવાઇ હોવા છતાં 20 નવેમ્બર પછી પણ ક્રેડિટ લઇ શકશે નહીં. આમ એક કાયદામાં સુધારો કરીને આઇટીસી ક્રેડિટ લેવાની જોગવાઇ કરાઇ પરંતુ તેના રિટર્નની મુદતમાં સુધારો ન કરાતા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...