• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Today In Mother's Day, Patil Said In Kadodora People Of Gujarat Do Not Consume Free Things, Mahathag Is Coming, People Should Be Careful.

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:આજે મધર્સ ડે, કડોદરામાં પાટીલે કહ્યું- ગુજરાતની પ્રજાને મફતની વસ્તુ ખપતી નથી, મહાઠગ આવે છે, લોકો સાવધાન રહે

10 દિવસ પહેલા

નમસ્કાર,

આજે રવિવાર છે, તારીખ 8 મે, વૈશાખ સુદ-સાતમ (ગંગા પૂજન)

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજે મધર્સ ડે, રાજકોટની કડીવાર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન 2) આજે દહેગામમાં માલધારી મહાપંચાયતની મીટિંગ, આંદોલનને વેગવંતુ કરવા રણનીતિ ઘડશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) કડોદરામાં પાટીલે કહ્યું- ગુજરાતની પ્રજાને મફતની વસ્તુ ખપતી નથી, મહાઠગ આવે છે, લોકો સાવધાન રહે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મિશન 182ને પાર પાડવા માટે પ્રદેશ ભાજપ-પ્રમુખ સી.આર.પાટીલ એક્ટિવ થઈ ગયા છે. કડોદરા ખાતે વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાટીલે નામ લીધા વિના કેજરીવાલ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ગુજરાતના લોકોને મફતની વસ્તુ ખપતી નથી, મહાઠગ આવે છે, લોકો સાવધાન રહે. મફતની વસ્તુ આપવાથી તમને કોઈ મત આપવાના નથી.

વાંચો સમાચાર વિગતવાર

2) CMની શૈલેષ પરમારને 'ઓફર', જામનગરમાં કારમાં બેસી મુખ્યમંત્રીએ કોંગ્રેસના ધારાસભ્યને કહ્યું- 'તમારે આવવાનું હોય તો બેસી જાઓ હાલો'

જામનગરમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં આજે વધુ એક કૉંગ્રેસી ધારાસભ્ય ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા હતા. અમદાવાદની દાણીલીમડા બેઠકના કૉંગ્રેસી ધારાસભ્ય શૈલેષ પરમાર જામનગરમાં મુખ્યમંત્રી સહિતના ભાજપના નેતાઓ સાથે હાજર જોવા મળ્યા હતા. કાર્યક્રમમાંથી જતા સમયે મુખ્યમંત્રીએ શૈલેષ પરમારને કહ્યું હતું કે તમારે આવવાનું હોય તો બેસી જાઓ હાલો. આ સાંભળી શૈલેષ પરમાર હસી પડ્યા હતા.

વાંચો સમાચાર વિગતવાર

3) જયશ્રી રામનો નારો, હનુમાન ચાલીસાના પાઠ કે મસ્જિદની અઝાનથી આવા લોકોનું દર્દ ઓછું ન થાય: ડો.કાનાબારનું વિવાદિત ટ્વિટ

ટ્વીટરના માધ્યમથી વિવિઘ વિષયો પર બેબાકપણે વિચારો વ્યકત કરનાર અમરેલી ભાજપના નેતા ડો. કાનાબારે આજે કરેલા એક ટ્વિટમાં વિવાદિત ટીપ્પણી કરી છે. શ્રમિક મહિલા સાથેની તસવીર શેર કરી ડો. કાનાબારે ટીપ્પણી કરતા લખ્યું છે કે, જયશ્રી રામનો નારો, હનુમાન ચાલીસાના પાઠ કે મસ્જિદની અઝાનથી આવા લોકોનું દર્દ ઓછુ ન થાય.

વાંચો સમાચાર વિગતવાર

4) હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રોનો વિવાદ, અમે એમ.એસ. યુનિવર્સિટીને બીજી JNU નહીં બનવા દઈએ: ABVP નેતા, પોલીસ આવતાં ઘર્ષણ સર્જાયું

વડોદરામાં આવેલ એમ.એસ.યુનિવર્સિટીની ફાઈનાન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થી દ્વારા એક્ઝિબિશનમાં હિન્દુ દેવી-દેવતાઓના દુષ્કર્મના સમાચારોના પેપર કટિંગ ચિત્રો બનાવવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. જેના પગલે આજે ABVP દ્વારા એમ.એસ.યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સમક્ષ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો તે અંગે પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દ્વારા કોઈ જવાબ આપવામાં ના આવતા વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન શરુ કર્યું હતું. સમગ્ર મુદ્દે યુનિવર્સિટીએ પોલીસને બોલાવી લેતા ABVP અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

વાંચો સમાચાર વિગતવાર

5) ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાહુલ ગાંધી, કેજરીવાલ અને મોદીનો ગુજરાત પ્રવાસ શરૂ, આગામી સપ્તાહ પ્રચારમય બનશે

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. તમામ પક્ષો રેલીઓ અને સભા ગજાવી રહ્યા છે. ભારતીય જનાતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષો રાજ્યમાં તાબડતોડ તૈયારીઓ કરી રેલીઓ યોજી રહ્યા છે. ત્યારે 10 મેના રોજ કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દાહોદમાં આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવશે. જ્યારે તા.11મેના રોજ રાજકોટમાં અરવિંદ કેજરીવાલ જાહેર સભા ગજવશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે રાજકોટ આવે તેવી શક્યતાઓ છે.

વાંચો સમાચાર વિગતવાર

6) મોહાલી કોર્ટે બગ્ગા સામે ધરપકડ વોરન્ટ ઈશ્યુ કર્યું, કેજરીવાલના ઘરની બહાર ભાજપ કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યું

દિલ્હી ભાજપ નેતા તજિંદર બગ્ગા સામે મોહાલી કોર્ટે ધરપકડ વોરન્ટ ઈશ્યુ કર્યું છે. આ કેસમાં હવે પછીની સુનાવણી 23મી મેના રોજ થશે. આ ધરપકડ વોરન્ટ રસપ્રદ એટલા માટે છે કારણ કે ગઈકાલે આ મુદ્દે પંજાબ પોલીસ, દિલ્હી તથા હરિયાણા પોલીસ વચ્ચે મતભેદ સર્જાયા હતા.બીજી બાજુ ઘરે પરત ફર્યાં બાદ બગ્ગાએ અરવિંદ કેજરીવાલને પડકાર્યાં છે. બગ્ગાએ કહ્યું છે કે તેમની ઉપર એક નહીં પણ 100 FIR કરી દો, તેમ છતાં તેઓ ડરશે નહીં. તેઓ કાનૂની લડાઈ લડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

વાંચો સમાચાર વિગતવાર

7) બે માળના બિલ્ડિંગમાં આગ લાગવાથી 7 લોકો ભડથું, 7 ગંભીર રીતે દાઝ્યા, ફાયરબ્રિગેડ-પોલીસ ઘટનાસ્થળે

મધ્યપ્રદેશના ઈન્દોરમાં શુક્રવારે મોડી રાતે બે માળના એક બિલ્ડિંગમાં આગ લાગી હતી, જેમાં 7 લોકોનાં જીવતા સળગી જવાથી મૃત્યુ થયાં છે. મૃતકોમાં 6 પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે, જ્યારે 7 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. હાલ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘટના પછી ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે હાજર છે. પોલીસે મૃતકોનાં મૃતદેહોને હોસ્પિટલમાં મોકલ્યા છે. શોર્ટસક્રિટને કારણે ઈમારતમાં આગી હતી, પછી એ ધીરે-ધીરે વિકરાળ બની છે.

વાંચો સમાચાર વિગતવાર

8) સંસદ બહાર અડધી રાતે પોલીસ અને પ્રદર્શનકારી વચ્ચે અથડામણ; રાષ્ટ્રપતિએ કેબિનેટ મીટિંગમાં PMને રાજીનામું આપવાનું કહ્યું

શ્રીલંકામાં આર્થિક સ્થિતિ બદતર બની ગઈ છે, જેના કારણે સામાન્ય લોકો સરકાર વિરોધપ્રદર્શનો કરી રહ્યા છે. ત્યારે આ વિરોધપ્રદર્શનોને જોતાં રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ એક મહિના પછી ફરી ઈમર્જન્સી લગાવી દીધી છે. હવે સામાન્ય લોકો સરકાર વિરુદ્ધ રસ્તા પર નહીં ઊતરી શકે. ઈમર્જન્સી આજે અડધી રાતથી જ લાગુ કરી દેવાઈ છે. સંસદમાં તણાવપૂર્ણ સ્થિતિને જોતાં સ્પીકર મહિન્દા યાપા અભયવર્ધનાએ શુક્રવારે જ સંસદ 17 મે સુધી સ્થગિત કરી દીધી હતી. વિપક્ષે પોલીસની કાર્યવાહીનો કડક વિરોધ કર્યો હતો.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) સુરત લાજપોર જેલની સી-5 યાર્ડમાં ફેનિલ સહિત ફાંસી થયેલા 6 હત્યારા રખાયા, દેખરેખ માટે 2 વોર્ડન અને 1 વોચમેન 2) ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતોમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાનો નિર્ણય હાલ પૂરતો સ્થગિત રખાયો 3) ગુજરાત સમાજ કલ્યાણ બોર્ડે હાઈકોર્ટના બે હૂકમની અવગણના કરી, કોર્ટે કહ્યું વધુ પડતી ચાલાકી બતાવવાનો પ્રયાસ ન કરશો 4) અમદાવાદમાં 400 હોસ્પિટલોના 'સી' ફોર્મ રિન્યુઅલ મુદ્દે નિરાકરણ નહીં આવે તો 14 મેના રોજ તમામ હોસ્પિટલ, ક્લિનિક બંધ 5) રાજકોટમાં કોઠારિયા રોડ પર શિક્ષિકાએ અને રંગઉપવન સોસાયટીમાં નાગરિક બેંકના ચીફ મેનેજરે ગળેફાંસો ખાધો 6) મહારાષ્ટ્રના નાગપુરમાં ભીષણ માર્ગ અકસ્માત, કાર-ટ્રક વચ્ચે ટક્કર થતા 6 મહિલા સહિત કુલ 7 લોકોના મોત 7) પાકિસ્તાનના પૂર્વ PM ખાને પોતાને જ ગધેડા કહ્યા; ઈમરાનના વિવાદાસ્પદ વીડિયો કોઈપણ સમયે જાહેર થઈ શકે છે

આજનો ઈતિહાસ
વર્ષ 1933માં આજના દિવસે મહાત્મા ગાંધીએ બ્રિટીશ શાસનના વિરોધમાં 21 દિવસનો ઉપવાસ કર્યો હતો

અને આજનો સુવિચાર
માણસ પોતે પોતાનો મિત્ર છે તેમજ શત્રુ છે, શું થવું તેણે નક્કી કરવાનું છે

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...