સાંજે બફારા બાદ રાત્રે ઠંડક થશે:અમદાવાદમાં આજે છઠ્ઠા નોરતે ખેલૈયાઓ મનમુકીને ગરબા રમશે, ઠંડા માહોલમાં ગરબા રમવાની મોજ પડશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવરાત્રિનું આજે છઠ્ઠુ નોરતું છે. અમદાવાદમાં ગરબા રમવા થનગનતાં ખેલૈયાઓ માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આજે વરસાદ પડવાની સહેજ પણ સંભાવના નથી. આજે દિવસ દરમિયાનના બફારાની અસર વર્તાશે બાદ રાત્રે ધીમે ધીમે વાતાવરણ ઠંડુ થતુ જશે. ખેલૈયાઓને રાસ ગરબાની રમઝટ બોલાવતાં કોઈ નહીં રોકી શકે. રાત્રે પણ ગરબા રમ્યા બાદ ખેલૈયાઓ શાંતિથી ખાઈપીને ઘરે જશે.

સવારથી જ ગરમીનો અહેસાસ
આજે સવારથી જ અમદાવાદનું વાતાવરણ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. આકાશમાં ક્યાંય પણ વાદળો જોવા મળ્યા નથી. સવારથી જ સહેજ બફારાની અસર જોવા મળી છે. પરંતુ સાંજે વાતાવરણ વાદળછાયું રહેશે અને મોડી રાત સુધી આકાશ સ્વચ્છ જોવા મળશે. સાંજ પછી વાતાવરણમાં ધીમે ધીમે ઠંડક વધશે. પરંતુ વરસાદની કોઈ શક્યતાઓ નથી. ખેલૈયાઓને ઠંડીના અહેસાસ વચ્ચે ઠંડા માહોલાં ગરબા રમવાની મોજ પડશે.

આજે પણ સાનુકૂળ વાતાવરણ રહેશે
આજે છઠ્ઠા નોરતે ખેલૈયાઓએ નિશ્ચિત થઈને ગરબા રમવા પહોંચશે. કેમ કે, આજે વાતાવરણ સાનુકૂળ રહેવાનું છે. સાંજે 7 વાગ્યાથી લઈને મધરાત સુધી ઠંડક વાળું વાતાવરણ રહેશે. જેમ જેમ રાત થતી જશે તેમ તેમ થોડી ઠંડક પ્રસરશે. જો કે ગરબા રમતા ખેલૈયાઓને સહેજ ઠંડીનો ચમકારો અનુભવાશે. વાતાવરણ એકંદરે સ્વચ્છ રહેશે. 7 વાગ્યે આંશિક વાદળછાયું અને ભેજનું પ્રમાણ 53% રહેશે તથા તાપમાન 31 ડિગ્રી રહેશે. 8 વાગ્યે આંશિક વાદળછાયું અને ભેજનું પ્રમાણ 59% રહેશે તથા તાપમાન 29 ડિગ્રી રહેશે.

પહેલાં નોરતાથી જ ખેલૈયાઓએ ધૂમ મચાવી
અમદાવાદભરમાં વિવિધ ક્લબ સહિતના સ્થળે નવરાત્રિ ગરબાના આયોજન થયા છે. ત્યારે પાર્ટી બે વર્ષ સુધી નવરાત્રિમાં ગરબા રમવાથી દૂર રહેલા ખેલૈયામાં થનગનાટ હતો. જેવી રાત પડી અને વિવિધ સ્થળે ગરબા શરૂ થયાં કે તરત જ ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવી હતી. ગીત-સંગીતના સથવાર રિવરફ્રન્ટથી લઈને ક્લબો અને સોસાયટીઓમાં જ્યાં પણ ગરબાના આયોજન થયાં ત્યાં ખેલૈયાઓએ ગરબા ઘૂમ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...