તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Today In Ahmedabad, B.J. One Thousand Medical College Students Will Be Vaccinated Against Corona, So Far More Than 3,500 Civil Hospital Staff Have Taken The First Dose Of The Vaccine

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીકરણ:અમદાવાદમાં આજે બી.જે. મેડિકલ કોલેજના એક હજાર વિદ્યાર્થીઓને કોરોનાની રસી અપાશે, અત્યાર સુધીમાં સિવિલના 3,500થી વધુ કર્મીઓએ વેક્સિન લીધી

અમદાવાદ23 દિવસ પહેલા
અમદાવાદની બી.જે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને રસી અપાશે
 • અત્યાર સુધીમાં 40 હજારથી વધુ ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી આપવામાં આવી
 • કોવીશિલ્ડ વેક્સિનના અત્યંત સફળ પરિણામો જોવા મળ્યા છે અને વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છેઃ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ જે.વી.મોદી

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ધીમું પડ્યું છે. કોરોનાના કેસોમાં દિવસે દિવસે ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે રાજયમાં વેક્સિનેશનની કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં પાંચ લાખ 55 હજારથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. બીજી બાજુ અમદાવાદની સિવિલ મેડીસિટીમાં આવેલી બી.જે.મેડિકલ કોલેજના 1 હજાર મેડિકલ સ્ટુડન્ટ્સને આજે વેક્સિન આપવામાં આવનાર છે. જ્યારે સિવિલ હોસ્પિટલ અમદાવાદના મેડિસિન વિભાગમાં ફરજ બજાવતા તબીબ દંપતિએ આજે કોરોના રસીકરણ કરાવ્યુ હતું. હાલ રાજ્યમાં કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે.

બી.જે.મેડિકલ કોલેજના 1 હજાર મેડિકલ સ્ટુડન્ટ્સને આજે વેક્સિન આપવામાં આવનાર છે
બી.જે.મેડિકલ કોલેજના 1 હજાર મેડિકલ સ્ટુડન્ટ્સને આજે વેક્સિન આપવામાં આવનાર છે

મેડિસિન વિભાગમાં ફરજ બજાવતા તબીબ દંપતિએ કોરોનાની રસી લીધી
વેક્સિનેશનના 19ના દિવસે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના રસીકરણ કેન્દ્રોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. અહીં આરોગ્ય વિભાગના કમિશ્નર જયપ્રકાશ શિવહરે ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે રસી મુકાવવા માટે આવેલા પોલીસ જવાનો અને હેલ્થ વર્કરો સાથે ચર્ચા વિચારણા કરીને રસીકરણ વિશે વિગતવાર સમજૂતિ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ રસી સંપૂર્ણ સુરક્ષિત છે દરેક વ્યક્તિને આ રસી લેવા માટે તેમણે અપીલ કરી હતી. તે ઉપરાંત મેડિસીન વિભાગના વડા ડો. કમલેશ ઉપાધ્યાય અને તેમના પત્ની નિલિમા શાહે આજે વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવ્યો હતો. બી.જે. મેડિકલ કોલેજના ડીન ડો. પ્રણવ શાહ દ્વારા વેક્સિન લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરું પાડ્યું હતું.

મેડિસીન વિભાગના વડા ડો. કમલેશ ઉપાધ્યાય અને તેમના પત્ની નિલિમા શાહે આજે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
મેડિસીન વિભાગના વડા ડો. કમલેશ ઉપાધ્યાય અને તેમના પત્ની નિલિમા શાહે આજે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

સિવિલ હોસ્પિટલના 3500 કર્મચારીઓએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો
ડો.મોદીએ તમામ પોલીસકર્મીઓ અને હેલ્થ વર્કરોને રસી લેવા માટે અપીલ કરતા કહ્યુ કે, કોરોનાની રસી બાદ સામાન્ય તાવ આવવો અને માથુ દુખાવાની ફરિયાદ રહેતી હોય છે, પણ તેનો કોઈએ ડર રાખવાની જરૂર નથી. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, અમારી સિવિલ હોસ્પિટલના 3,500થી વધુ આરોગ્યકર્મીઓએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે, પણ તેમાંથી અત્યારસુધી કોઈને પણ આડઅસર જોવા મળી નથી. તેમણે જનતાને હૈયાધારણ આપતા કહ્યું કે, વેક્સિન લીધા બાદ જો ઉપરોક્ત તકલીફ સિવાયની અન્ય કોઈ તકલીફ જણાય તો ચોક્કસ તબીબી તપાસ કરાવવી જોઈએ. પરંતુ ખોટો ભય રાખવાની જરુર નથી. કોવીશિલ્ડ વેક્સિનના અત્યંત સફળ પરિણામો જોવા મળ્યા છે અને વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે. તમામ ફ્રન્ટલાઈન વર્કરોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ સુરક્ષિત બનવું જોઈએ.

અમદાવાદમાં અત્યાર સુધી કુલ 40 હજારથી વધુ લોકોએ રસી મૂકાવી છે
અમદાવાદમાં અત્યાર સુધી કુલ 40 હજારથી વધુ લોકોએ રસી મૂકાવી છે

અમદાવાદમાં અત્યાર સુધી કુલ 40 હજારથી વધુ લોકોએ રસી મૂકાવી છે
ગત સોમવારે અમદાવાદના મ્યુનિ. કમિશનર મુકેશકુમાર, ડેપ્યુટી કમિશનર મુકેશ ગઢવી સહિતના તમામ ડેપ્યુટી કમિશનરે એસવીપીમાં કોરોનાની રસી લીધી હતી. કુલ 7,515માંથી 5071 પુરુષ અને 2444 મહિલાઓએ રસી મુકાવી હતી. અત્યાર સુધી કુલ 40 હજારથી વધુ લોકોએ રસી મૂકાવી છે. જેમને 28 દિવસ પછી બીજો ડોઝ અપાશે. બે દિવસમાં હેલ્થવર્કરોનો ટાર્ગેટ પૂરો થવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો