‘દિવ્ય ભાસ્કર’નો મેગા પ્રોપર્ટી એક્સ્પો:આજે છેલ્લો દિવસ, એક્સ્પોના બીજા દિવસે સવારથી લોકોનો ધસારો રહ્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લોકોેએ દુકાનો, શોપિંગ સેન્ટરની સ્કીમો વિશે પણ માહિતી મેળવી હતી. - Divya Bhaskar
લોકોેએ દુકાનો, શોપિંગ સેન્ટરની સ્કીમો વિશે પણ માહિતી મેળવી હતી.
  • મોટા ભાગનાએ 2, 3 BHK મકાનો વિશે માહિતી મેળવી
  • 2 દિવસમાં 7 હજારથી વધુ લોકો આવ્યા

‘દિવ્ય ભાસ્કર’ આયોજિત મેગા પ્રોપર્ટી એક્સ્પો-2022માં બીજા દિવસે સવારથી લોકો આવી પહોંચ્યા હતા, જ્યાં મોટા ભાગના લોકોએ 2 અને 3 બીએચકે મકાનોની પૂછપરછ કરી હતી. એક્સ્પોમાં 30 બિલ્ડરો દ્વારા ન્યૂ મણિનગર, રામોલ, વટવા, નારોલ, લાંભા સહિત આસપાસના વિસ્તારોમાં શરૂ કરાયેલી તેમની વિવિધ સ્કીમોની માહિતી લોકોને આપી હતી, જેમાં અનેક લોકોએ પોતાની અનુકૂળતા મુજબની સ્કીમમાં રસ દાખવતા હોવાની સાથે સ્થળ મુલાકાત બાદ બુકિંગ માટે આશ્વાસન આપતા જોવા મળ્યા હતા.

બે દિવસમાં જ 7 હજારથી વધુ લોકોએ આ એક્સ્પોની મુલાકાત લઈ પોતાના ઘરનું ઘર વસાવવા વિવિધ સ્કીમોની માહિતી મેળવી હતી. સાથે જ 17 એપ્રિલે એક્સ્પોનો છેલ્લો દિવસ હોવાની સાથે રજાનો દિવસ હોવાથી સવારથી જ લોકોનો ધસારો રહે તેવી શક્યતા છે.

‘દિવ્ય ભાસ્કર’ દ્વારા મણિનગર બિલ્ડર્સ એન્ડ એસ્ટેટ ડેવલપર્સ વેલ્ફેર્સ એસો.ના સહયોગથી યોજાયેલા આ એક્સ્પોમાં લોકોને એક જ છત નીચે અનેક વિકલ્પ મળી રહ્યા છે. પશ્ચિમની જેમ પૂર્વમાં પણ અનેક સ્કીમો ચાલી રહી છે, જેમાં લોકોને એફોર્ડેબલ મકાનોથી લઈ 2, 3 અને 4 બીએચકે મકાનોની સાથે આકર્ષક બંગ્લોઝ, દુકાનો, શોપિંગ સેન્ટરની સ્કીમો અંગે માહિતી મળી રહી છે. પૂર્વમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી હવે મોટી સંખ્યામાં લોકો મકાનની ખરીદી કરી રહ્યા હોવાની માહિતી છે.

અન્ય સમાચારો પણ છે...