તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સક્લુઝિવ:રૂ. 40 હજારનું એક એવાં બે ઇન્જેક્શન આપી ગંભીર સ્થિતિ ધરાવતા કોરોના દર્દીની સારવારદર્દીને વિનામૂલ્યે અપાશે, મૃત્યુનું પ્રમાણ ઘટશે

અમદાવાદ10 મહિનો પહેલાલેખક: ચિંતન આચાર્ય 
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ભારતીય ફાર્મા કંપની સિપ્લા આ ઇન્જેક્શનનું ઉત્પાદન કરે છે
 • મુંબઇમાં પણ આ ઉપચાર ચાલું છે અને ત્રીસમાંથી ચૌદ દર્દીઓ સાજા થઇ ગયા હતા
 • આ ઇન્જેક્શન ગંભીર દર્દીઓને મફત આપવામાં આવશે, ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે

ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓના મૃત્યુનો વધી રહેલો આંકડો ચિંતાજનક છે, મહત્તમ કિસ્સામાં શ્વાસ લેવામાં પડતી ગંભીર મુશ્કેલી અને ફેફસા કામ કરતાં બંધ થવાને કારણે આ સ્થિતિ ઊભી થાય છે. આમ થતું અટકે તે માટે ગુજરાત સરકારે ટોસિલિઝુમેબ ઇન્જેક્શનો મોટા પ્રમાણમાં મંગાવી ગંભીર સ્થિતિનો સામનો કરી રહેલા દર્દીને આપી તેનો જીવ બચાવવામાં આવશે.
ઇન્જેક્શનથી 30માંથી 14 દર્દીઓ સાજા થઇ ગયા
આ ઇન્જેક્શનની કિંમત 40,000 રૂપિયા છે અને આવાં બે વાયલ એટલે કે ડોઝ આપવા પડે છે. ભારતીય ફાર્મા કંપની સિપ્લા તેનું ઉત્પાદન કરે છે. અગાઉ ગાંધીનગરના આલમપુર માર્કેટ યાર્ડના સેક્રેટરી યુવાનને શ્વાસ લેવામાં મુશ્કેલી શરૂ થતાં તેને આ ઇન્જેક્શન અપાયું હતું અને તે સ્વસ્થ થઇને થોડા જ દિવસમાં ઘરે પરત ફર્યો હતો. મુંબઇમાં પણ આ ઉપચાર ચાલું છે અને ત્રીસમાંથી ચૌદ દર્દીઓ સાજા થઇ ગયા હતા.
ઇન્જેક્શન દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવશે
આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે મંગળવારે જ રાજ્ય સરકારે આ દવાનો જથ્થો મંગાવી લીધો છે અને આ દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવશે. આ દવાના ખૂબ સારા પરિણામ મળ્યા છે અને જરૂર લાગે તે દર્દીને આ ઇન્જેક્શન અપાશે. હજુ પણ આ દવાનો નવો સ્ટોક મંગાવાયો છે.
શું છે ટોસિલિઝુમેબ
આ દવા રુમેટોઇડ આર્થરાઇટિસ, કેન્સર, અથવા ટ્રાન્સપ્લાન્ટેશન કરાવેલા દર્દીઓમાં અમુક પ્રકારના એન્ટિબોડી બની શરીરમાં આંતરિક અંગો જેવા કે આંતરડા કે ફેફસામાં સોજો ન લાવે તે માટે વપરાય છે. હાલ કોરોના વાઇરસના ગંભીર સંક્રમણના કિસ્સામાં ઉપચાર માટે આ ઇન્જેક્શનનો ઉપયોગ વિશ્વમાં પ્રાયોગિક રીતે થઇ રહ્યો છે. મૂળમાં આંતરરાષ્ટ્રીય ફાર્મા કંપની રોશ તે ડ્રગ તૈયાર કરે છે, પરંતુ હાલ ભારતીય કંપની સિપ્લા સાથે તેના કરાર હોઇ તેનું ઉત્પાદન ભારતમાં થાય છે. અહીંથી જ અન્ય દેશોમાં પણ સપ્લાય થાય છે. યુરોપ અને અમેરિકામાં દર્દીઓની સ્થિતિ વધુ ખરાબ હોવાથી ત્યાં ભારત કરતાં વધુ જરૂર છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો