તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતના સવાયા શિક્ષક:અમદાવાદની આ સ્કૂલમાં એકપણ રજા પાડ્યા વિના 8 વર્ષ સુધી વિદ્યાર્થીઓ રેગ્યુલર આવ્યા, વિદ્યાર્થીઓને આપે છે સર્ટિફિકેટ અને ટ્રોફી

અમદાવાદ14 દિવસ પહેલાલેખક: આનંદ મોદી
  • અમદાવાદની નીમા સ્કૂલના આચાર્યને ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ
  • વર્ષ 2008થી આચાર્ય તરીકે ફરજ બજાવે છે

શિક્ષકદિનની રાજ્ય કક્ષાની ઉજવણી અમદાવાદમાં થશે, ત્યારે અલગ અલગ કામગીરી માટે શિક્ષકોએ શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરીને એવોર્ડ આપવામાં આવે છે ત્યારે અમદાવાદની નીમા સ્કૂલના આચાર્યને ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવશે. શૈક્ષણિક સિવાયની અન્ય પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને આચાર્યને એવોર્ડ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ રાજકોટનાં વનિતાબહેને સ્કૂલને Dમાંથી A ગ્રેડ બનાવી, આસપાસના વિસ્તારમાં બે ખાનગી સ્કૂલને તાળાં લાગ્યાં, હવે મળશે નેશનલ ટીચર અવૉર્ડ

અન્ય પ્રવૃત્તિઓ માટે શિક્ષકદિને ફંડ પણ મળશે
અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં આવેલી નીમા સ્કૂલમાં સહદેવ સિંહ સોનાગરા 2008થી આચાર્ય તરીકે ફરજ બજાવે છે. સ્કૂલમાં તેમના આવ્યા બાદ અનેક સુધારા વધારા કરવામાં આવ્યા છે. ધોરણ 9 થી 12માં અંગ્રેજી પણ ભણાવી રહ્યા છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓ તો સ્કૂલમાં ચાલે છે તે સિવાય અન્ય પ્રવૃત્તિઓ માટે સહદેવ સિંહ અનેક પ્રયત્ન કરી રહ્યા છે, જેનું તેમને શિક્ષકદિને ફંડ પણ મળશે. સ્કૂલમાં મોટા ભાગના વિદ્યાર્થી મિડલ ક્લાસ કે લોઅર મિડલ ક્લાસના ફેમિલીમાંથી આવે છે. આમ છતાં સ્કૂલમાં મોટી ખાનગી સ્કૂલો કરતા પણ વધુ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

બાળકો સ્કૂલની આત્મા છે
આ અંગે નીમા સ્કૂલના આચાર્ય સહદેવ સિંહે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મને શ્રેષ્ઠ શિક્ષકનો જે એવોર્ડ મળવાનો છે તેમાં એકેડેમિક સહિત અન્ય 28 કોલમ ધ્યાનમાં રાખવામાં આવે છે, જેમાં સામાજિક પ્રવૃત્તિઓ, બાળકોને રાષ્ટ્રીય સ્પિરીટ માટે તૈયાર કરવા, પર્યાવરણ માટે પ્રવૃત્તિઓ સહિતની અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સ્કૂલ નાની કે મોટી હોય તેનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ બાળકો સ્કૂલની આત્મા છે, જેથી સામાન્ય અને શ્રમિક પરિવારના મોટા ભાગના બાળકો હોવા છતાં બાળકોને કેન્દ્રમાં રાખીને અનેક પ્રવૃત્તિઓ કરી છે જેના માટે મને એવોર્ડ મળી રહ્યો છે.

મુખ્યમંત્રી રૂપાણી સાથે સહદેવસિંહ
મુખ્યમંત્રી રૂપાણી સાથે સહદેવસિંહ

સ્કૂલોમાં થાય છે અનેક પ્રવૃત્તિઓ
આ ઉપરાંત જિલ્લા કક્ષાએ પણ મને 8 ટ્રોફી મળી ચૂકી છે. મેં સ્કૂલમાં સોલ્જર માટે ફંડ ભેગુ કરવાનું, બાળકોને જાગૃત કરી પ્રવૃત્તિઓમાં જોડ્યા, જીવદયા માટે સ્કૂલ તરફથી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. બ્લડ ડોનેશન કેમ્પ કરી બ્લડ એકઠું કરી આપી હતી. આ ઉપરાંત દર વર્ષે બાળકો અને સ્કૂલને સાથે રાખીને અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી છે, જેનું મને શિક્ષકદિન નિમિત્તે ફળ મળ્યું છે.

ડાબેથી સહદેવસિંહ સોનાગરા અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ
ડાબેથી સહદેવસિંહ સોનાગરા અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેને બાળકોને અભિનંદન આપવામાં આવ્યા
સ્કૂલમાં મારા આવ્યા બાદ નિયમિત સ્કૂલે આવનાર બાળક માટે પ્રોત્સાહન સર્ટિફિકેટ આપવાનું શરૂ કર્યું, જેથી બાળકો નિયમિત સ્કૂલે આવતા શરૂ થયા જે બાદ બાળકો વર્ષમાં એક પણ રજા ના પાડીને સ્કૂલે આવવાનું શરૂ કરતાં સર્ટિફિકેટ સાથે ટ્રોફી આપવાનું શરૂ કર્યું. 7-8 વર્ષ સુધી અનેક બાળકો રેગ્યુલર એક પણ રજા લીધા વિના આવ્યા હતા. સ્કૂલમાં 100 કરતા વધુ રેગ્યુલર બાળકો નોંધાયેલા છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા બાળકોને અભિનંદ પણ આપવામાં આવ્યા છે.