તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હે રામ!:આ લાઇન સારવાર માટેની નહીં, પણ સિવિલમાંથી મૃતદેહ લેવા માટેની છે, સ્વજન પૂછવા જાય તો કહે છે- 'સ્મશાનમાં વેઇટિંગ છે; રાહ જોવી પડશે'

અમદાવાદએક મહિનો પહેલા
સિવિલ બહાર મૃતદેહ લેવા માટે લાઇન લાગી.
  • સોમવારે મૃત્યુ પામેલા દર્દીનો મૃતદેહ મંગળવારે સવારે સુધી પણ સ્વજનોને સોંપવામાં આવ્યો નહિ
  • અમદાવાદ સિવિલ બહાર સ્વજનો મૃતદેહ લેવા કલાકોથી રાહ જોઈ રહ્યા છે
  • હોસ્પિટલમાં પૂછવા પર જવાબ અપાય છે, સ્મશાનમાં વેઇટિંગ ચાલે છે; તમારે રાહ જોવી પડશે.

કોરોનાને કારણે શહેરની સ્થિતિ રોજ રોજ દયનીય બનતી જઇ રહી છે. લોકો ભગવાન ભરોસે છે એવું હાઇકોર્ટે કહ્યું છે. એવી ખરેખર સ્થિતિ અમદાવાદની સામે આવી રહી છે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા માટે તો લાંબી લાઈનો હોય છે, પણ એની સાથે હવે લાશ લેવા માટે પણ લાંબી લાઈન લાગી છે. સોમવારે સ્વજનનું મૃત્યુ થયું પણ મંગળવારે હજી તેમને લાશ મળી નથી.આ ભયાવહ દૃશ્યો હવે જોઈને ભલભલા ફફડી ઊઠ્યા છે.

સિવિલમાં મૃતદેહ લેવા માટે લાઈનો
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સતત દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે. દરેક વ્યક્તિ દર્દીને ઝડપથી સારવાર મળે અને તેમની સારવાર થાય એ માટેના પ્રયાસો કરી રહ્યા છે, પણ હવે સારવારની સાથે મૃતકોની લાશ મેળવવા માટે પણ લાંબી લાઈન છે. એકસાથે લાઈનમાં ડેડબોડી વાન ઊભી છે. દરેક પોતાના સ્વજનોના મૃતદેહને એકવાર જોવા માટે લાઇનમાં છે.

ડેડબોડી વાન સાથે શબની રાહ જોઈ રહેલાં સ્વજનો.
ડેડબોડી વાન સાથે શબની રાહ જોઈ રહેલાં સ્વજનો.

પરિવારજનો સ્વજનની બોડી લેવા રાહ જોઈ રહ્યાં છે
અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોવિડ ડેડબોડી રૂમની ભયાવહ સ્થિતિ સામે આવી રહી છે, જેમાં એક વ્યક્તિના સ્વજનનું સોમવારે સારવાર દરમિયાન મોત થયું હતું,જેની જાણ તેમને સોમવારે થઈ હતી, પરંતુ મંગળવારે પણ તેમની લાશ હજી સુધી મળી નથી. આવા અનેક પરિવાર પોતાનાં સ્વજનની મૃતદેહ મળે અને તેમની અંતિમવિધિ થાય એ માટે પ્રયાસ કરી રહ્યા છે. મૃતકના જમાઈ દ્વારા હોસ્પિટલમાં પૂછવા પર જવાબ મળ્યો- નક્કી નથી, સ્મશાનમાં અત્યારે વેઈટિંગ છે, તમારે રાહ જોવી પડશે. હાલ આ સ્થિતિ ખૂબ જ ભયજનક છે, જે સામાન્ય લોકોને હચમચાવી દે એવી છે.

સુરતમાં સ્મશાનગૃહોમાં 24 કલાક અંતિમક્રિયાઓ ચાલી રહી છે.
સુરતમાં સ્મશાનગૃહોમાં 24 કલાક અંતિમક્રિયાઓ ચાલી રહી છે.

સુરતમાં સ્મશાનગૃહમાં ચીમની અને લોખંડની ગ્રિલ પીગળી ગઈ
સુરતમાં પણ સ્મશાનગૃહોમાં લાંબી કતારો જોવા મળી રહી છે. અહીં અંતિમસંસ્કાર માટે બનાવાયેલી ચિતાની લોખંડની ગ્રિલ અને ચીમની પણ ગરમીથી પીગળી ગઈ છે. આ કારણે ત્યાં લાગેલી પાઈપલાઈનનું રિપેરિંગ કરવું પડ્યું હતું. અહીં કુલ ત્રણ સ્મશાનગૃહ છે, જેમાં રામનાથ ઘેલા, અશ્વિનીકુમાર અને જહાંગીરપુરાનો સમાવેશ થાય છે. આ ત્રણેય સ્મશાનમાં 24 કલાક મૃતદેહોની અંતિમક્રિયા કરાઈ રહી છે. અહીં છેલ્લા દસેક દિવસથી સરકારી શબવાહિનીઓ તેમજ ખાનગી વાહનોમાં પણ સતત મૃતદેહો લવાઈ રહ્યા છે. સુરતમાં સોમવારે પણ 18 લોકોનાં મોત થયાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો