તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એડમિશન:RTE હેઠળ એડમિશન માટે જન્મ તારીખનો આધાર ના હોય તો ફિક્સ ફોર્મેટ પ્રમાણે સોગંદનામુ કરવું પડશે, ખોટી માહિતી આપવા પર ગુનો નોંધાશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • આજથી 5 જુલાઈ સુધી RTE હેઠળ પ્રવેશ માટે ફોર્મ ભરી શકાશે

વર્ષ 2021-22ના શૈક્ષણિક વર્ષ માટે રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ પ્રક્રિયા આજથી શરૂ થઈ છે. જેમાં 5 જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે અને 6થી 10 જુલાઈ સુધી ફોર્મ ચકાસણી થશે.15 જુલાઈથી સ્કૂલની ફાળવણી કરવાની શરૂઆત કરવામાં આવશે. RTE હેઠળ ફોર્મ ભરવા અનેક ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે ત્યારે હવે બાળકનો જન્મનો દાખલો ના હોય તો ફિક્સ ફોર્મેટ મુજબ જન્મનું સોગંદનામુ વાલીઓએ કરવું પડશે.

બાળકના જન્મનો આધાર ન હોય તો ફિક્સ ફોર્મેટમાં સોગંદનામું જરૂરી
અગાઉ પણ RTE હેઠળ એડમિશન લેતા વાલીઓ પાસે બાળકના જન્મનો કોઈ આધાર ના હોય તેમને સોગંદનામુ કરવાનું રહેતું હતું. પરંતુ આ વર્ષે જન્મનો આધાર લીધા વિના પ્રવેશ મેળવવો હશે તો શિક્ષણ વિભાગ દ્વારા ફિક્સ ફોર્મેટ આપવામાં આવ્યું છે, તે ફોર્મેટ પ્રમાણે સોગંદનામુ કરવાનું રહેશે. ખોટું સોગંદનામું હશે તે ગુનો બનશે માટે તમામ વિગતો તકેદારી પૂર્વક સાચી આપવાની રહેશે.

સોગંદનામું કરવાના ફોર્મનું ફોર્મેટ
સોગંદનામું કરવાના ફોર્મનું ફોર્મેટ

ડીઈઓની અધિકારીઓને સૂચના સબમિટ ફોર્મની યોગ્ય ચકાસણી કરે
નોંધનીય છે કે, 10 હજારથી વધુ ખાનગી સ્કૂલોમાં RTE હેઠળ એડમિશન આપવામાં આવશે. શહેરી વિસ્તારમાં આવક મર્યદા 1.50 લાખ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ રાખવામાં આવી છે. અમદાવાદની ડીઈઓ કચેરીના વહિવટી અધિકારીએ વાલીઓ માટે મહત્વની સુચના આપવામાં આવી છે. અને કહેવામાં આવ્યું છે કે, વાલીઓ જે ફોર્મ ભરે અને ડોક્યુમેન્ટ સબમિટ કરે તેની સારી રીતે ચકાસણી કરી લે અને પછી જ ફોર્મ સબમિટ કરે પછીથી ફોર્મમાં સુધારો થઈ શકશે નહીં. સાથે જ તેઓએ વધુમાં મહિતી આપતા કહ્યું કે, ગયા વર્ષના પ્રમાણમાં આ વર્ષે વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ લેવાની તક મળશે.

13 કેટેગરીના વિદ્યાર્થીઓને અગ્રતા મુજબ પ્રવેશ અપાશે
RTE અંતર્ગત નબળા અને વંચિત બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. જેમાં અનાથ બાળક, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, બાળગૃહના બાળકો, બાળમજૂર કે સ્થળાંતરિત મજૂરના બાળકો, મંદ બુદ્ધિ કે સેરેબલ પાલ્સી ધરાવતા બાળકો, સારવાર લેતા બાળકો, શહીદ થયેલા લશ્કરી કે પોલીસ દળના જવાનના બાળકો સહિત જુદી-જુદી 13 કેટેગરી રાખવામાં આવી છે જે તમામ માહિતી વેબસાઈટ પર જોવા મળે છે.