તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હનીમૂનમાં વિલન કોરોના:હનીમૂન પર જતા કપલની ફ્લાઈટના 1 કલાક પહેલાં જ કોરોના ટેસ્ટના 72 કલાક પૂરા થઈ જતા દુબઈ જવાના પ્લાન પર પાણી ફર્યું

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
સરદાર પટેલ એરપોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
સરદાર પટેલ એરપોર્ટની ફાઈલ તસવીર
  • કપલની બપોરે 1.30 વાગ્યાની ફ્લાઈટ હતી અને 12.30 વાગ્યે કોરોના ટેસ્ટના 72 કલાક પૂરા થઈ જતા દુબઈ ન જઈ શક્યા

કોરોના વાયરસના કેસોએ વિશ્વભરને પોતાના બાનમાં લઈ લીધું છે. ઘણા દેશોએ પોતાના ત્યાં આવતા પ્રવાસીઓ માટે 72 કલાકની અંદર કરાવેલ RT-PCR નેગેટિવ ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે. અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ નિયમના કારણે એક દંપતિ હનીમૂન પર દુબઈ ન જઈ શક્યું. આ દંપતિએ કોરોના ટેસ્ટ કરાવેલો હતો, પરંતુ તેમના ટેસ્ટના 72 કલાક ફ્લાઈટના દિવસે 12.30 કલાકે પૂરા થઈ ગયા, જ્યારે તેમની ફ્લાઈટ બપોરે 1.30 કલાકની હતી. આમ 1 કલાકના સમયના કારણે નવપરિણીત કપલનું દુબઈિમાં હનીમૂન એન્જોય કરવાના સપના પર પાણી ફરી ગયું.

હનીમૂન પર જતા કપલને ફ્લાઈટમાંથી ઉતારાયા
ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક નવપરિણીત કપલ દુબઈ જવા ફ્લાઈટમાં સવાર હતું. તેમની આ ફ્લાઇટ શુક્રવારે બપોરે દોઢ વાગ્યે ટેક ઓફ થવાની હતી. દુબઈમાં હનીમૂન મનાવવા માટે આ કપલ જઈ રહ્યું હતું. એરપોર્ટ પહોંચ્યા બાદ એરલાઇનના કાઉન્ટર પર તેમનું લગેજ ચેકિંગ થયું અને ટેગ મારી ફ્લાઈટમાં રવાના કર્યું હતું. અમુક પળોમાં તેમના પાસપોર્ટ અને દુબઈ માટે ફરજિયાત RT-PCR ટેસ્ટ ચેક કરતા સમસ્યા સામે આવી હતી.

RT-PCR ટેસ્ટને લઈને સમસ્યા સર્જાઈ
એરલાઈન્સ કંપનીના કાઉન્ટર પર હાજર કર્મચારીએ ટેસ્ટમાં સમયનો ઉલ્લેખ કર્યો ન હોવાનું જણાવ્યું હતું. આથી ચિંતામાં મૂકાયેલા આ કપલે તાત્કાલિક લેબોરેટરીમાં વાત કરીને ફરીથી નવો રિપોર્ટ મંગાવ્યો હતો. આ રિપોર્ટમાં સમય 9 માર્ચ 12.30 કલાકે ટેસ્ટ કરાયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી એરલાઇન્સ કંપનીએ આ ટેસ્ટ માન્ય નહીં ગણાય એમ કહીને દુબઈ નહીં જઈ શકો તેમ કહી દીધું હતું. સ્ટાફના આ શબ્દો સાંભળતાં જ કપલના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી.

કોરોના ટેસ્ટના 72 કલાક વીતી ગયા હતા
કપલે સ્ટાફ સમક્ષ વિનંતી કરતા જણાવ્યું હતું કે, અમે 11 વાગ્યે એરપોર્ટ પર આવી ગયા હતા અને અમારી ફ્લાઇટ 1.30 વાગ્યાની છે, અમારા ટેસ્ટના 12.30 વાગ્યે 72 કલાક પૂરા થયા, તો અમને જવા દો. પરંતુ એરલાઇન્સના અધિકારીઓ ટસના મસ ન થયા અને બંને કપલને ઓફલોડ કરી ઘરે રવાના કરી દીધા હતા. આ વિશે એરલાઈન્સ કંપનીનું કહેવું છે કે જો અમે કપલને દુબઈ જવા દીધું હોત તો તેમને ત્યાંથી પરત ફરવું પડ્યું હોત અને એરલાઈન્સ કંપનીને પણ દંડ થયો હોત.