સંશોધન:બ્રેસ્ટ કેન્સરના નિદાન માટે ત્રણ વર્ષ સુધી સૌથી ઓછું નુકસાન કરતી અલ્ટ્રાસાઉન્ડ થેરાપી પર રિસર્ચ કરશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • IIT-Gના પ્રોફેસર હિમાંશુ શેખરને રિસર્ચ બદલ યંગ બાયોટેકનોલોજી એવોર્ડ 2020 એનાયત કરાયો

આઇ.આઇ.ટી-જીના પ્રોફેસર હિમાંશુ શેખરને ડિપાર્ટમેન્ટમાં મિનિસ્ટ્રી ઓફ સાયન્સ અને ટેકનોલોજી દ્વારા યંગ બાયોટેકનોલોજી એવોર્ડ ઓફ યંગ સાયન્ટિસ્ટ હેલ્થ કેર ઇન્સ્ટ્રુમેન્ટ રિસર્ચ માટેનો એવોર્ડ 2020 અપાયો છે. તેમણે બ્રેસ્ટ કેન્સર રોગની ટ્રીટમેન્ટમાં વપરાતી થેરાપી રિસર્ચ માટેનો રિસર્ચ આઈડિયા આપ્યો છે. તેમના આઈડિયાને રિસર્ચ ક્ષેત્રે આગળ લાવવા માટે 50 લાખ રૂપિયા ગ્રાન્ટ અને ત્રણ લાખ રૂપિયા ફેલોશિપ પણ અપાઇ છે. હાલમાં બ્રેસ્ટ કેન્સરના નિદાન માટે મેડિકલ ક્ષેત્રે સર્જરીની સાથે કેમોથેરાપી કે રેડિયોથેરાપીનો ઉપયોગ થાય છે. જેમાં રેડિએશનથી કેન્સરના કોષોનોનો નાશ કરવામાં આવે છે.આ બંને થેરાપીમાં ઘણાં સાઈડ ઈફેક્ટ થાય છે. જો કેન્સર ફરીથી ડિડેક્ટ થાય રેડિયેશન થેરાપીના કારણે દર્દીના શરીરને નુકસાન થાય છે.

અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ કરીને હેલ્ધી સેલ્સને બચાવી શકાય છે
પોતાના રિસર્ચ પ્રપોઝલ વિશે પ્રો.હિમાંશુ શેખરે જણાવ્યું હતું કે કેન્સરમાં કોઈ જનરલ મેથડનોનો પણ ઉપયોગ ન કરી શકાય. તેમાં મેડિકલ અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ થઈ શકે તે માટે અમે પ્રિલીમરીડેટા પર આ પોટેન્શિયલ તપાસીને તે અંગેનું પ્રપોઝલ આપ્યું છે. હાલમાં પ્રેગનેન્ટ વુમન માટે અલ્ટ્રાસાઉન્ડ ઇમેજિંગ એપ્લિકેશ તેમજ પથરીના ઓપરેશન માટે પણ અલ્ટ્રા સાઉન્ડ થેરાપીનો ઉપયોગ થાય છે. બ્રેસ્ટ કેન્સરના દર્દીઓમાં પણ આ થેરાપી પર સંશોધન કરીને તેનો ઉપયોગ કરી શકાય છે. અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ કરીને કેન્સર સેલને મારી દેવાથી હેલ્ધી સેલ્સને સરળતાથી બચાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...