સમસ્યા:પ્રદુષણ-ટ્રાફિક ઘટાડવા બાપુનગરમાં બનેલો સાયકલ ટ્રેક પાર્કિંગ ટ્રેક બન્યો

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નરોડાથી નારોલ વચ્ચે સાયકલ રૂટ બન્યો જે હજુ સુધી ઉપયોગમાં જ નથી

લોકો સાયકલ ચલાવે અને સ્વસ્થ રહે તેમજ કંઈક અંશે પ્રદુષણ પણ ઘટે તે માટે અમદાવાદના નારોલથી નરોડા નેશનલ હાઇવેના બીઆરટીએસ રોડને સમાંતર સર્વીસ રોડ પર સાયકલિસ્ટ માટે અલગથી સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો હતો. જો કે દુખની વાત છે કે આ સાયકલ ટ્રેક બન્યો ત્યારથી તેનો ઉપયોગ થઇ શક્યો જ નથી. ક્યાંક ટ્રેક પહેલાં અન્ય વાહનો ન પ્રવેશે તે માટે ઉભા કરાયેલા થાંભલા લોકોએ કાઢી નાંખ્યા છે તો ક્યાંક અન્ય રસ્તેથી થાંભલાની આગળ લોકો વાહનો પાર્ક કરી દે છે.

સાયકલ ટ્રેકને ડેવલપ કરી પાર્કિંગ ન થાય તેની તકેદારીની જરૂર છે
10 વર્ષ પહેલાં તંત્રએ BRTSની પેરેલલ સર્વિસ રોડ પર સાયકલ ટ્રેક બનાવ્યો છે. જો કે તેનો ઉપયોગ સાયકલ ચલાવવા થયો જ નથી. ટ્રેક ઉપર લગાવાયેલા થાંભલા તોડી નખાયા છે જેથી વાહનો સરળતાથી પાર્ક કરી શકાય. નરોડા-નારોલ નેશનલ હાઈવે 15 કિ.મીનો છે તેના પર જો આ ટ્રેકનો યોગ્ય પ્લાનિંગ સાથે રિ-ડેવલપ કરાય તો સાયકલ સવારોની સમસ્યાનું નિરાકરણ આવે. -મુકેશ પડસાળા,સાયક્લિસ્ટ

ટ્રાફિક વિનાના રૂટ પર ટ્રેક બનાવવો પડે તેમ છે
સિટીમાં બહુ જ ટ્રાફિક રહેતો હોય છે જેથી ત્યાં ગમે ત્યારે ગમે ત્યાં સાયકલ ચલાવી શકાય તેમ હોતું નથી. હું છેલ્લા 3 વર્ષથી સાયકલ ચલાવું છું. તેમાં પણ મને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે. ક્યારેક આગળ પાછળ ગમે ત્યાંથી વાહન આવે અને અડફેટે લઈ લે તેવો ડર સતત લાગ્યા કરતો હોય છે. તંત્ર જો ટ્રાફિક વિનાના કોઈ રૂટ પર સાયકલ ટ્રેક બનાવે તો આ સમસ્યાનો કોઈ ઉપાય નીકળે તેમ છે. -કમલેશ કિકાણી,નિકોલ

અન્ય સમાચારો પણ છે...