તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:કોરોનાના સંક્રમણથી બચવા હવે પોલીસકર્મીઓ શંકાસ્પદ વ્યક્તિએ દારૂ પીધેલો છે કે નહીં તે ચકાસવા મોઢું નહીં સૂંઘે

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

પોલીસ દ્વારા દારૂ કે અન્ય નશો કરેલી વ્યક્તિને ઓળખવા માટે તેનું મોઢું સૂંઘવાની પદ્ધતિ અમલમાં છે. જોકે હાલના સંજોગોમાં જો આમ કરવામાં આવે અને સામેની વ્યક્તિ સંક્રમિત હોય તો પોલીસ કર્મચારીને કોરોનાની અસર થઇ શકે છે. આ બાબતને ધ્યાને લઇને રાજ્ય પોલીસ વડા દ્વારા પોલીસને આ કામગીરી હાલ નહીં કરવા જણાવ્યું છે.

પોલીસ મહા નિરીક્ષક નરસિમ્હા કોમાર (કાયદો અને વ્યવસ્થા) મારફતે જારી કરવામાં આવેલા પરિપત્રમાં જણાવાયું છે કે, દારૂ પીધેલી તેમજ અન્ય નશો કરેલી વ્યક્તિઓને પકડવા માટે જે તે વ્યક્તિએ કયો નશો કર્યો છે કે કેમ તે ચકાસવા માટે પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિનું મોઢું સૂંઘવાની તેમજ તેની આંખો લાલ છે કે કેમ, તેને સ્થિતિનું ભાન છે કે કેમ તે અંગેની કાર્યવાહી કરવામાં આવતી હતી.

જોકે કોરોનાની સ્થિતિને જોતા જો પોલીસ દ્વારા આવા શંકાસ્પદ વ્યક્તિઓની મોઢું સૂંઘવાની, આંખો લાલ છે કે કેમ તે ચકાસવાની કે તે જોવાની કાર્યવાહી કરવામાં આવે તો જો કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિ હોય તો પોલીસ પણ કોરોનાનો ભોગ બની શકે છે. આ સંજોગોમાં પોલીસ વડાના આદેશ અનુસંધાને આ પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો