શાહીબાગમાં રાજસ્થાન હોસ્પિટલ રોડ પરની 5 એકમને સીલ કરી દેતા તેનાં માલિકો દંડની રકમ ઘટાડવા અને સીલ ખોલાવવા મ્યુનિ.ની મુખ્ય કચેરીએ આવ્યા હતા અને મેયર કિરીટભાઇ પરમાર સમક્ષ રજૂઆત પણ કરી હતી. તેમની સાથે એક કોર્પોરેટર પણ ભલામણ કરતાં ચેમ્બરમાં ફરતાં થયા હતા.
શાહીબાગમાં રાજસ્થાન હોસ્પિટલ રોડ પર 58 એકમોમાં ખાણીપીણીના સેમ્પલની તપાસ કરીને મધ્ય ઝોનનાં ચાર વિભાગની ટીમે 12 વેપારીઓને નોટિસ ફટકારી હતી. તે પૈકી પ્રેમ મેવાડ આઇસક્રીમ, શક્તિ સેન્ડવીચ, ઢોસાવાલે, હની બ્રેકફાસ્ટ, ગોપી રેસ્ટોરન્ટ એમ 5 એકમનાં નમૂના ફેલ થતાં અને પાણીમાં બેકટેરિયા મળી આવતાં પાંચેય એકમને મધ્ય ઝોનના અધિકારીઓએ સીલ મારી દીધા હતા. તેમ જ દંડ ભરવાની નોટિસ પણ આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.