તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાથની નગરચર્ચા:રથયાત્રામાં જોડાવા માટે ભજનમંડળીની મહિલાઓએ કહ્યું, અમારે પણ ભગવાનની સાથે નગરચર્યાએ જવું છે

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભજનમંડળીની મહિલાઓએ નારાજગી વ્યક્ત કરી. - Divya Bhaskar
ભજનમંડળીની મહિલાઓએ નારાજગી વ્યક્ત કરી.
  • ગજરાજોને પણ પારંપરિક વિધિ બાદ મંદિરના દરવાજા પાસે અટકાવાતાં મહાવતો નારાજ થયા

અમદાવાદમાં ભગવાન જગન્નાથ પોલીસ-બંદોબસ્તમાં કર્ફ્યૂ વચ્ચે નગરચર્ચાએ નીકળી ચૂક્યા છે. હાથી, ઘોડા, ભજનમંડળી, અખાડા વિના જ શહેરના માર્ગ પર રથયાત્રા નીકળી છે. ત્યારે મંદિરની બહાર રથ નીકળતાં જ ભજનમંડળીની મહિલાઓએ માગ કરી હતી કે અમારે પણ ભગવાનની સાથે નગરચર્યાએ જવું છે. અમે પણ ભગવાનની સાથે ભજન કરવા માગીએ છીએ. અમને અત્યારે પોલીસે અટકાવી દીધા છે. રથયાત્રામાં જોડાવા માટે સંપૂર્ણ તૈયારી કરીને આવેલી બહેનો ભગવાનના રથ મંદિરના દરવાજાની બહાર નીકળતાં જ ભાવુક થઈ ગઈ હતી. રથયાત્રાના રૂટ પર આવતાં મકાનોમાંથી ભક્તો દૂરથી દર્શન કરતા નજરે પડ્યા હતા. સમગ્ર રૂટ પર ચારેબાજુ પોલીસ ખડકી દેવામાં આવી હતી. રથની આગળ-પાછળ પોલીસ પણ દોડતી જોવા મળી હતી.

ગજરાજોને પરંપરાગત વિધિ બાદ મંદિરના દરવાજે જ અટકાવી દેવાયા હતા.
ગજરાજોને પરંપરાગત વિધિ બાદ મંદિરના દરવાજે જ અટકાવી દેવાયા હતા.

ગજરાજને મંદિરના દરવાજાથી જ રોકી દેવાયા
દર વર્ષે પરંપરાગત રીતે ગજરાજ સાથે રથયાત્રા નીકળે છે, પરંતુ આ વખતે રથયાત્રામાં ગજરાજોને મંદિરના દરવાજાથી જ રોકી દેવામાં આવ્યા હતા. ગજરાજોને ભગવાનની રથયાત્રામાં જોડાવા માટેની મંજૂરી ન મળતાં મહાવતો પણ નારાજ થઈ ગયા હતા. ભગવાન જગદીશ નગરચર્યાએ નીકળ્યા ત્યારે મંદિરના દરવાજે સ્વાગત કરવા માટે ગજરાજોને ગોઠવી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત રથયાત્રા નિજમંદિર પરત ફરશે, પણ ગજરાજો દ્વારા ત્રણેય રથનું અભિવાદન કરવામાં આવશે.

લોકોએ પોળના દરવાજા સુધી આવીને ભગવાનનાં દર્શન કર્યાં.
લોકોએ પોળના દરવાજા સુધી આવીને ભગવાનનાં દર્શન કર્યાં.

લોકોએ ઘરના ધાબેથી ભગવાનનાં દર્શન કર્યાં
લોકો રથયાત્રાનાં દર્શન પોતાના ઘરની અગાસી અને ધાબેથી કરી રહ્યા છે. જમાલપુરની આજુબાજુની પોળ આગળ પણ લોકો ભગવાનનાં દર્શન કરવા માટે ઊમટી પડ્યા હતા. મુસ્લિમ વિસ્તારમાં પણ લોકો અગાસી પર રથયાત્રા જોવા ભેગા થયા. અગાઉની રથયાત્રા રાયપુર ચાર પાસે જ્યાં હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળતું હોય છે, જ્યારે આ વર્ષે રસ્તા સૂમસામ જોવા મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...