તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:AHNAનો મુખ્યમંત્રીને પત્ર, 'નાઈટ કર્ફ્યૂ અને લોકડાઉન હમણાં ચાલુ રાખવા અપીલ; છૂટછાટ અપાશે તો ફરી સંક્રમણ વધશે'

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સરકારે લીધેલા રાત્રિ કર્ફ્યૂ અને લોકડાઉનના પગલાં ને લીધે હોસ્પિટલમાં દર્દીઓ ઓછા થયા: AHNA

રાજ્યમાં કોરોના વાયરસનો પ્રકોપ ધીમે ધીમે ઘટી રહ્યો છે. એપ્રિલ મહિનામાં એક સમયે હોસ્પિટલોમાં તમામ બેડ ફૂલ થઈ ગયા હતા. 108ને મળતા દૈનિક કોલમાં પણ મોટો વધારો જોવા મળ્યો હતો. જોકે રાજ્ય સરકારે બાદમાં મિની લોકડાઉન અમલમાં મૂક્યું જેની અસરના પરિણામે રાજ્યમાં એક સમયે રોજના કેસોનો આંકડો 14 હજારને પાર પહોંચ્યો હતો, જે હવે 10 હજારથી નીચે છે. એવામાં AHNAએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખીને હમણાં નાઈટ કર્ફ્યૂ અને પ્રતિબંધો ચાલુ રાખવામાં આવે તેવી અપીલ કરી છે.

AHNAએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન તરફથી લખાયેલા પત્રમાં કહ્યું છે. આપણે અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાં કોરોનાની ઘાતક લહેરનો સામનો કરી રહ્યા છીએ. થોડા દિવસો અગાઉ રાજ્યમાં એમ્બ્યુલન્સની લાઈનો જોવા મળતી હતી, મોટા ભાગની હોસ્પિટલોમાં એડમિશન માટે વેઈટિંગ હતું. સરકારે નાઈટ કર્ફ્યૂ અને કેટલાક પ્રતિબંધો અમલમાં મૂક્યા જેનાથી છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના નવા કેસો ઘટ્યા છે.

નિયંત્રણોમાં છૂટછાટ ન આપવા અપીલ
પત્રમાં આગળ લખ્યું છે, AHNAનું માનવું છે કે નવા કેસો ફેબ્રુઆરી 2021ની મધ્ય સુધી ન પહોંચી જાય ત્યાં સુધી પ્રતિબંધોમાં કોઈ છૂટછાટ આપવી જોઈએ નહીં. કોઈપણ છૂટછાટથી નવા કેસોની સંખ્યામાં વધારો થશે અને હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર તેનો ભાર વર્તાશે. આજે પણ વેન્ટિલેટર સાથે ICU બેડ શોધવા એક પડકાર છે. અમે તમને વિનંતી કરીએ છીએ કે, કોરોનાના કેસો કન્ટ્રોલમાં રહે તેની સાથે ઈકોનોમીને ઓછી અસર થાય એવી રીતે પગલાં લો.

ગુજરાતમાં કોરોનાના કેસ
કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ છે. રાજ્યમાં 11 હજારની આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે. ગઈકાલે 24 કલાકમાં રાજ્યમાં 10 હજાર 742 નવા કેસ નોંધાયા છે. તેમજ સતત નવમા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે અને અમદાવાદના 7 હજારથી વધારે મળીને રેકોર્ડબ્રેક 15 હજાર 269 લોકોએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં 109 દર્દીના મોત થયા છે. છેલ્લા 14 દિવસથી રાજ્યમાં રોજેરોજ 10 હજારથી વધારે દર્દીઓ કોરોનાએ માત આપી રહ્યા છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 81.85 ટકા થયો છે.