બરવાળા લઠ્ઠાકાંડ:14 આરોપીની છટકબારી પૂરવા હવે હત્યાની કલમ દૂર કરી સાઅપરાધ માનવવધની કલમ દાખલ કરાશે

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • હત્યાની કલમ 302 કોર્ટમાં પુરવાર કરવી મુશ્કેલ હોવાથી સદોષ માનવવધની કલમ 304 ઉમેરાશે, બંનેમાં એકસરખી સજા

લઠ્ઠાકાંડ કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે અમદાવાદની એમોસ કંપનીના માલિક સમીર પટેલ સામે ગાળિયો ફિટ કર્યો છે. તેમની સામે લૂકઆઉટ નોટિસ જારી કર્યા બાદ સાઅપરાધ માનવવધનો ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ કેસમાં અગાઉ પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો પણ હવે સીટની તપાસ બાદ ભવિષ્યમાં આરોપીઓને કાયદાકીય છટકબારી ન મળે તે માટે હત્યા(302)ની કલમને બદલે 304ની કલમ હેઠળ ગુનો નોંધવા માટે કોર્ટમાં રિપોર્ટ રજૂ કરાશે તેમ સૂત્રોનું કહેવું છે.

બન્ને કલમ હેઠળ સજાની જોગવાઈ સરખી છે પરંતુ હત્યાનો ગુનો નોંધ્યો છે તેમાં હત્યા કરવા પાછળનો ઈરાદો હતો કે નહીં તે કોર્ટમાં સાબિત કરવું પોલીસ માટે મુશ્કેલ બની શકે છે જયારે સાઅપરાધ માનવવધ ગુનાની કલમ 304નો અર્થ એ છે કે, માનવનું મૃત્યુ થઈ શકે છે તે જાણતા હોવા છતાં ઈરાદાપૂર્વક કૃત્ય કરવું, લઠ્ઠાકાંડના કિસ્સામાં સમીર પટેલની કંપનીમાં મિથેનોલ ઝેરી છે તેવું લખાણ હોવા છતાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેના ઉપયોગ કરવાના કારણે 55 થી વધુ લોકોના મૃત્યુ થઈ ગયા હતા. આ બાબતો તપાસમાં ધ્યાને આવતા સીટ દ્વારા 302ના બદલે 304 હેઠળ ગુનો નોંધવા માટે પ્રક્રિયા કરાશે તેમ માનવામાં આવી રહ્યું છે.

એમોસ કંપનીનું મિથેનોલ કેમિકલનું લાયસન્સ નશાબંધી વિભાગે રદ કર્યું
નશાબંધી અને આબકારી વિભાગે એમોસકંપનીનું લાયસન્સ રદ કરી નાખ્યું છે. જેમાં મિથેનોલ કેમિકલનું લાયસન્સ રદ કરાયું છે. નોંધનીય છે કે, લઠ્ઠાકાંડમાં ફિનાર કંપનીમાંથી સપ્લાય કરાયેલુ મિથેલોન કેમિકલ એમોસ કંપનીના કર્મચારી જયેશે બુટલેગરોને વેચ્યું હોવાનો તપાસમાં ખુલાસો થયો હતો, જેના પગલે મિથેલોન કેમિકલ સપ્લાય કરવાનું લાયસન્સ રદ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...