તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે સ્મશાન પણ થાક્યા:અમદાવાદના સ્મશાનોમાં દિવસ-રાત અંતિમ સંસ્કાર, હાટકેશ્વર સ્મશાનમાં ચિતાની ગ્રિલ ઠારવા AMCને પાણીના ટેન્કરો મગાવવા પડે છે

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદના હાટકેશ્વર વોર્ડના � - Divya Bhaskar
અમદાવાદના હાટકેશ્વર વોર્ડના �
  • હાટકેશ્વરમાં AMC દ્વારા સંચાલિત સ્મશાન ગૃહોમાં દિવસ-રાત અસંખ્ય શબોને અંતિમક્રિયા માટે લવાય છે
  • એક ચિતા પર આઠ મૂકી અગ્નિદાહ કરાતા લોખંડની એન્ગલ ગરમ થઈ જાય છે.
  • ચિતા પર મૂકવા માટેની લોખંડની એન્ગલને ઠારવા સતત પાણીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.

રાજયમાં કોરોના કહેર વચ્ચે અમદાવાદ શહેરમાં કોરોનાના કારણે રોજના અનેક લોકોના મોત થઈ રહ્યા છે. સ્મશાનોમાં વેઈટીંગ ચાલે છે ત્યારે શહેરના હાટકેશ્વર વિસ્તારમાં આવેલા સ્મશાનમાં ચિતાઓ પર મુકવા માટે આવેલી લોખડની એંગલ ખૂબ જ ગરમ થઇ જાય છે. તેના પર ફરીથી શબ મુકતા દાઝી જવાય તેવી સ્થિતિ અત્યારે છે ત્યારે આ લોખંડની એન્ગલ ઠારવા સતત પાણીનો ઉપયોગ થઈ રહ્યો છે. AMC દ્વારા સંચાલિત હાટકેશ્વર સ્મશાનમાં દિવસ-રાત અસંખ્ય શબોને અંતિમક્રિયા માટે લાવવામા આવતા હોય છે.

ખોખરામાં ચિતા ઠંડી કરવા ટેન્કરોમાં પાણી મગાવાય છે
એક ચિતા પર આઠ શબ રોજના મૂકી અગ્નિદાહ આપવામા આવતો હોય છે. જેના કારણે ખૂબ જ ગરમ એન્ગલ થઇ જાય છે.આ સ્મશાનમાં કોરોનાથી થયેલી મોતના શબના પણ CNG ભઠ્ઠીમાં અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. સતત ચોવીસ કલાક શબોના અગ્નિસંસ્કારને લઈ ને પાણીની જરૂરિયાત વધતા AMCના પાણીના ટેન્કરો પણ સમયાંતરે મંગાવવા પડી રહ્યા છે. લોખંડની ભઠ્ઠી પણ ખૂબ જ ગરમ થઈ જાય છે તેના કારણે આ ટેન્કરના પાણી મારફતે ઠંડી કરવામાં આવે છે.

ખોખરા સ્મશાન ગૃહમાં 24 કલાક અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે
ખોખરા સ્મશાન ગૃહમાં 24 કલાક અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે

સતત સ્મશાન ચાલે છે
કોરોના સંક્રમણને કારણે મૃત્યુ દરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રોજ થતા દર્દીઓના મોતને કારણે સ્મશાન ગૃહમાં સતત ભઠ્ઠીઓ ધગધગતી રહી છે. થોડા દિવસો પહેલા જ સુરતના જહાંગીરપુરા કુરૂક્ષેત્ર સ્મશાનભૂમિ ખાતે ચીમની એકાએક નમી ગઈ હતી. એક તરફ વધતું તાપમાન અને બીજી તરફ ગેસ ચેમ્બરની ભઠ્ઠીનું 500 થી 700 ડિગ્રી જેટલું ઊંચું તાપમાન હોવાને કારણે સ્મશાન ગૃહની ચીમનીઓ પણ હવે નબળી પડી રહી છે.

સ્મશાનમાં કરવામાં આવેલી બેઠક વ્યવસ્થા પર ચીમન પડી હતી.
સ્મશાનમાં કરવામાં આવેલી બેઠક વ્યવસ્થા પર ચીમન પડી હતી.

ચીમનીઓ પણ પીગળી રહી છે
કુરુક્ષેત્ર સ્મશાન ગૃહ ખાતે પ્રોટોકોલ પ્રમાણે કોરોના સંક્રમિત દર્દીઓના મૃતદેહને અગ્નિસંસ્કાર આપવામાં આવે છે. ગેસ ચેમ્બરમાં સતત આવતા મૃતદેહોને કારણે ચીનની સહિત નંબરની અંદરની ધાતુના ઇંગલો પણ પીગળી જવાના દ્રશ્ય સામે આવી રહ્યા છે. એકાએક જ જેમની નવી પડતા સ્મશાન ગૃહના સંચાલકો દ્વારા ગેસ ચેમ્બર બંધ કરી દેવાની ફરજ પડી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો