તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદની સોલા સિવિલ ખાતે આજથી કોરોનાની વૅક્સિન માટેની ટ્રાયલ શરુ કરી દેવામાં આવી છે, જેના માટે અનેક વોલન્ટિયર ટ્રાયલ માટે સોલા સિવિલમાં પહોંચી રહ્યા છે. કોઈ સમાજની ફરજ માટે તો કોઈ એકબીજાના રેફરન્સથી ટ્રાયલ માટે હોસ્પિટલમાં આવી રહ્યા છે. સ્ટુડન્ટ્સ, બિઝનેસમેન અને મહિલાઓ પણ આ કાર્યમાં સામે ચાલીને સમાજની એક ફરજ રૂપે જોડાઈ ગયાં છે. ત્યારે કોરોનાની વૅક્સિનની ટ્રાયલ માટે આવેલા વોલન્ટિયરને એક ફોર્મ ભરવાનું રહેશે અને તેની પર સહી કર્યા બાદ જ વૅક્સિનની ટ્રાયલ આપવામાં આવશે.
અહીં આપવામાં આવેલા ફોર્મની વિગતોમાં વોલન્ટિયરે વૅક્સિનની ટ્રાયલમાં 12 મહિના સુધી ભાગ લેવાનો રહેશે. જેમાં 12 મહિના સુધી તેણે કઈ બાબતોનું ધ્યાન રાખવું અને અઠવાડિયા પ્રમાણે તેણે પ્રાયોજક અને તબીબો સાથે કેવી રીતે રહેવું તેમજ ટ્રાયલ માટે શું કરવું તેની વિગતો આપવામાં આવી છે.
વોલન્ટિયરે ફોર્મમાં સહિ કર્યા બાદ તેની પર વૅક્સિનનું પરિક્ષણ કરવામાં આવશે. આ દરમિયાન તેને ટ્રાયલ માટે 12 મહિના સુધી ભાગ લેવાનો રહેશે. તેની જવાબદારીઓ નક્કી કરવામાં આવશે. જેમાં ખાસ કરીને જ્યારે તેની પર ટ્રાયલ શરુ થાય ત્યારે તેણે અન્ય ક્લિનિકલ ટ્રાયલમાં સામેલ નહીં થવાની સંમતિ આપવી પડશે. ટ્રાયલના સમય દરમિયાન તેણે વિવિધ લક્ષણોની દૈનિક નોંધ રાખવા માટે પણ સંમતિ આપવી પડશે.
વોલન્ટિયરે ટ્રાયલ દરમિયાન થતાં ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગ કરવા માટે પણ સંમતિ આપવાની રહેશે. આ માટે તેને કોઈ વાંધો નહીં હોવાની સહી પણ કરવી પડશે. આ રેકોર્ડિંગને સુરક્ષિત રીતે સાચવી રાખવામાં આવશે એવી વોલન્ટિયરને ખાતરી આપવામાં આવશે.
વોલન્ટિયરના તમામ દસ્તાવેેજ અને ઓળખને પ્રાયોજક દ્વારા ગોપનિય રાખવામાં આવશે. આ માહિતી નિયમન કરતી સંસ્થાને આપવામાં આવશે. તે અન્ય દેશોમાં સરકારી એજન્સીઓને પણ આપવામાં આવી શકે છે. વોલેન્ટિયરે સહિ કરેલ ફોર્મ સંશોધન અથવા નિયમનકારી હેતુઓ માટે જોવાઈ શકે છે.
વોલન્ટિયરે આપેલી સંમતિ ફોર્મનો હેતુ ટ્રાયલમાં ભાગ લેવા માટેનો છે. ટ્રાયલ દરમિયાન વોલન્ટિયરને કોઈપણ ઈજા થાય તો પ્રાયોજક દ્વારા વળતર આપવામાં આવશે. વોલન્ટિયરે ફોર્મમાં સમજાવવામાં આવેલ અભ્યાસ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે. તેમજ અભ્યાસ સંબંધિત માહિતી ડૉક્ટરને આપવી પડશે.
વોલન્ટિયર માટે ફોર્મમાં એક પાનુ એવું પણ છે જેમાં તેણે ફોર્મમાં સહી કરતાં પહેલાં જરૂરી તમામ મુદ્દાઓ પર સમજી વિચારીને અથવા તો તેના પરિવાર સાથે ચર્ચા વિચારણા કરીને સહી કરવાની રહેશે તેવી વિગત પણ આપવામાં આવી છે.
10 પાનાંના ફોર્મમાં વોલન્ટિયરે આ વિગતો જાણવી જરૂરી છે
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.