• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • To Be Held On August 30, 100 Questions Will Be Asked; 50 Questions Of Research Methodology, General Analytical Skills, 50 Questions Of Relevant Subject

Ph.Dની એન્ટ્રન્સ ટેસ્ટ:30 ઓગસ્ટે યોજાશે, 100 પ્રશ્ન પુછાશે; રિસર્ચ મેથડોલોજી, જનરલ એનાલિટિકલ સ્કિલના 50, સંબંધિત વિષયના 50 પ્રશ્ન

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ગુજરાત યુનિ.માં પીએચડી કોર્સમાં પ્રવેશ માટેની પરીક્ષા 30 ઓગસ્ટે યોજાશે, જેમાં કુલ 100 પ્રશ્નો પુછાશે, તેમાંથી 50 પ્રશ્ન રિસર્ચ મેથડોલોજી, જનરલ એનાલિટિકલ સ્કિલ,મેન્ટલ એબિલિટીના, 50 પ્રશ્નો જે તે આનુષાંગિક વિષયના હશે. પીએચડીની પ્રવેશ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ રહેશે નહિ. રિસર્ચ મેથડોલોજી, જનરલ એનાલિટિકલ સ્કિલ, મેન્ટલ એબિલિટી, રિજનિંગ એન્ડ ઇંગ્લિશ કમ્યુનિકેશનની પરીક્ષાના પ્રશ્નોનંુ માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું રહેશે.

ભાષા વિષયને આનુષાંગિક પરીક્ષાનાં પ્રશ્નપત્રોનું માધ્યમ જે તે ભાષાના વિષય અનુસાર રહેશે.વિનયન વિદ્યાશાખામાં વિષયને આનુષાંગિક પરીક્ષાના પ્રશ્નોનું માધ્યમ જે તે ભાષા વિષયાનુસાર રહેશે. વિનયન વિદ્યાશાખામાં વિષયને આનુષાંગિક પરીક્ષાના પ્રશ્નોનું માધ્યમ ગુજરાતી તથા અંગ્રેજી રહેશે. જ્યારે અન્ય વિષયોના પ્રશ્નોનંુ માધ્યમ અંગ્રેજી રહેશે. પીએચડીની ઓફલાઇન પરીક્ષા ઓએમઆર બેઇઝ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં જે તે વિભાગમાં યોજાશે. ઉપરોક્ત પ્રવેશ પરીક્ષા તારીખ, સ્થળ તથા સમય પરિસ્થિતિને આધીન ફેરફાર થઈ શકશે. ગુજરાત યુનિવર્સિટી ભવનો બહારના વિષયોની પ્રવેશ પરીક્ષા કે. એસ. સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાં યોજાશે.

પ્રશ્નપત્રોને લગતી કોઈ પણ વિસંગતતાની લેખિત ફરિયાદ, રજૂઆત પરીક્ષાના દિવસે સાંજે પાંચ વાગ્યા સુધીમાં મેઇન સેન્ટર કે. એસ. સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ, ગુજરાત યુનિવર્સિટી ખાતે જમા કરાવવાની રહેશે. ત્યાર પછીની કોઈ પણ રજૂઆત, વાંધા સ્વીકારાશે નહીં. ગુજરાત યુનિવર્સિટી સિવાયની અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા પાસ કર્યા બાદ સાત દિવસમાં પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ મેળવી જે તે વિભાગમાં રજૂ કરવાનંુ રહેશે. મેડિકલ ફેકલ્ટીમાં એલિજિબિલિટીના નિયમો એમસીઆઈ, એનએમસીના નિયમ મુજબ રહેશે.

અન્ય સમાચારો પણ છે...