નંબર પ્લેટ સાથે ચેડાં:ઇ-મેમોથી બચવા છાણ લગાવી, નંબર વાળી નાખતા પોલીસે છેતરપિંડી સહિતની કલમોથી ગુનો નોંધી ધરપકડ કરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ટ્રાફિક પોલીસથી બચવા વાહન ચાલકો અનેક નુસખા અજમાવે છે, ત્યારે હવે ઇ-મેમોથી બચવા પણ વાહનચાલકો નંબર પ્લેટ સાથે અનેક ચેડાં કરતા હોય છે. પરંતુ અમદાવાદમાં એક વાહન ચાલકે ઇ-મેમોથી બચવા બાઇકની આગળની નંબર પ્લેટ પણ છાણ અને પાછળની નંબર પ્લેટ વાળી દીધી હતી. જેથી પોલીસે વાહન ચાલકને પકડીને તેની વિરુદ્ધમાં મોટર વ્હિકલ એક્ટ તથા છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.

ટ્રાફિક DCP પૂર્વની ઝપેટે ચડ્યો બાઈકસવાર
નંબર પ્લેટ સાથે ચેડાં કરતા વાહન ચાલકોને શોધવા ટ્રાફિક DCP પૂર્વ સફિન હસનના સ્કોડ દ્વારા શાહીબાગ ખાતે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે બાઇક ચાલક પસાર થતો હતો, જેની આગળની નંબર પ્લેટ પર છાણ લગાવ્યું હતું. તેને રોકીને તપાસ કરતા પાછળની નંબર પ્લેટ પણ વાળી દીધી હતી. આ વ્યક્તિની વધુ તપાસ કરતા તેનું નામ મુકેશ રબારી અને નિકોલનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.

શાહીબાગ પોલીસે ગુનો નોંધ્યો
બાઇક ચાલક પાસે બાઇકના કાગળ અને લાયસન્સ પણ નહોતું તથા નંબર પ્લેટ અંગે પૂછતાં પણ કોઈ જવાબ આપ્યો નહતો. બાઇકનો ઇમેમો ના આવે તે માટે જ બાઇકની નંબર પ્લેટ વાળીને તેની સાથે ચેડાં કરવામાં આવ્યા હતા. ચેડાં કરવાથી સરકાર સાથે છેતરપિંડી થતી હતી, જેથી બાઇક ચાલક સામે કલમ 420 એટલે કે છેતરપિંડી તથા મોટર વ્હિકલ એક્ટ હેઠળ કલમ 177, 181 અને 196 મુજબ કાયદેસરની કાર્યવાહી કરીને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...