તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતમાં 'ખેલા હોબે':મોદી-શાહના ગઢમાં TMCની એન્ટ્રી, મમતા બેનર્જીના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં અમદાવાદના કાર્યકર્તાઓ જોડાયા, શહેરમાં બેનરો લાગ્યાં

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • TMC દ્વારા ગુજરાત સહિત દેશનાં અન્ય રાજ્યોમાં 'શહીદ દિવસ' કાર્યક્રમનું આયોજન
  • અમદાવાદમાં ઈસનપુરમાં TMCના કાર્યકરો વર્ચ્યુઅલ રીતે કાર્યક્રમમાં જોડાયા
  • 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી મમતા બીજેપી વિરોધી પાર્ટીને એકજૂથ કરવામાં લાગ્યાં

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની તો એન્ટ્રી થઈ ગઈ છે. 2022ની ચૂંટણી અગાઉ હવે TMCની પણ એન્ટ્રી થઈ રહી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે પશ્ચિમ બંગાળમાં TMC દ્વારા શહીદ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો, જે અમદાવાદમાં TMCના કાર્યકરોએ વર્ચ્યુઅલી નિહાળ્યો હતો. અત્યારસુધીમાં પ્રથમ વખત TMCનો ગુજરાતમાં કાર્યક્રમ યોજાયો છે, જે 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને પણ સંકેત છે.

અમદાવાદમાં TMCનો 'શહીદ દિવસ' કાર્યક્રમ
પશ્ચિમ બંગાળમાં 1993માં TMCના 11 કાર્યકરો પોલીસ દ્વારા ફાયરિંગમાં માર્યા ગયા હતા. 11 કાર્યકરોનાં મોત બાદ 21 જુલાઈના દિવસે TMC દ્વારા શહીદ દિવસ મનાવવામાં આવે છે. દર વર્ષે 21 જુલાઈએ TMC દ્વારા કાર્યક્રમ યોજવામાં આવે છે, ત્યારે આ વર્ષે કાર્યક્રમ યોજાયો છે, પરંતુ આ વર્ષના કાર્યક્રમમાં ગુજરાતને પણ જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

ઈસનપુરની હોટલમાં TMCના કાર્યકર્તાઓએ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ભાગ લીધો.
ઈસનપુરની હોટલમાં TMCના કાર્યકર્તાઓએ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ભાગ લીધો.

ઈસનપુરમાં TMC કાર્યકર્તાઓ વર્ચ્યુઅલી જોડાયા
અમદાવાદના ઈસનપુર ખાતેની એક રેસ્ટોરાંમાં પ્રોજેકટર પર લાઈવ કાર્યક્રમ શરૂ કરીને TMCના કાર્યકરો વર્ચ્યુઅલી જોડાયા હતા. ગુજરાતમાં સૌપ્રથમ વખત TMCનો કાર્યક્રમ યોજાતાં રાજકારણ ગરમાયું છે અને આવનારી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં મોદી અને શાહના ગઢ ગુજરાતમાં TMC ધમાકેદાર એન્ટ્રી કરે તો નવાઈ નહીં.

અમદાવાદમાં મમતા બેનર્જીનાં બેનરો લાગ્યાં.
અમદાવાદમાં મમતા બેનર્જીનાં બેનરો લાગ્યાં.

વિપક્ષને એકજૂથ થવા મમતા બેનર્જીનું આમંત્રણ
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી જીત્યા પછી મમતા બેનર્જીની નજર હવે લોકસભા ચૂંટણી પર છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મમતા બેનર્જી બીજેપી વિરોધી પાર્ટીને એકજૂથ કરવામાં જોડાઈ ગઈ છે. બુધવારે શહીદ દિવસે તેમણે વિપક્ષની પાર્ટીઓને એકજૂથ થવા માટે આમંત્રણ આપીને દિલ્હીની સત્તાને હટાવવાની વાત કરી હતી. વર્ચ્યુઅલ પ્રસારણમાં દિલ્હીના કન્સ્ટિટ્યુશન ક્લબમાં આયોજિત કાર્યક્રમમાં એનસીપી પ્રમુખ શરદ પવાર, કોંગ્રેસનેતા દિગ્વિજય સિંહ, સપા નેતા રામગોપાલ યાદવ, જયા બચ્ચન, પી. ચિદમ્બરમ સહિત મુખ્ય બીજેપીવિરોધી નેતા એકજૂથ થયાં હતાં.

પહેલીવાર તામિલનાડુ, દિલ્હી, પંજાબ, ત્રિપુરા, ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં પણ ભાષણ પ્રસારિત કરાયું.
પહેલીવાર તામિલનાડુ, દિલ્હી, પંજાબ, ત્રિપુરા, ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં પણ ભાષણ પ્રસારિત કરાયું.

ગુજરાત સહિત પંજાબ, દિલ્હીમાં પણ ભાષણ પ્રસારિત કરાયું
બપોરે બે વાગ્યાથી મમતા બેનર્જીના ભાષણને પશ્ચિમ બંગાળથી મોટા પડદા પર પ્રસારિત કરવામાં આવ્યું હતું અને પહેલીવાર તામિલનાડુ, દિલ્હી, પંજાબ, ત્રિપુરા, ગુજરાત અને ઉત્તરપ્રદેશ જેવાં અન્ય રાજ્યોમાં પણ આ ભાષણ પ્રસારિત કરવામાં આવ્યું હતું. મમતા બેનર્જી સાથે સ્ટેજ પર બીજેપીમાંથી ટીએમસીમાં સામેલ મુકુલ રોય પણ હાજર રહ્યા હતા.

આ લડાઈ મની પાવર અને માફિયા પાવર વિરુદ્ધની લડાઈ
મમતા બેનર્જીએ આ વર્ચ્યુઅલ પ્રસારણમાં કહ્યું હતું કે મની પાવર, મસલ પાવર, માફિયા પાવર અને સત્તા પાવરને હરાવીને ટીએમસીને વિજયી બનાવી છે. આ પ્રેરણા રવીન્દ્રનાથ ઠાકુર પાસેથી મળી છે. બંગાળના લોકોએ વોટ આપ્યા છે. આખા દેશનું તેમને સમર્થન છે. મમતા બેનર્જીએ કહ્યું હતું કે ત્રિપુરામાં પણ તે લોકોની સભા કરવા દેવામાં આવી નથી. બંગાળમાં હિંસાની વાત કરવામાં આવી રહી છે, પરંતુ આ ચૂંટણી પહેલાંની હિંસા હતી, પછીની નહીં. પ્રજાતંત્ર જોખમમાં છે. અમને નથી ખબર કે 2024માં શું થશે, ફોન ટેપ કરવામાં આવી રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં 1993માં TMCના 11 કાર્યકર પોલીસ દ્વારા ફાયરિંગમાં માર્યા ગયા હતા.
પશ્ચિમ બંગાળમાં 1993માં TMCના 11 કાર્યકર પોલીસ દ્વારા ફાયરિંગમાં માર્યા ગયા હતા.

બીજેપી વિરુદ્ધ ફ્રન્ટ બનાવવાનું આમંત્રણ
તેમણે વધુમાં કહ્યું હતું કે તમારા લોકોને કારણે 4 લાખ લોકોનાં મોત થયાં, પ્રજાતાંત્રિક વ્યવસ્થાને નષ્ટ કરવામાં આવી રહી છે. તેમણે વિચાર્યું હશે કે બંગાળ પર જબરદસ્તી કબજો કરી લઈશું. આપણે હવે બીજેપી વિરુદ્ધ એકજૂથ થવાનું છે અને એક ફ્રન્ટ બનાવવાનું છે. હવે તેઓ દિલ્હીમાં રહેશે અને મીટિંગ કરશે. તેઓ જ્યાં સુધી બીજેપીને નહીં હરાવી દે ત્યાં સુધી 'ખેલા હોગા'.

ભવિષ્યમાં ગુજરાતમાં પણ ચૂંટણી લડવા ઊતરી શકે છે TMC
TMCના ગુજરાતના કન્વીનર જિતેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકોને પરેશાની ના થાય એ માટે TMCના શહીદ દિવસ વર્ચ્યુઅલી મનાવ્યો હતો. અત્યારે પાર્ટી તરફથી 2022ને લઈને કોઈ સૂચના આપવામાં આવી નથી, પરંતુ ભવિષ્યમાં આપવામાં આવી શકે છે. પાર્ટીમાં જોડાવવા માટે પાર્ટી તરફથી જ્યારે મેમ્બર બનાવવા માટે કહેવામાં આવશે ત્યારે વધુમાં વધુ મેમ્બર બનાવવા પ્રયત્ન કરીશું.