અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક:નારોલમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવકે ઘર છોડ્યું, શહેરની ત્રણ ઘટનામાં પોલીસની ફરિયાદ બાદ કાર્યવાહી

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં દિવસે દિવસે વ્યાજખોરનો આતંક વધી રહ્યો છે. જેમાં કાલુપુર, નારોલ અને ખોખરામાં જરૂરિયાતમંદ લોકોને ગેરકાયદેસર 5 અને 10 ટકા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો સામે યુવકોએ પોલીસ સ્ટેશનમાં સામે ફરિયાદ નોધાવી છે. જેમાં નારોલમાં તો વ્યાજખોરના ત્રાસથી કંટાળીને યુવક ઘર છોડીને જતો રહ્યો હતો.

યુવકના હાથ પગ તોડી નાખવાની ધમકી આપી
કાલુપુરમાં રહેતા મોહીનખાન ભિસ્તી નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમાં ગત 10 જાન્યુઆરી 2019માં તેમના માતા ખાતુનબેનને હાર્ટએટેક આવ્યો હતો. ત્યારે તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી દવાના ખર્ચે માટે તેમને દિલીપ જોડેથી એક લાખ રૂપિયા 5 ટકાના વ્યાજે લીધા હતા. તેના બદલામાં દિલીપે ચેકબુક, ડેબીટ કાર્ડ લીધા હતા. ત્યારબાદ દિલીપ તેના માતાનું પેન્શન આવતુ તેમજ બેંક એકાઉન્ટમાં જે રૂપિયા આવતા તે બધા ઉઠાવી લીધા હતા. ત્યારે ઘરમાં આર્થિક તંગી વર્તાતા મોહીનખાને બેંક એકાઉન્ટ બંધ કરાવી દીધા હતા. ત્યારબાદ દિલીપે ચાર વર્ષનું વ્યાજ અને મૂડી આપવા માટે કહ્યું હતું. આટલું જ નહિ દિલીપે તેના ઘરે જઇને રૂપિયા અને વ્યાજ નહિ આપે તો તારા હાથ પગ તોડી નાખીશ અને ખોટા પોલીસ કેસમાં ફસાવી જેલમાં પુરાવી દઇશની ધમકી પણ આપી હતી.

વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવક ઘર છોડીને જતો રહ્યો
ત્યારે બીજી તરફ ઇસનપુરમાં રહેતા દશરથ પ્રજાપતિ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમાં તેમને ઘરમાં આર્થિક સંકળામણ હોવાથી ધર્મેન્દ્ર ચોબે પાસેથી રૂપિયા 3 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા. જ્યારે ડેઇલી વ્યાજ પેટે 4 હજાર રૂપિયા લઇ જતો હતો. જ્યારે રૂપિયા 3 લાખનું અત્યારસુધી 7 લાખ રૂપિયા વ્યાજ ચુકવ્યુ હતુ. ત્યારે ધર્મેન્દ્રએ વ્યાજ સહિતની રકમ ચૂકવી આપો નહી તો જાનથી મારી નાખીશની ધમકી આપી હતી. ત્યારે વ્યાજખોરના ત્રાસથી દશરથનો પુત્ર કંટાળીને ઘર છોડીને જતો રહ્યો હતો. તેમ છતા વ્યાજખોર મકાન વેચવા માટે દબાણ કરીને ધમકી આપતો હતો.

યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી
જ્યારે ત્રીજીબાજુ ખોખરામાં 23 વર્ષીય ભરત ધડકે પરિવાર સાથે રહે છે. જેમાં છેલ્લા ચાર મહિનાથી તેને કોઇ કામધંધો ન મળતા બેકાર હતો. ઘરમાં આર્થિક સંકળામણ થતા તેને પ્રવેશ નામના શખ્સ પાસેથી ડેઇલી કલેકશન પેટે રૂપિયા 10 હજાર 5 ટકાના વ્યાજે લીધા હતા. ત્યારબાદ ફરીથી તેને 5 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. ત્યારે ભરતે 24 જેટલા હપ્તા સમયસર ભર્યા હતા. ત્યારબાદ બધા રૂપિયા ચૂક્તે કરી દીધા બાદ પણ પ્રવેશે પેનલ્ટી સાથે રૂપિયા 60 હજાર લેવાના નીકળે છે અને જો તું આ રૂપિયા નહિ આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ પ્રવેશ અને તેના બે મિત્રો યોગેશ, બ્રિજેશ અવારનવાર તેના ઘરે જઇને ધમકીઓ આપતા હતા. ત્યારે ત્રણેય બનાવમાં પોલીસે વ્યાજખોર સામે ફરિયાદ નોધીને તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...